મિત્રો વોટ્સએપમાં આપણે બધા જ Status ફીચરનો ઉપયોગ ખૂબ કરીએ છીએ જેના દ્વારા આપણે વોટ્સએપ પર સ્ટોરી બનાવી શકીએ છીએ.
ઘણી વખત વોટ્સએપમાં આપણે ભૂલથી પણ સ્ટોરી અપલોડ કરી દઈએ છીએ અને આપણે જ્યાં સુધી તેને ડિલીટ કરવા જઈએ છીએ ત્યાં સુધી તો ઘણા બધા લોકોએ તમારી એ સ્ટોરી જોઈ લીધી હોય છે.
પણ વોટ્સએપ હવે એક નવું ફીચર લાવી રહ્યું છે જેમાં તમને સ્ટોરીને “Undo” કરવાનું ઓપ્શન મળશે.
જ્યારે તમે વોટ્સએપ પર સ્ટોરી પબ્લિશ કરશો ત્યારે તેની નીચે જ તમને એક “Undo” બટન દેખાશે, હવે તમે Undo બટન તરત દબાવશો તો તમારી સ્ટોરી વોટ્સએપ પરથી ઓટોમેટિક ડિલીટ થઈ જશે.
આ ફીચર હાલ તો અમુક iOS બીટા યુઝરને મળ્યું છે, જો તમને હજુ નથી મળ્યું તો જરૂર રાહ જોવી પડશે, તમને આવતા વોટ્સએપના અપડેટ્સમાં જરૂર આ ફીચર મળશે.
Source:. Wabetainfo |