મિત્રો વોટ્સએપ દ્વારા આપણે ખૂબ સરળતાથી મેસેંજિંગ, વોઇસ અને વિડિયો કોલિંગ અથવા પોતાના પૈસા ટ્રાન્સફર કરવા, પોતાની વાત સરળતાથી બીજા વ્યક્તિને કહેવા માટે ખૂબ જ સરસ પ્લૅટફૉર્મ છે.
વોટ્સએપ એક ઇંસ્ટંટ મેસેંજિંગ પ્લૅટફૉર્મ છે જેની પેરેંટ કંપની Meta Platorms છે, આજે આપણે વોટ્સએપ વિશે ઘણી રસપ્રદ જાણવા જેવી જાણકારી જાણીશું જેમાં તમને જરૂર કઈક નવું જાણવા મળશે.
વોટ્સએપ વિશે રસપ્રદ જાણકારી
- મિત્રો શું તમને ખબર છે કે વોટ્સએપ દુનિયાનું સૌથી લોકપ્રિય મેસેંજિંગ પ્લૅટફૉર્મ છે જેના 2 બિલ્યન એટલે 200 કરોડથી પણ વધારે વપરાશકર્તા છે.
- વોટ્સએપની શરૂઆત 2009માં યાહૂ કંપનીના બે ભુતપૂર્વ કર્મચારી Jan Koum અને Brian Acton દ્વારા કરવામાં આવી હતી.
- લોકો વિડિયો કોલિંગ માટે પણ ખૂબ જ વધારે વોટ્સએપનો ઉપયોગ કરે છે અને મે 2017 મુજબ વોટ્સએપ પર એક જ દિવસમાં 340 મિલ્યનથી પણ વધારે મિનિટના વિડિયો કોલ થાય છે.
- એવરેજ વોટ્સએપ પર દર મહિને 25 મિલ્યનથી પણ વધારે નવા વપરાશકર્તા જોડાય છે.
- તમે જાણો છો કે ઇઝરાયેલ દેશના લગભગ 92% જેટલા સ્માર્ટફોનમાં વોટ્સએપનો ઉપયોગ કરવામાં આવે છે.
- વોટ્સએપના વપરાશની વાત કરીએ તો ભારત દેશમાં સૌથી વધારે વોટ્સએપના યુઝર છે જે statista.com અનુસાર 487 મિલ્યનથી પણ વધારે છે અને તેના પછી 118 મિલ્યન જેટલા યુઝર બ્રાઝિલમાં છે.
- ગૂગલ પ્લેસ્ટોર પર વોટ્સએપની એપ 5 બિલ્યનથી પણ વધારે વખત ડાઉનલોડ થઈ ચૂકી છે.
- તમને જાણીને આશ્ચર્ય થશે કે વોટ્સએપ નવેમ્બર 2009માં સૌપ્રથમ iOS યુઝર માટે આવ્યુ હતું, પછી જાન્યુઆરી 2010માં બ્લેકબેરી સ્માર્ટફોન અને મે 2010 માં Symbian OS માટે અને પછી ઓગસ્ટ 2010માં Android યુઝર માટે લોન્ચ થયું હતું.
- વોટ્સએપ વેબ દ્વારા તમે તમારા કમ્પ્યુટર કે લેપટોપમાં વોટ્સએપનો ઉપયોગ કરી શકો છો અને વોટ્સએપએ આ સુવિધા 21 જાન્યુઆરી 2015માં શરૂ કરી હતી.
- શું તમને ખબર છે કે વોટ્સએપ શરૂઆતમાં તેના વપરાશકર્તા પાસે 1 ડોલર એક વર્ષ માટે ચાર્જ કરતું હતું અને પછી વોટ્સએપ ધીમે-ધીમે બધા દેશોમાં ફ્રી થવા માંડ્યુ અને જાન્યુઆરી 2016માં વોટ્સએપ સંપૂર્ણપણે તેના યુઝર માટે મફત થઈ ગયું.
- તમે આ વાત જાણશો તો આશ્ચર્ય થશે કે વોટ્સએપમાં દરરોજ 100 બિલ્યનથી પણ વધારે મેસેજ મોકલવામાં આવે છે.
- યુઝર Android પ્લૅટફૉર્મ પર વોટ્સએપ પર દરરોજ 38 મિનિટ સમય વિતાવે છે. (સ્ત્રોત)
- શું તમને ખબર છે કે દરરોજ 175 મિલ્યન જેટલા લોકો વોટ્સએપ બિઝનેસ પર દરરોજ મેસેજ મોકલતા હોય છે. (સ્ત્રોત)
મિત્રો આશા છે કે તમને આ વોટ્સએપ વિશે રસપ્રદ જાણકારી જાણીને આનંદ થયો હશે, તમારા શું વિચાર છે એ તમે નીચે કમેંટમાં જણાવી શકો છો, ખૂબ ખૂબ આભાર..!!
અમારી અન્ય પોસ્ટ:-