વોટ્સએપ પર પોતાના મેસેજને જાડો, ત્રાંસો કે તેના પર આડી લીટી કેવી રીતે લગાવવી?

મિત્રો, આ પોસ્ટમાં આજે આપણે વોટ્સએપ પર તમે જે મેસેજ મોકલો છો એની એક નવી રીત વિશે વાત કરવાના છીએ. તમને અક્ષરોને બોલ્ડ, ઇટાલિક અથવા સ્ટ્રાઇકથ્રૂ તો ખબર જ હશે કે જો તમે કોઈ અક્ષરને બોલ્ડ કરો તો તે અક્ષર જાડો અને વધારે ડાર્ક થાય છે, અક્ષરને ઈટાલિક કરો તો તે અક્ષર ત્રાંસો થઈ જાય છે અને અક્ષરને સ્ટ્રાઇકથ્રૂ કરો તો તે અક્ષર પર એક આડી લીટી આવી જાય છે.

આજે આપણે આના વિશેની જ રીત જાણીશું કે તમે વોટ્સએપ પર કોઈને મેસેજ મોકલો તો તે મેસેજને કેવી રીતે બોલ્ડ, ઇટાલિક અથવા સ્ટ્રાઇકથ્રૂ કરી શકો? તો ચાલો આપણે જાણીએ.

વોટ્સએપ મેસેજને Bold, Italic અને Strikethrough કેવી રીતે કરવા?

વોટ્સએપ પર પોતાના મેસેજને જાડા, ત્રાંસા અથવા આડી લીટી લગાવીને મોકલવાની રીત


વોટ્સએપ પર મેસેજને બોલ્ડ કેવી રીતે કરવા?

વોટ્સએપ પર અક્ષરોને જાડા (Bold) કરવા માટે

વોટ્સએપ પર તમે કોઈ પણ મેસેજ લખો અને જે શબ્દને તમારે બોલ્ડ એટલે જાડો કરવો હોય તો તે શબ્દ અથવા અક્ષરની આગળ અને પાછળ Asterisk * જરૂર મૂકવું, જેમ કે તમારે Hello શબ્દને જાડો કરવો હોય તો તમે *Hello* લખો અને સેન્ડ કરો એટલે તે તમારો Hello શબ્દ બોલ્ડ એટલે જાડો થઈ જશે.


વોટ્સએપ પર મેસેજને ઈટાલિક કેવી રીતે કરવા?

વોટ્સએપ પર અક્ષરોને ત્રાંસા (Italic) કરવા માટે


જો તમારે વોટ્સએપ પર મેસેજને ઈટાલિક એટલે થોડો ત્રાંસો કરવો હોય તો તમે તે શબ્દની આગળ અને પાછળ Underscore _ મૂકો, જેમ કે તમારે Hello શબ્દને કોઈને ત્રાંસો કરીને મોકલવો હોય તો _Hello_ લખો એટલે તમારો Hello શબ્દ ત્રાંસો થઈ જશે.


વોટ્સએપ પર મેસેજને સ્ટ્રાઇકથ્રૂ કેવી રીતે કરવું?

અક્ષરની વચ્ચે આડી લીટી લગાવવા માટે

જો તમારે વોટ્સએપ પર કોઈ શબ્દની વચ્ચે એક આડી લીટી લાવવી હોય તો તમે તેને Strikethrough કરી શકો છો, જેમાં તમારે કોઈ પણ શબ્દની આગળ અને પાછળ Tilde ~ મૂકવાનું રહેશે, જેમ કે જો તમારે Hello શબ્દની વચ્ચે એક આડી લીટી મૂકવી હોય તો ~Hello~ લખીને મોકલો એટલે Hello શબ્દની વચ્ચે એક આડી લીટી આવી જશે.


તો મિત્રો આશા છે કે તમને આ વોટ્સએપ ટ્રિક પસંદ આવી હશે અને તમને આ જરૂર કામ લાગશે, તમને જો આ પોસ્ટ પસંદ આવી હોય તો તમારા મિત્રોને પણ આ ટ્રિકથી આશ્ચર્યચકિત કરો એટલે તેઓ પણ તમને પૂછશે કે આ કેવી રીતે કર્યું તો તેમને આ પોસ્ટ જરૂર શેર કરજો.

  • અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-

યૂટ્યૂબ પર તમે વિડિયો જોવામાં કેટલો સમય પસાર કર્યો એ કઈ રીતે જાણવું?

ટેલિગ્રામમાં નાઈટ મોડ કેવી રીતે ચાલુ કરવું?

વોટ્સએપ પર પ્રોફાઇલ ફોટો કેવી રીતે સેટ કરવો?

ગૂગલ કીપની નોટ્સમાં બેકગ્રાઉન્ડ કલર કેવી રીતે બદલવો?

ગૂગલ પ્લેસ્ટોરમાં ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરવુ?