મિત્રો આજે આપણે વોટ્સએપના એક નવા ફીચર વિશે વાત કરવાના છીએ જે તમને ઘણું ઉપયોગી થશે જેનું નામ View Once (વ્યૂ વન્સ) છે. View Once નો ગુજરાતી અર્થ “એક વાર જુઓ” થાય છે. આ ફીચરના નામ જેવો તેનો ઉપયોગ પણ એવો છે.
તો ચાલો આપણે આ ફીચર વિશે પૂરી માહિતી લઈએ કે આ View Once ફીચર શું છે? કઈ રીતે આ કામ કરે છે? શું આ ફીચર Privacy માટે કારગર છે? એ પણ આપણે જાણીશું.
View Once ફીચર શું છે?
View Once વોટ્સએપનું એક નવું ફીચર છે જેનો ઉપયોગ વોટ્સએપમાં ફોટા કે વિડિયો મોકલતી વખતે કરવામાં આવે છે. જ્યારે તમે વોટ્સએપમાં કોઈ પણ ફોટા કે વિડિયો મોકલો છો અને તમે આ View Once ફીચરને ચાલુ કરો છો ત્યારે તમારો મોકલેલો ફોટો સામે વાળો વ્યક્તિ એક જ વખત જોઈ શકે છે.
જ્યારે તમે આ ફીચરનો ઉપયોગ કરીને સામેવાળાને ફોટો કે વિડિયો મોકલો છો તો સામે વાળો વ્યક્તિ તમારા મોકલેલા ફોટા કે વિડિયોને માત્ર એક જ વખત જોઈ શકે છે અને આ ફીચર ગોપનિયતા માટે લાવવામાં આવ્યું છે.
આ ફીચર કેટલું કારગર છે તેના વિશે આપણે નીચે આગળ જાણીશું.
View Once ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો?
આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમે જ્યારે વોટ્સએપ પર ગેલેરીમાથી વિડિયો કે ફોટો સિલેક્ટ કરશો તો તેને Send કરતાં પહેલા એક તમને બટન દેખાશે તો તે તમારે દબાવી દેવાનું તો તમારો તે ફોટો કે વિડિયો View Once ફીચરમાં સેટ થઈ જશે.
આ ફીચરનો ઉપયોગ કરવા તમારે ફોટો કે વિડિયો મોકલતી પહેલા દર વખતે ઉપર ચિત્રમાં બતાવેલા બટનનો ઉપયોગ કરવો પડશે.
View Once ફીચરની વિશેષતાઓ શું છે?
- તમે જો આ ફોટો કે વિડિયો આ ફીચરની મદદથી મોકલેલો હશે તો તે સામેવાળાના ફોનમાં સેવ નથી થાય.
- આ ફીચર દ્વારા મોકલેલા ફોટા કે વિડિયો એક વખત જોયા પછી બીજી વખત નથી જોઈ શકાતા.
- જો તમે આ ફીચરની મદદથી કોઈ પણ ફોટો કે વિડિયો મોકલેલો હશે તો સામેવાળો વ્યક્તિ તમારો તે ફોટો કે વિડિયોને આગળ ફોરવર્ડ, શેર, સ્ટાર્ટ કે સેવ નહીં કરી શકે.
- જો સામેવાળાના વોટ્સએપમાં Read receipts ફીચર ચાલુ હશે તો જ તમને ખબર પડશે કે તે વ્યક્તિએ તમે મોકલેલો ફોટો કે વિડિયો ખોલ્યો છે.
- જો 14 દિવસની અંદર આ ફીચરની મદદથી મોકલેલા ફોટા કે વિડિયો ખોલવામાં નહીં આવે તો તે ચેટમાથી Expired થઈ જશે, ટૂંકમાં તેને તમે નહીં જોઈ શકો.
- તમારે આ ફીચરનો ઉપયોગ કરવા માટે દર વખતે ફોટો કે વિડિયો મોકલતા સમયે View Once ઓપ્શનને દબાવવું પડશે.
- જો બેકઅપ લેતી વખતે આ ફોટો કે વિડિયો ખોલવામાં નહીં આવ્યો હોય તો તે રિસ્ટોર થઈ શકશે અને જો ખોલવામાં આવ્યો હશે તો બેકઅપ લીધા પછી પણ તે રિસ્ટોર નહીં થઈ શકે.
- આ ફીચર Android, iPhone, KaiOS, Web અને Desktop માટે ઉપલબ્ધ છે.
શું આ ફીચર કારગર છે?
તમને ખબર કે જ્યારે સામેવાળો વ્યક્તિ તમારો ફોટો આ ફીચરની મદદથી જોવે છે તો તે આ ફોટાનો સ્ક્રીનશોટ કે સ્ક્રીન રિકોર્ડિંગ કરી શકે છે અને જ્યાં સુધી વોટ્સએપમાં સ્ક્રીન શૉટ અને સ્ક્રીનરિકોર્ડિંગ બ્લોક કરવાનો ઓપ્શન નથી આવતો ત્યાં સુધી આ ફીચર કારગર સાબિત નથી થતું.
આ ફીચરની મદદથી આપણું મકસદ એક જ હોય કે સામેવાળો વ્યક્તિ તે ફોટા કે વિડિયોને એક જ વખત જોવે અને જો તે સ્ક્રીનશોટ પાડી લેશે તો આ ફીચરનો કોઈ અર્થ નથી.
તો મને આશા છે કે આ ફીચર વિશે તમને ઉપયોગી પૂરી માહિતી મળી હશે. તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરો જેથી તેમને આ ફીચર વિશે જાણવા મળે.
અમારી સાથે જોડાવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hi મેસેજ જરૂર મોકલો અને તમને અમારી દર નવી પોસ્ટની જાણ થતી રહેશે.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-
- મોબાઇલના વોટ્સએપને કમ્પ્યુટરમાં કેવી રીતે ચલાવી શકાય?
- વોટ્સએપમાં કોઈ પણ વ્યક્તિનું એકાઉન્ટ બ્લોક કેવી રીતે કરવું?
- વોટ્સએપમાં નંબર સેવ કર્યા વગર કોઈને મેસેજ કેવી રીતે મોકલવો?
- વોટ્સએપ પર પોતાના મેસેજને જાડો, ત્રાંસો કે તેના પર આડી લીટી કેવી રીતે લગાવવી?
- વોટ્સએપમાં બ્રોડકાસ્ટ લિસ્ટ શું હોય છે? – જાણો વોટ્સએપમાં Broadcast ફીચર વિશે..!!