વોટ્સએપમાં મહત્વના નંબરની નોટિફિકેશનનો અવાજ કઈક અલગ આવે એવું કઈ રીતે કરવું?

મિત્રો વોટ્સએપ પર તમને દરરોજ ઘણા બધા મેસેજો આવતા હોય છે જેમાં અમુક મેસેજ વગર કામના હોય છે અને અમુક મેસેજ જરૂરી વ્યક્તિઓના હોય છે.

આજે આપણે એવી રીત જાણીશું કે જેના દ્વારા તમે જરૂરી લોકોના વોટ્સએપ નંબર પર કઈક અલગ નોટિફિકેશન સેટ કરી શકો છો જેનાથી તમને ખબર પડી જશે કે તમને જરૂરી વ્યક્તિનો મેસેજ આવ્યો છે.

આનાથી જ્યારે જરૂરી વ્યક્તિનો મેસેજ આવશે તો તમને સેટ કરેલી નોટિફિકેશન જ તમને સાંભળાશે જેથી જરૂર પડે ત્યારે જ તમે વોટ્સએપને ખોલશો અને તમારું કામ પણ સરળ થશે.

વોટ્સએપ નંબર પર કસ્ટમ નોટિફિકેશન સેટ કરવાની રીત વોટ્સએપ નંબર પર કસ્ટમ નોટિફિકેશન સેટ કરવાની રીત

નોંધ:- અહી તમને આ રીતમાં જે સ્ક્રીનશૉટ બતાવવામાં આવ્યા છે તે WhatsApp Business એપના છે પણ તમે આ રીત દ્વારા WhatsApp ની મુખ્ય એપમાં પણ પ્રોસેસ કરી શકો છો કારણ કે રીત બંનેમાં સરખી જ છે.

વોટ્સએપનું ચેટ સેક્શન

  • સૌપ્રથમ તમારા ફોનમાં WhatsApp ખોલો અને તમારો કોઈ પણ મહત્વના વ્યક્તિનો નંબર શોધી લો, પછી તે નંબર પર ક્લિક કરો. (અહી મહત્વનો નંબર “Rushi” નામના વ્યક્તિનો લીધો છે.)

વોટ્સએપની ચેટ વિન્ડો

  • નંબર પર ક્લિક કર્યા બાદ જમણી બાજુ ઉપર ખૂણામાં આવેલા ઊભા 3 ટપકા પર ક્લિક કરો.

વોટ્સએપ ચેટ વિન્ડોના અલગ-અલગ ઓપ્શન

  • હવે તમારે View Contact પર ક્લિક કરવાનું છે. (WhatsApp ની મુખ્ય એપમાં View contact ઓપ્શન પ્રથમ જોવા મળશે.)

વોટ્સએપ વ્યૂ કોંટેક્ટ ઓપ્શન

  • હવે તમારે Custom notification પર ક્લિક કરવાનું છે.

વોટ્સએપમાં કસ્ટમ નોટિફિકેશન સેટ કરો

  • હવે તમને Use custom notification જોવા મળશે તેમાં જમણી બાજુ એક ચોરસ બોક્સ જોવા મળશે, તેમાં ટીક માર્ક કરવાનું છે.

વોટ્સએપ કસ્ટમ નોટિફિકેશન ટોન

  • હવે તમે Notification tone પર ક્લિક કરીને અલગ-અલગ પોતાની પસંદગીનો નોટિફિકેશન અવાજ સિલેક્ટ કરી શકો છો.

હવે જ્યારે “Rushi” નામના મહત્વ વોટ્સએપ નંબર પરથી મેસેજ આવશે એટલે અલગ જ ટોન સાંભળવા મળશે જેનાથી તમને ખબર પડી જશે કે વોટ્સએપની અંદર કોઈ મહત્વ વ્યક્તિનો મેસેજ આવ્યો છે.

તો મિત્રો આજે આપણે વોટ્સએપની અંદર મહત્વનો મેસેજ આવે એટલે આપણને તરત જ ખબર પડે એના વિશે જાણકારી લીધી.

આનો ફાયદો એ છે કે તમે જ્યારે કામ કરતા હોય ત્યારે બિન-જરૂરીના હોય તેવા ઘણા બધા મેસેજ આવતા હશે અને તેને જોવા માટે તમે તમારો કિંમતી સમય ખરાબ કરો છો. તો આ જાણકારીથી તમારો કિંમતી સમય બચી જશે.

અન્ય પોસ્ટ પણ વાંચો: