મેસેંજિંગ કરવા માટે વોટ્સએપ એક પ્રમુખ પ્લૅટફૉર્મ છે અને દરરોજ આપણે પોતાના જીવનની ઘણી બધી ચેટિંગ વોટ્સએપ પર કરતાં હોઈએ છીએ.
તમને ખબર છે કે તમે જે વાત-ચિત વોટ્સએપ પર મેસેજ દ્વારા કરો છો તેને તમે સરળતાથી ટેલિગ્રામમાં ટ્રાન્સફર કરી શકો છો.
તમે જે વ્યક્તિ સાથે વોટ્સએપ પર ચેટ કરો છો, તે ચેટને તમે ટેલિગ્રામ પર તે સરખા વ્યક્તિના નંબર પર ચેટને ટ્રાન્સફર કરી શકો છો.
આજે આપણે જાણીશું કે તમે કઈ રીતે વોટ્સએપની ચેટને ટેલિગ્રામમાં ટ્રાન્સફર કરી શકો છો.
વોટ્સએપ ચેટને ટેલિગ્રામમાં ટ્રાન્સફર કરવાની રીત
- સૌપ્રથમ તમારા સ્માર્ટફોનમાં WhatsApp ખોલો.
- તમારે જે ચેટ ટ્રાન્સફર કરવાની છે તેને ખોલો.
- જો તમારે ચેટમાં આવેલા ફોટા કે વિડિયોને પણ ટ્રાન્સફર કરવા હોય તો INCLUDE MEDIA પર ક્લિક કરો.
- હવે Telegram એપ પર ક્લિક કરો.
આવી રીતે તમારી વોટ્સએપ ચેટ સરળતાથી ટેલિગ્રામમાં ઇમ્પોર્ટ થઈ જશે, આશા છે કે આ પોસ્ટ તમને ગમશે અને આવી રીતે વોટ્સએપ ચેટને ટેલિગ્રામમાં ટ્રાન્સફર કરવામાં સરળતા રહેશે.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: