વોટ્સએપમાં પોલ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો?

મિત્રો હવે વોટ્સએપએ ગ્રુપ માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે જેનું નામ “WhatsApp Poll” છે. જો તમે કોઈ વોટ્સએપ ગ્રુપમાં પોલ બનાવીને મોકલશો તો સામેવાળા બધા ગ્રુપ મેમ્બર તે પોલમાં વોટિંગ કરી શકશે અને તમે સરળતાથી આ રીતે તેમના અભિપ્રાય જાણી શકશો.

ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણીએ વોટ્સએપ ગ્રુપમાં પોલ ફીચર ઉપયોગ કરવાની રીત.

વોટ્સએપમાં પોલ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો?

વોટ્સએપ ગ્રુપમાં પોલ ફીચર ઉપયોગ કરવાની રીત

વોટ્સએપ ગ્રુપ ખોલો.

  • સૌથી પહેલા તમારા વોટ્સએપમાં કોઈ પણ ગ્રુપ ખોલો.

 પેપર ક્લિપ આઇકન પર ક્લિક કરો અને પછી Poll પર ક્લિક કરો.

  • હવે નીચે આપેલા પેપર ક્લિપ આઇકન પર ક્લિક કરો અને પછી Poll પર ક્લિક કરો.

 વોટ્સએપ પોલ બનાવો.

  • હવે ઉપર Question માં તમારો સવાલ લખો જે તમે પૂછવા ઈચ્છો છો અને તેની નીચે અલગ-અલગ ઓપ્શન લખો જ્યાં લોકો તેના પર ટીક કરી શકશે. તમે વધારેમાં વધારે 12 જેટલા ઓપ્શન ઉમેરી શકશો. ત્યારબાર જમણી બાજુ તરફ જતાં એરો બટન પર ક્લિક કરો.

 વોટ્સ જોવા માટે View votes પર ક્લિક કરો.

  • હવે આ રીતે તમારો પોલ બધા જ ગ્રુપ મેમ્બરને મળી જશે અને તેઓ વોટિંગ કરી શકશે. તમે View Results પર ક્લિક કરશો તો તમને જાણવા મળશે કે કયા નંબરએ કયા ઓપ્શન પર ટીક કર્યું છે. બીજા સભ્યો પણ જોઈ શકશે કે અન્ય લોકોએ શેના પર ટીક કર્યું છે.

આનાથી તમે તમારા વોટ્સએપ ગ્રુપના બધા સભ્યોના અભિપ્રાય સરળતાથી જાણી શકશો.

અમારી અન્ય પોસ્ટ: