શું છે Quora નું નવું પ્લૅટફૉર્મ “Poe”?

Quora એક સવાલ-જવાબનું પ્લૅટફૉર્મ છે જ્યાં લોકો સવાલ પૂછે છે અને તેના જવાબ પણ અન્ય લોકો આપે છે. Quora માં આપણે અત્યાર સુધી જોઈએ તો જે પણ સવાલ હતા તેના જવાબો આપણા જેવા વ્યક્તિઓ દ્વારા લખાય છે.

હવે Quora એ પોતાનું એક નવું પ્લૅટફૉર્મ રજૂ કર્યું છે જે એક AI ચેટબોટ છે જેનું નામ છે “Poe”.

Poe નું પૂરું નામ “Platform for Open Exploration” છે.

Quora Poe

શું છે Quora નું નવું પ્લૅટફૉર્મ “Poe”?

આ એક AI ચેટબોટ છે જેમાં તમે કોઈ પણ સવાલો પૂછશો તો આ ચેટબોટ તમને તેનો જવાબ તરત જ આપશે. જે રીતે ChatGPT છે તે રીતે આ Poe પણ છે જેની સાથે તમે વાર્તાલાપ પણ કરી શકો છો.

તમે કોઈ પણ સવાલ પૂછી શકો છો જેનો જવાબ આ ચેટબોટ પાસે હશે તો તમને જરૂર આપશે.

Poe માં તમને અલગ-અલગ બોટ મળશે જેમાં ChatGPT પણ હશે. આ અલગ-અલગ બોટ સાથે તમે ચેટિંગ કરી શકશો.

કેવી રીતે Poe નો ઉપયોગ કરી શકાશે?

હાલમાં આ પ્લૅટફૉર્મ iOS યુઝર માટે બીટા ટેસ્ટિંગ માટે ઉપલબ્ધ થયું છે અને Android માટે નથી આવ્યું. તમે poe.quora.com પર જઈને આ એપને ડાઉનલોડ કરી શકો છો.

શું આમાં કોઈ સમસ્યાઓ છે?

હાલમાં આ પ્લૅટફૉર્મ શરૂઆતી સ્તર પર છે જેના કારણે ઘણી ખામીઓ આમાં જોવા મળે છે. સૌથી મોટી ખામી એ છે કે કયારેક આ બોટ તમને ખોટી માહિતી પણ આપે છે.

આ જ ખામી તમને ChatGPT માં પણ જોવા મળે છે કે તે તમને ખોટી જાણકારી પણ આપે છે.

હાલમાં આપણે જોઈએ તો આ AI ચેટબોટની ચોકસાઈ સારી નથી, તમે યોગ્ય જાણકારી મેળવવા માટે ગૂગલનો ઉપયોગ કરી શકો છો.

બાકી તમે ટેસ્ટ માટે Poe નો ઉપયોગ કરી શકો છો.

આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થશે તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.

અમારી અન્ય પોસ્ટ: