શું ટેલિગ્રામને ક્લાઉડ સ્ટોરેજ પ્લૅટફૉર્મની જેમ ઉપયોગ કરી શકાય?

ટેલિગ્રામ (Telegram) એક ઇંસ્ટંટ મેસેંજિંગ સર્વિસ છે અને તેમાં તમે એક-બીજા વ્યક્તિને મેસેજ કરી શકો છો. શું તમારા મનમાં કોઈ દિવસ સવાલ આવ્યો કે આપણે ટેલિગ્રામને એક ક્લાઉડ સ્ટોરેજ પ્લૅટફૉર્મ તરીકે પણ ઉપયોગ કરી શકીએ છે.

જેવી રીતે ગૂગલ ડ્રાઇવ અને મીડિયાફાયર જેવા પ્લૅટફૉર્મ છે જ્યાં યુઝર પોતાના ડેટા અપલોડ કરીને સ્ટોર કરી શકે છે અને જ્યારે મન થાય ત્યારે કોઈ પણ ડિવાઇસમાંથી તે ડેટાને એક્સેસ કરી શકે છે.

આવી જ પ્રોસેસ ટેલિગ્રામ એપમાં પણ થઈ શકે છે અને આજે આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે શું ટેલિગ્રામને ક્લાઉડ સ્ટોરેજ પ્લૅટફૉર્મ તરીકે ઉપયોગ કરી શકાય? અને જો કરી શકાય તો કેવી રીતે ઉપયોગ કરવો એ જાણીશું.

શું ટેલિગ્રામને ગૂગલ ડ્રાઇવની જેમ ઉપયોગ કરી શકાય?

શું ટેલિગ્રામને ક્લાઉડ સ્ટોરેજ પ્લૅટફૉર્મની જેમ ઉપયોગ કરી શકાય?

હા, તમે ટેલિગ્રામને ગૂગલ ડ્રાઇવ અને મીડિયા ફાયર જેવા ક્લાઉડ સ્ટોરેજ પ્લૅટફૉર્મની જેમ પણ ઉપયોગ કરી શકો છો.

ટેલિગ્રામમાં તમને ફાઈલો અપલોડ કરવાની કોઈ પણ લિમિટ નથી મળતી અને ટેલિગ્રામ અત્યારે બધા જ ઓપરેટિંગ સિસ્ટમ પર ઉપલબ્ધ હોય છે.

ટેલિગ્રામને તમે એક વેબ બ્રાઉઝરમાં પણ ઉપયોગ કરી શકો છો. ટેલિગ્રામ અત્યારે મોટા ભાગની બધા જ પ્રકારની ફાઇલ સપોર્ટ કરે છે તેથી તમે તમારો કોઈ પણ ડેટા અપલોડ કરીને સ્ટોર કરી શકો છો અને કોઈ પણ ડિવાઇસમાંથી તેને એક્સેસ પણ કરી શકો છો.

ટેલિગ્રામને ક્લાઉડ સ્ટોરેજ પ્લૅટફૉર્મ તરીકે ઉપયોગ કેવી રીતે કરવો?

હવે તમે જાણી લીધું કે ટેલિગ્રામનો ઉપયોગ આપણે એક ક્લાઉડ સ્ટોરેજ પ્લૅટફૉર્મની જેમ કરી શકીએ છે તો ચાલો જાણીએ કે કેવી રીતે તેનો ઉપયોગ કરવો.

તમે ટેલિગ્રામ પર એક પ્રાઇવેટ ચેનલ કે ગ્રુપ બનાવી શકો છો અને તમારે જે પણ ડેટા સ્ટોર કરવો હોય તો તે બનાવેલી ચેનલ પર જઈને અપલોડ કરી શકો છો.

જો તમારે મ્યુઝિક અપલોડ કરવું હોય તો તે પણ કરી શકો છો અને તે મ્યુઝિક ક્યારે પણ તમે સાંભળી શકો છો. તમે તમારા અનલિમિટેડ ફોટા પણ અપલોડ કરી શકો છો અને જ્યારે જરૂર પડે તેમ તેને ડાઉનલોડ અથવા જોઈ શકો છો.

ટેલિગ્રામને તમે તમારા કમ્પ્યુટરમાં પણ ડાઉનલોડ કરી શકો છો જેથી જો તમારે મોબાઇલનો ડેટા કમ્પ્યુટરમાં લેવો હોય તો ટેલિગ્રામ પર તે ડેટા મોબાઇલથી અપલોડ કરી શકો છો અને તેને કમ્પ્યુટરના ટેલિગ્રામમાં ડાઉનલોડ કરી શકો છો.

આવી રીતે ફાઇલ પણ એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં તમે શેર કરી શકો છો. તો મિત્રો આવી રીતે તમે ટેલિગ્રામ એપને ક્લાઉડ સ્ટોરેજ પ્લૅટફૉર્મની જેમ જ ઉપયોગ કરી શકો છો.

આશા છે કે તમને આ પોસ્ટ પસંદ આવી હશે, તમારા મિત્રોને પણ આ માહિતી શેર કરજો જેથી તેઓ પણ ટેલિગ્રામ વિશે આ જાણકારી જાણી શકે.

અમારી અન્ય પોસ્ટ પણ જરૂર વાંચો:-