વોટ્સએપમાં ફોટાની ક્વોલિટી ન ઘટે તેવી રીતે ફોટો કેવી રીતે મોકલવો?

મિત્રો વોટ્સએપમાં આપણે કોઈ પણ ફોટો સામેવાળા યુઝરને મોકલીએ છીએ ત્યારે આપણો ફોટો કંપ્રેસ થઈ જાય છે, તે ફોટાની ક્વોલિટી અને સાઇઝ ઓટોમેટિક વોટ્સએપ દ્વારા ઘટી જાય છે.

આના કારણે ઘણા લોકો ફોટાને સામેવાળા વ્યક્તિને મોકલવા માટે ઈમેલનો પણ ઉપયોગ કરે છે પણ આજે હું તમને એક રીત બતાવીશ.

આજની રીત દ્વારા તમે જાણશો કે કેવી રીતે વોટ્સએપમાં ફોટાની ક્વોલિટી ન ઘટે તે રીતે વોટ્સએપમાં ફોટા મોકલવાની સરળ રીત.

વોટ્સએપમાં ફોટા ક્વોલિટી ન ઘટે તે રીતે ફોટો મોકલવાની રીત

વોટ્સએપમાં ફોટાને મોકલતી વખતે તેની ક્વોલિટી ન ઘટે તેની સરળ રીત

મિત્રો સામાન્ય રીતે આપણે વોટ્સએપમાં કોઈને પણ ફોટો મોકલીએ છીએ તે રીત સામાન્ય હોય છે પણ જો ફોટાની ક્વોલિટી ન ઘટવા દેવી હોય તો આપણે તે ફોટાને વોટ્સએપમાં ડોકયુમેંટ તરીકે મોકલવું પડે છે.

વોટ્સએપમાં આપણે કોઈ પણ ફોટાને ડોકયુમેંટ તરીકે મોકલીએ છીએ તો તેની ક્વોલિટી નથી ઘટતી અને તે ફોટો જેવો છે તેવો જ સામેવાળા યુઝર પાસે પહોચી જશે.

તમે તમારા મોબાઇલમાં વોટ્સએપ (WhatsApp) ખોલી રાખો અને તેમાં કોઇની પણ ચેટ ખોલી રાખો.

અટેચમેંટ આઇકન પર ક્લિક કરો.

  • સૌપ્રથમ નીચે કેમેરાની ડાબી બાજુ આપેલા 📎 અટેચમેંટ આઇકન પર ક્લિક કરો.

ડોકયુમેંટ પર ક્લિક કરો

  • હવે Document પર ક્લિક કરો.

Browser other docs પર ક્લિક કરો.

  • હવે Browser other docs…પર ક્લિક કરો.

ફોટો સિલેક્ટ કરો

  • હવે અહીથી તમારો કોઈ પણ ફોટો સિલેક્ટ કરો.

ફોટાને મોકલવા માટે Send બટન દબાવો.

  • ફોટાને સિલેક્ટ કર્યા બાદ Send બટન દબાવો.

તમારો ફોટો મોકલાઈ ગયો

  • હવે તમારો ફોટો ડોકયુમેંટ તરીકે સામેવાળા યુઝર પાસે પહોચી જશે અને તેની ક્વોલિટી પણ નહીં ઘટે.

આશા છે કે મિત્રો તમને આ વોટ્સએપની સરળ રીત પસંદ આવી હશે, તમારા મિત્રો સાથે આ રીત શેર કરવાનું ન ભૂલતા કારણ કે માહિતી શેર કરવાથી નોલેજ વધે છે.

અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલજો.

અમારી અન્ય પોસ્ટ પણ જરૂર વાંચો:-