શું તમે પોતાનું વોટ્સએપ અકાઉંટ હમણાં જ બનાવ્યું છે? તો આજની પોસ્ટ તમારે જરૂર વાંચવી જોઈએ કારણ કે આજે આપણે વોટ્સએપ પર પ્રોફાઇલ ફોટો સેટ કરવાની રીત જાણીશું.
વોટ્સએપ પર ડીપી અથવા પ્રોફાઇલ ફોટો લગાવવો જરૂરી છે કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ તમારો નંબર સેવ કરે તો તેને તમારો ફોટો દેખાય છે અને તેનાથી એક વિશ્વસનિયતા બંધાય છે.
તો ચાલો આપણે આજે આ પોસ્ટમાં જાણીએ કે વોટ્સએપમાં પ્રોફાઇલ ફોટો કેવી રીતે સેટ કરવું? તેના વિશે સ્ક્રીનશોટ સાથે સ્ટેબ બાય સ્ટેપ જાણીએ.
વોટ્સએપ પર પ્રોફાઇલ ફોટો કેવી રીતે સેટ કરવો?
- સૌપ્રથમ મોબાઇલમાં વોટ્સએપ ખોલો.
- જમણી બાજુ 3 ડોટ ፧ પર ક્લિક કરો.
- હવે Settings પર ક્લિક કરો.
- હવે સૌથી ઉપર દેખાતા પોતાના નામ પર ક્લિક કરો.
- હવે પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરો.
- હવે Camera કે Gallery પસંદ કરો.
- જો તમારી પાસે પહેલાથી જ તૈયાર ફોટો હોય તો તમે Gallery માં જઈને કોઈ સારો ફોટો સિલેક્ટ કરો.
- જો તમારી પાસે તૈયાર ફોટો ન હોય તો Camera પર ક્લિક કરીને એક નવો ફોટો તમે પાડી શકો છો.
- ફોટાને Galleryમાં સિલેક્ટ કર્યા બાદ હવે તે ફોટાને બરાબર Crop અથવા સેટ કરી લો અને Done પર ક્લિક કરો.
- હવે તમારો પ્રોફાઇલ ફોટો વોટ્સએપ ડીપીમાં સેટ થઈ જશે.
આશા છે કે તમને આ ટ્યુટોરિયલ પોસ્ટ ગમી હશે અને તમે પોતાના વોટ્સએપ પર એક સારી ડીપી સેટ કરી દીધી હશે. જો તમારે જાણવું હોય કે આ ડીપી (DP) એટલે શું તો તેના ઉપર અમે એક નવી પોસ્ટ જરૂર બનાવીશું ત્યાં સુધી તમે અમારી સાથે જોડાઈ શકો છો.
અમારી અન્ય પોસ્ટ:-
🔗 મોબાઇલના વોટ્સએપને કમ્પ્યુટરમાં કેવી રીતે ચલાવી શકાય?
🔗 પોતાના ફોટાને કાર્ટૂન ફોટામાં કેવી રીતે બનાવવું?
🔗 પોતાના મોબાઇલમાં કેટલા જીબી રેમ છે એ કઈ રીતે ચેક કરવું?