IDE નું ફુલ ફોર્મ શું છે?
IDE નું પૂરું નામ “ઇન્ટિગ્રેટેડ ડેવલોપમેંટ એનવાયરમેંટ (Integrated Development Environment)” છે.
IDE વિશે માહિતી
- IDE એટલે “ઇન્ટિગ્રેટેડ ડેવલોપમેંટ એનવાયરમેંટ“.
- IDE સોફ્ટવેર એપ્લિકેશન છે જે તમે કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરીને તેમાં પ્રોગ્રામિંગ કરી શકો છો એટલે કે સોફ્ટવેર બનાવવા માટે કોડ લખી શકો છો.
- કોઈ પણ સોફ્ટવેર કે વેબસાઇટ બનાવવા માટે પ્રોગ્રામિંગ અથવા અલગ-અલગ વેબ ડેવલોપમેંટ ભાષાઓમાં કોડ લખવાના હોય છે તો IDE કમ્પ્યુટરમાં એક પ્લૅટફૉર્મ આપે છે જેમાં કોડને ચલાવી શકાય છે અને તેનું પરિણામ (Output) જોઈ શકાય છે.
- IDE જે – તે પ્રોગ્રામિંગ ભાષાઓને સપોર્ટ કરતું હોય છે, ઘણા IDE કોઈ એક જ પ્રોગ્રામિંગ ભાષા માટે બન્યા હોય છે અને તેમાં આપણે તે જ ભાષાના કોડ લખીને Run કરી શકીએ છીએ.
- IDE માં ઘણા બધા ફીચર્સ હોય છે જેના દ્વારા એક પ્રોગ્રામરએ કોડ લખવામાં સહેલાઈ પડે છે અને તે ઝડપથી કોડિંગ કરી શકે છે.
- Maestro I દુનિયાનું સૌથી પહેલું IDE હતું જે 1970 ની આજુબાજુના વર્ષોમાં બનાવવામાં આવ્યું હતું.
- શરૂઆતમાં Maestro I IDE ખૂબ વધારે આગળ હતું પણ હાલના સમયમાં સૌથી વધારે VS Code અને Android Studio જેવા IDE વધારે લોકપ્રિય છે.
- ટૂંકમાં IDE વિશે જાણીએ તો આ એક એવું પ્લૅટફૉર્મ છે જે પ્રોગ્રામરને કોડિંગ કરવા માટે પૂરતું વાતાવરણ પૂરું પાડે છે.
મિત્રો આશા છે કે તમને IDE વિશે સરળ રીતે જાણવા મળ્યું હશે, આ માહિતી તમે તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: