
મિત્રો અત્યારે આપણે વોટ્સએપમાં જ્યારે વિડિયો કોલ કરીએ છીએ અને ત્યારે વિડિયો કોલ કરતી વખતે આપણે જો બીજી એપ્લિકેશન ખોલીએ ત્યારે આપણને વિડિયો કોલની સ્ક્રીન નથી દેખાતી મતલબ સામેવાળાનો ચહેરો તમને નથી દેખાતો.
પણ હવે વોટ્સએપ એક નવું ફીચર ટેસ્ટ કરી રહ્યું છે જેનું નામ Picture in Picture મોડ છે જેના દ્વારા તમે જો વિડિયો કોલ કરશો અને તેની સાથે જ બીજી કોઈ એપ્લિકેશન પણ ખોલશો ત્યારે તમને તમને એક નાની સ્ક્રીનમાં તે વિડિયો કોલની સ્ક્રીન દેખાશે.
આ ફીચર હાલમાં ટેસ્ટિંગ મોડમાં છે અને અમુક જ યુઝરને આ ફીચર મળ્યું છે પણ આવતા સમયમાં વધારે યુઝરને આ ફીચર મળી શકે છે.
વોટ્સએપ ટેસ્ટ કરી રહ્યું છે વિડિયો કોલ માટે પિક્ચર ઇન પિક્ચર મોડ
વિડિયો કોલની સાથે બીજું કઈ કામ કરશો તો નાની સ્ક્રીન વિડિયો કોલની દેખાશે. pic.twitter.com/tnmVm3Y1IO
— Techzword.com (@techzword) December 7, 2022
અમારી અન્ય પોસ્ટ:
- વોટ્સએપમાં પોલ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો?
- વોટ્સએપ ચેટને ટેલિગ્રામમાં કઈ રીતે ટ્રાન્સફર કરવું?
- વોટ્સએપમાં ફોટાની ક્વોલિટી ન ઘટે તેવી રીતે ફોટો કેવી રીતે મોકલવો?
- વોટ્સએપમાં હવે પોતાનું લાસ્ટ સીન કોને ન દેખાડવું એ નક્કી કરી શકશો…!!
- ટેલિગ્રામની મદદથી નંબર સેવ કર્યા વગર કોઈને વોટ્સએપ મેસેજ કેવી રીતે કરવો?