IMG SOURCE:- WABETAINFO.COM |
મિત્રો વોટ્સએપમાં આપણને પોતાનું લાસ્ટ સીન, અબાઉટ, પ્રોફાઇલ ફોટોને અજાણ્યા લોકોથી છુપાવવા માટે ફીચર્સ આપવામાં આવે છે.
જેમાં તમે “Everyone, My contacts અને Nobody” સિલેક્ટ કરી શકો છો.
- જો તમે Everyone સિલેક્ટ કરો તો તમારું લાસ્ટ સીન, અબાઉટ અને પ્રોફાઇલ ફોટો બધાને જ દેખાય છે,
- જો તમે My contacts સિલેક્ટ કરો એટલે તમારા સંપર્કમાં જે લોકો છે તેમને આ દેખાય છે,
- જો તમે Nobody સિલેક્ટ કરો એટલે કોઈ પણ વોટ્સએપ યુઝર તમારું લાસ્ટ સીન, અબાઉટ અને પ્રોફાઇલ ફોટો જોઈ શકતો નથી.
તમારે લાસ્ટ સીન, અબાઉટ અને પ્રોફાઇલ ફોટોને અલગ-અલગ રીતે સિલેક્ટ કરવાના હોય છે.
હવે આમાં તમને નવું ઓપ્શન જોવા મળશે જેનું નામ “My contacts except ” છે.
આ ઓપ્શન દ્વારા તમે એવા યુઝરને સિલેક્ટ કરી શકો છો જેનાથી તમે આ લાસ્ટ સીન, અબાઉટ અને પ્રોફાઇલ ફોટો છુપાવવા માંગો છો.
“My contacts except” માં તમે જે પણ વોટ્સએપ યુઝરને સિલેક્ટ કરશો તો તેમને તમારી આ માહિતી નહીં દેખાય જેમ કે લાસ્ટ સીન, અબાઉટ અને પ્રોફાઇલ ફોટો.
હાલ આ ફીચર એન્ડ્રોઇડના બીટા યુઝરને મળ્યું છે જેનું વર્ઝન “WhatsApp beta for Android 2.21.23.14” છે.
બધા જ લોકોને આ ફીચર ક્યારે મળશે એની હજુ જાણ થઈ નથી.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-
- વોટ્સએપમાં ટૂ સ્ટેપ વેરિફિકેશન કેવી રીતે ચાલુ કરવું?
- વોટ્સએપમાં View Once ફીચર શું છે? શું આ ફીચર કારગર છે?
- વોટ્સએપમાં ફોટાની ક્વોલિટી ન ઘટે તેવી રીતે ફોટો કેવી રીતે મોકલવો?
- વોટ્સએપ પર તમારો પ્રોફાઇલ ફોટો કોઈ પણ ના જોઈ શકે એવું કેવી રીતે કરવું?
- વોટ્સએપમાં તમે છેલ્લે ક્યારે એક્ટિવ હતા તે કોઈને ના દેખાય એવું કઈ રીતે કરવું?