તમને બધાને ખબર છે કે આપણે વોટ્સએપને પોતાના સ્માર્ટફોનમાં ઉપયોગ કરીએ છીએ અને જો આપણે તે જ વોટ્સએપ એકાઉન્ટને કમ્પ્યુટર, લેપટોપ કે બીજા અન્ય ડિવાઇસમાં ચલાવવું હોય તો આપણે વોટ્સએપ વેબમાં કોડ સ્કેન કરવો પડે છે.
અત્યાર સુધી તો આપણે પોતાના મોબાઇલના વોટ્સએપ એકાઉન્ટને કમ્પ્યુટરમાં ચલાવવા માટે વોટ્સએપ વેબનો ઉપયોગ કરતાં હતા પણ વોટ્સએપ હવે મલ્ટી-ડિવાઇસ ફીચર લઈને આવ્યું છે.
તો ચાલો આપણે વોટ્સએપના આ મલ્ટી-ડિવાઇસ સપોર્ટ ફીચર વિશે જાણીએ.
મલ્ટી-ડિવાઇસ સપોર્ટ શું છે?
વોટ્સએપમાં મલ્ટી-ડિવાઇસ સપોર્ટ વોટ્સએપનું એક ફીચર છે જેની મદદથી તમે તમારા મોબાઇલના વોટ્સએપને બીજા કોઈ પણ ડિવાઇસમાં એક વખત કનેક્ટ કરીને ચલાવી શકો છો અને આમાં તમારે પોતાનો મોબાઇલમાં વોટ્સએપ ચાલુ રાખવાની જરૂર નથી.
આ ફીચરનો ઉપયોગ કરવાથી તમે તમારા સ્માર્ટફોનને સ્વિચ ઓફ રાખશો તો પણ વાંધો નથી, ખાલી તમારા કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ ચાલવું જરૂરી છે.
આ ફીચર અત્યારે હાલ બીટામાં છે અને બધા માટે ઉપલબ્ધ છે. જો તમે તમારા કમ્પ્યુટર કે લેપટોપમાં વોટ્સએપને વેબ દ્વારા ઉપયોગ કરતાં હોવ તો તેના માટે આ ફીચર તમને ઉપયોગી છે.
જો તમે કમ્પ્યુટરમાં વોટ્સએપનું ડેસ્કટોપ વર્ઝન ઉપયોગ કરતાં હોવ તો તેમાં પણ તમે મલ્ટી-ડિવાઇસ ફીચરનો ઉપયોગ કરી શકશો.
નીચેનો વિડિયો પણ તમારે જરૂર જોવો જોઈએ જેથી તમને આ ફીચર વિશે વધારે ખ્યાલ આવશે.
અમુક ફીચર જે મલ્ટી-ડિવાઇસ સપોર્ટમાં નથી
- ગ્રુપ Invites ને તમે જોઈ નહીં શકો અને તેને રીસેટ અથવા જોઇન પણ નહીં કરી શકો. તમારે ફોનમાં જ આ કરવું પડશે.
- લાઈવ લોકેશન તમે લિન્ક કરેલા ડિવાઇસમાં નહીં જોઈ શકો.
- વોટ્સએપ વેબ અથવા ડેસ્કટોપ વર્ઝનમાં ચેટને પિન કરવાનો ઓપ્શન નહીં મળે.
- WhatsApp Business માં તમે નામ કે લેબલને બદલી નહીં શકો.
- જેની પાસે વોટ્સએપનું જુનું વર્ઝન છે તેમાં મેસેંજિંગ કે કોલિંગ નહીં કામ કરે.
આવા ઘણા અન્ય ફીચર્સ અત્યારે વોટ્સએપ મલ્ટી-ડિવાઇસ સપોર્ટમાં કામ નથી કરતાં.
ધ્યાનમાં રાખો:-
- આ ફીચર માટે તમારે પોતાના સ્માર્ટફોનમાં વોટ્સએપને અપડેટ કરવું જરૂરી છે.
- આ ફીચર ધીમે-ધીમે બધાને મળી રહ્યું છે અને આગળ હવે આ બધા જ લોકોને મળી જશે.
- તમારા એક જ સ્માર્ટફોનથી તમે 4 જેટલા અન્ય ડિવાઇસમાં વોટ્સએપ ચલાવી શકો છો.
- જો તમે 14 દિવસ સુધી તમારા ફોનમાં વોટ્સએપનો ઉપયોગ નથી કરતાં તો બીજા જેટલા ડિવાઇસ લિન્ક હશે તો તે ઓટોમેટિક લૉગ આઉટ થઈ જશે.
તો મિત્રો આશા છે કે તમને આ પોસ્ટ પસંદ આવી હશે, તમારા મિત્રો સાથે પણ આ માહિતી શેયર કરજો જેથી તેમને આ ફીચર વિશે જાણવા મળશે.
અમારી દર નવી પોસ્ટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલજો.
અમારી અન્ય પોસ્ટ પણ જરૂર વાંચો:-
- વોટ્સએપમાં ટૂ સ્ટેપ વેરિફિકેશન કેવી રીતે ચાલુ કરવું?
- વોટ્સએપમાં View Once ફીચર શું છે? શું આ ફીચર કારગર છે?
- વોટ્સએપમાં નંબર સેવ કર્યા વગર કોઈને મેસેજ કેવી રીતે મોકલવો?
- વોટ્સએપ પર પોતાના મેસેજને જાડો, ત્રાંસો કે તેના પર આડી લીટી કેવી રીતે લગાવવી?
- વોટ્સએપમાં બ્રોડકાસ્ટ લિસ્ટ શું હોય છે? – જાણો વોટ્સએપમાં Broadcast ફીચર વિશે..!!