વોટ્સએપ મેસેજ રીએક્શન ફીચર હવે બધાને મળશે..!!

વોટ્સએપ મેસેજ રીએક્શન ફીચર
Image Source: WhatsApp

  • મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામમાં જોઈએ છીએ કે જ્યારે આપણે કોઈ વ્યક્તિ સાથે મેસેજ દ્વારા વાત ચિત કરીએ છીએ તો આપણે એક-બીજાના મેસેજ પર ઇમોજી દ્વારા પ્રતિક્રિયા (Reaction) આપી શકીએ છીએ.
  • આ ફીચર ટેલિગ્રામમાં પણ ઉપલબ્ધ છે પણ હવે વોટ્સએપમાં પણ આ ફીચર જલ્દી બધાને મળી જશે કારણ કે આ ફીચરનું રોલ આઉટ શરૂ થઈ ગયું છે.
  • આ ફીચર દ્વારા તમે વોટ્સએપ પર એક બીજાને મેસેજ કરો છો તો તમે મેસેજ પર લાંબુ પ્રેસ કરીને તેના પર ઇમોજી દ્વારા રીએક્શન આપી શકો છો.
  • તમારે બસ તમારા વોટ્સએપને અપડેટ રાખવાની જરૂર છે જેથી તમને આ ફીચર મળી શકે.