વોટ્સએપ બિઝનેસ એપમાં આવી શકે છે એક નવું ફીચર

મિત્રો તમારું વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ અલગ – અલગ ડિવાઇસમાં લૉગ ઇન કરેલું હશે, હવે કયો મેસેજ કયા ડિવાઇસ પરથી થયો એ જાણવા માટે વોટ્સએપ એક ફીચર પર કામ કરી રહ્યું છે.

જ્યારે તમે કોઈ પણ મેસેજ મોકલ્યા બાદ તે મેસેજના “Message Info” પર જશો તો તમને દેખાય છે કે તમારો મેસેજ ક્યારે પહોચ્યો અને ક્યારે સામેવાળા દ્વારા જોવાયો.

હવે જો તમે વોટ્સએપ બિઝનેસ દ્વારા અલગ – અલગ ડિવાઇસથી લોકોને મેસેજ કરતાં હોવ તો ઘણી વખત જાણવું મુશ્કેલ થઈ જાય છે કે કયો મેસેજ કયા ડિવાઇસ દ્વારા પહોચ્યો છે.

હવે વોટ્સએપ બિઝનેસમાં આ એક ફીચર આવી શકે છે, હાલ આ બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે. જે ફીચર દ્વારા તમને જાણવા મળશે કે વોટ્સએપ બિઝનેસમાં મેસેજ કયા ડિવાઇસથી કરવામાં આવ્યો છે. (તમે જે મેસેજ મોકલો છો એ જાણવા મળશે કે તે કયા ડિવાઇસથી કરવામાં આવ્યો છે.)