વોટ્સએપ વેબમાં ફોટો મોકલતી વખતે આવ્યા નવા ટૂલ…!!

વોટ્સએપ વેબમાં આવ્યા નવા ટૂલ

વોટ્સએપ વેબના નવા ટૂલ્સ

  • મિત્રો અત્યારે સૌથી વધારે વોટ્સએપનો ઉપયોગ મોબાઇલમાં થાય છે તેને કારણે વોટ્સએપ મોબાઇલ યુઝર માટે નવા નવા ફીચર્સ લાવતું હોય છે પણ હવે વોટ્સએપ ડેસ્કટોપ યુઝર માટે પણ નવા ફીચર લઈને આવ્યું છે.
  • જે લોકો વોટ્સએપનો ઉપયોગ Whatsapp Web દ્વારા તેમના કમ્પ્યુટર કે લેપટોપમાં કરે છે તો તેમને આ અપડેટ જરૂર કામ લાગશે.
  • અત્યાર સુધી જ્યારે તમે વોટ્સએપ વેબ દ્વારા કોઈને ફોટો મોકલતા હતા તો તમને ખાલી તેમાં ફોટો મોકલતી વખતે મેસેજ લખવાનું ઓપ્શન આવતું હતું પણ હવે તમને વોટ્સએપ વેબ પર ફોટો મોકલતી વખતે વધારાના ઓપ્શન જોવા મળશે.
  • હવે તમને વોટ્સએપ વેબમાં ફોટા મોકલતી વખતે ફોટાને એડિટ કરવાનો ઓપ્શન મળશે જેમાં તમે ફોટામાં અલગ-અલગ ઇમોજી ઉમેરીને મોકલી શકો છો.
  • તમે ફોટામાં સ્ટિકર ઉમેરીને અને ફોટામાં ટેક્સ્ટ લખીને પણ તેને મોકલી શકો છો.
  • ફોટામાં તમે અલગ-અલગ કલરને પણ ઉમેરી શકો છો અને પેન્સિલની મદદથી તેમાં માર્કિંગ પણ કરી શકો છો.
  • તમે ફોટાને ક્રોપ પણ કરી શકો છો અને તેને રોટેટ પણ કરી શકો છો અને Undo અને Redo નો પણ ઓપ્શન મળે છે.
  • આની સાથે તમને વોટ્સએપ વેબમાં ફોટો મોકલતી વખતે View Once ફીચર પણ મળે છે જેનાથી કોઈ તમારો મોકલેલો ફોટો એક જ વખત જોઈ શકે છે.

આશા છે કે વોટ્સએપ વેબમાં આ નવા અપડેટ વિશેનો આ ટેક સમાચાર તમને પસંદ આવ્યો હશે. તમે વોટ્સએપ વેબ વાપરો છો કે નહીં? એ જરૂર જણાવજો અને અમારી સાથે જરૂર જોડાવો જેથી તમને આવી ઉપયોગી માહિતી મળતી રહે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-