વોટ્સએપ સ્ટેટસને કોઈ પણ થર્ડ પાર્ટી એપ વગર સેવ કેવી રીતે કરવું?

મિત્રો આપણે દરરોજ ઘણી બધી વોટ્સએપ સ્ટોરી કે વોટ્સએપ સ્ટેટસ જોતાં હોઈએ છીએ અને તેમાં આપણને અમુક વોટ્સએપ સ્ટેટસને મોબાઇલમાં સેવ કરવા હોય છે.

તમારે વોટ્સએપ સ્ટેટસમાં ફોટા કે વિડિયોને સેવ કરવા હોય તો તમે સ્ક્રીનશૉટ કે સ્ક્રીન રેકોર્ડ કરો છો પણ હવે તમારે આવું કરવાની જરૂરત નથી.

હું તમારા માટે એકદમ સરળ અને મસ્ત રીત લઈને આવ્યું છે જેની મદદથી તમે જોયેલા બધા વોટ્સએપ સ્ટેટસને પોતાના મોબાઇલમાં સેવ કરી શકશો.

તમારે સ્ક્રીનશૉટ કે સ્ક્રીન રેકોર્ડિંગ કરવાની જરૂર નથી, આ રીતમાં ફોટાની ક્વોલિટી કે વિડિયોની ક્વોલિટી પણ નહીં ઘટે.

તો ચાલો આપણે વોટ્સએપ સ્ટેટસને કોઈ પણ થર્ડ પાર્ટી એપ વગર સેવ કરવાની રીત જાણીએ.

 
વોટ્સએપ સ્ટેટસને સેવ કરવાની સરળ રીત

વોટ્સએપ સ્ટેટસને સેવ કરવાની સરળ રીત

Files By Google

1. સૌથી પહેલા Files By Google એપ ખોલો.

  • બધાના સ્માર્ટફોનમાં એક File Manager હોય છે પણ બધાના ફોનમાં દેખાવ અલગ-અલગ હોય છે તેને લીધે અહી સમજાવવું થોડું મુશ્કેલ થઈ જાય છે.
  • બધાને સરખી રીતે સમજાવી શકાય તે માટે અહી Files by Google નો ઉપયોગ કરવામાં આવ્યો છે, આ ફાઇલ મેનેજર ઘણા સ્માર્ટફોનમાં પહેલાથી જ ઇન્સ્ટોલ હોય છે.
  • જો તમારા સ્માર્ટફોનમાં આ Files by Google નથી તો તમે તેને પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.
  • આમાં આપણે બીજી કોઈ થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવાનો નથી, બસ પ્રોસેસને સરળ બનાવવા માટે તમારે Files by Google ડાઉનલોડ કરવું પડશે.

હવે ડાબી બાજુમાં હેમબર્ગર આઇકન પર ક્લિક કરો.

2. હવે ડાબી બાજુમાં ☰ હેમબર્ગર આઇકન પર ક્લિક કરો.

Files by Google એપને પ્રથમ વખત ખોલ્યા બાદ તેને Continue કરજો અને ડાબી બાજુ આપેલું હેમબર્ગર આઇકન પર ક્લિક કરો.


Files by Google app Settings

3. હવે Settings પર ક્લિક કરો.


હવે Show hidden files પર ક્લિક કરો.

4. હવે Show hidden files પર ક્લિક કરો

Show hidden files પર ક્લિક કરવાથી તમારા સ્ટોરેજમાં જેટલા ફાઇલ કે ફોલ્ડર છુપાયેલા હશે તો તે તમને દેખાવા માંડશે.


હવે Internal storage ઓપ્શન ખોલો.

5. હવે Internal storage ઓપ્શન ખોલો.

સૌથી પહેલા તમે Files by Google એપને બંધ કરીને ફરી ચાલુ કરજો અને નીચે Browse પર ક્લિક કરજો અને એકદમ છેલ્લે સ્ક્રોલ કરીને જાવો Internal Storage પર ક્લિક કરો.


હવે WhatsApp ફોલ્ડર ખોલો.

6. હવે WhatsApp ફોલ્ડર ખોલો.


હવે Media ખોલો.

7. હવે Media ખોલો.


હવે .Statuses ખોલો.

8. હવે .Statuses ખોલો.


અહી તમને તમારા જોયેલા વોટ્સએપ સ્ટેટસ જોવા મળશે.

9. અહી તમને તમારા જોયેલા વોટ્સએપ સ્ટેટસ જોવા મળશે.

તમે વોટ્સએપમાં જેટલા સ્ટેટસ જોયા હશે તે જ તમને અહી જોવા મળશે, એટલે તમારે જે વોટ્સએપ સ્ટેટસ સેવ કરવું હોય તો તેને તમારે જોવું પડે છે.


વોટ્સએપ સ્ટેટસ કોપી કરો.

10. હવે જે વોટ્સએપ સ્ટેટસ સેવ કરવું છે તો તેની બાજુમાં આપેલા ፧ 3 ટપકા પર ક્લિક કરો અને Copy to પર ક્લિક કરો.

તમે જોયેલા વોટ્સએપ સ્ટેટસની લિસ્ટ .Statuses ફોલ્ડરમાં થોડા સમય સુધી જ રહે છે તેને લીધે તમારે આ સ્ટેટસને સેવ કરવા, કોપી કરીને પોતાના ઇન્ટરનલ સ્ટોરેજમાં મૂકવા પડે છે

 
ઇન્ટરનલ સ્ટોરેજમાં મુકશો તો તે વોટ્સએપ સ્ટેટસ હમેશા માટે સ્ટોર રહેશે.

હવે Internal storage પર ક્લિક કરો.

11. હવે Internal storage પર ક્લિક કરો.

તમે વોટ્સએપ સ્ટેટસને કોઈ પણ સ્ટોરેજમાં કોપી કરીને મૂકી શકો પણ મે અહી Internal Storage સિલેક્ટ કરું છુ, જો હું SD card સિલેક્ટ કરીશ તો મારે પરવાનગી આપવી પડશે તેને લીધે મે Internal Storage સિલેક્ટ કર્યું છે.


હવે Copy here પર ક્લિક કરો.

12. હવે Copy here પર ક્લિક કરો.

હવે તમે તમારા મોબાઇલની ગેલેરી ચેક કરો જેમાં તમને આ કોપી કરેલા વોટ્સએપ સ્ટેટસ જોવા મળશે.

આશા છે કે તમને આ સરળ રીત ઉપયોગી થઈ હશે, તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો જેથી તેઓ પણ આવી રીતે વોટ્સએપ સ્ટેટસને પોતાના ફોનમાં સેવ કરી શકે.

અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલજો.

વોટ્સએપ વિશે અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-