શું છે ઇન્સ્ટાગ્રામનું નવું ફીચર “રીલ્સ વિઝ્યુઅલ રીપ્લાઇસ”?

ઇન્સ્ટાગ્રામ કઈકને કઈક નવું ફીચર લાવતું રહે છે અને આ વખતે પણ ઇન્સ્ટાગ્રામ એક નવું ફીચર લઈને આવ્યું છે જેનું નામ છે “Reels Visual Replies“.

હવે આ ફીચર શું છે તેના વિશે આજે આપણે જાણીશું.

ઇન્સ્ટાગ્રામનું નવું ફીચર રીલ્સ વિઝ્યુઅલ રીપ્લાઇસ

Reels Visual Replies ફીચર શું છે?

ઇન્સ્ટાગ્રામમાં આ એક એવું ફીચર છે જેની મદદથી તમે પોસ્ટમાં રિલ્સ દ્વારા કમેંટ કરી શકો છો, જેમ કે તમે અત્યાર સુધી ટેક્સ્ટ અથવા ઇમોજી દ્વારા કમેંટ કરો છો પણ હવે તમે રિલ્સ વિડિયો શૂટ કરીને પણ તેને સ્ટિકર તરીકે કમેંટ કરી શકો છો.

આ ફીચરને કારણે ઇન્સ્ટાગ્રામમાં ઈંગેજમેંટ પણ વધી જશે કારણ કે યુઝર કમેંટમાં રિલ્સ દ્વારા રિપ્લાઇ આપશે તો એમને વધારે સમય ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવો પડશે.

We love the communities that creators have built on Instagram. 😊❤️

That’s why we’re excited to launch Reels Visual Replies, a new feature to interact with your audience. You can now reply to comments with Reels and the comment will pop up as a sticker. pic.twitter.com/dA3qj1lAwE

— Instagram (@instagram) December 10, 2021


આ ફીચરમાં હજુ એક મૂંઝવણ રહેશે કે તમે રિલ્સ વિડિયો શૂટ કરીને ખાલી બીજા રિલ્સમાં જ કમેંટ કરી શકશો કે બધી જ પ્રકારની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તમને આ ફીચર જોવા મળશે?

આ ફીચર હાલ અમારી પાસે નથી આવ્યું, જો તમારી પાસે આવ્યું હોય તો જરૂર ટેસ્ટ કરીને જોજો કે બધી જ પ્રકારની પોસ્ટમાં તમે રિલ્સ દ્વારા કમેંટ કરી શકો છો કે ખાલી રિલ્સ વિડિયોની નીચે જ રિલ્સ દ્વારા કમેંટ કરી શકશો.

આશા છે કે આ માહિતી ઉપયોગી થઈ હશે.

આ પોસ્ટ પણ વાંચો :