શું તમે યુટ્યુબ શોર્ટ્સ અને ઇન્સ્ટાગ્રામ રિલ્સ જેવા વિડિયો જોવો છો? જાણો કડવું સત્ય

આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવાના છે જેના પર વાત કરવું ઘણું જરૂરી છે. અત્યારે આપણે જોઈએ છીએ કે 30 થી 60 સેકન્ડના ઊભા (Vertical) વિડિયોનું પ્રચલન ખૂબ વધી ગયું છે.

એક રિપોર્ટ અનુસાર યુટ્યુબ પર દર મહિને 150 કરોડ જેટલા વપરાશકર્તા શોર્ટ્સ વિડિયો જોવે છે અને ટિક ટોક જેવા પ્લૅટફૉર્મમાં પણ પણ દર મહિને 100 કરોડથી વધારે વપરાશકર્તા છે. યુટ્યુબ પર દરરોજ 30 અબજથી વધારે Views શોર્ટ્સ વિડિયો પર આવે છે.

યુટ્યુબ શોર્ટ્સ અને ઇન્સ્ટાગ્રામ રિલ્સની કડવી સચ્ચાઈ

ટિક ટોકની અસર

ટિક ટોકની અસર

ઇન્સ્ટાગ્રામ જેવા પ્લૅટફૉર્મમાં પણ આવી જ હાલત છે કે તેમાં રિલ્સ વધારે જોવાય છે. આનું એક જ કારણ છે કે ટિક ટોક.

ભારતમાં તો ટિક ટોક પ્લૅટફૉર્મ પર પ્રતિબંધ છે પણ શું તમને ખબર છે કે આજે ટિક ટોક કેટલું લોકપ્રિય થઈ ગયું છે? પૂરા વિશ્વમાં Cloudflare ના રેન્ક મુજબ 2021માં ટિક ટોક સૌથી લોકપ્રિય પ્લૅટફૉર્મ હતું અને ગૂગલ ટિક ટોકની પાછળ હતું.

ટિક ટોકનો અલ્ગોરિધમ જ એવો છે કે જે વ્યક્તિ ટિક ટોક પર વિડિયો જોવા આવે તો વિડિયો સ્ક્રોલ કરતાં કરતાં કેટલાય કલાકો પસાર થઈ જાય છે.

હવે ટિક ટોક ચીન દેશનું પ્લૅટફૉર્મ છે અને ભારતમાં તેના પર પ્રતિબંધ છે, ટિક ટોક આટલું ઊંચું આવવા માંડ્યુ તેના કારણે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા બધા જ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મએ પોતાના પ્લૅટફૉર્મમાં ટિક ટોક જેવા જ વિડિયોનું ફીચર લાવી દીધું.

હવે આ 30 થી 60 સેકન્ડના વિડિયો એટલા આકર્ષિત છે કે તમે વાત જ ન પુછો, જો કોઈ નાનું બાળક આવા વિડિયોની ચપેટમાં આવી જાય તો તે મોબાઇલને છોડતો જ નથી, આ કારણે નાના બાળકોના જીવનમાં ઘણી મોટી અસર જોવા મળે છે.

30 થી 60 સેકન્ડના ટૂંકા વિડિયો કેવી રીતે નુકસાન કરે છે?

યૂટ્યૂબ શોર્ટ્સ અને ઇન્સ્ટાગ્રામ રિલ્સ આઈકન

જ્યારે આપણે કોઈ પણ આવા 30 થી 60 સેકન્ડના વિડિયો જોઈએ છીએ ત્યારે આપણે એક સાથે ઘણા બધા વિડિયો જોઈએ છે, જેમ કે 10 મિનિટમાં જ આપણે 10 કે તેનાથી વધારે વિડિયો જોઈએ છીએ, હવે તમે જ વિચારો કે શું આ 10 વિડિયો એક જ વિષય પર હશે?

ના, આ 10 વિડિયો એક જ વિષય પર હોય એવું શક્ય નથી. હવે વિચારો કે આ 10 વિડિયોમાંથી આપણે શું શીખ્યા અને શું આપણે પોતાના જીવનમાં ઉતારી શકીએ છીએ?

આપણે બસ આ 10 વિડિયોમાં જાણકારી જ લીધી હોય છે. હવે આપણે દરરોજ કેટલાય આવા ટૂંકા વિડિયો જોતાં હોઈએ છીએ તો આપણને આ બધા વિડિયોમાં શું હોય કે શું ન હતું તે યાદ જ નથી રહેતું અને આપણે આટલી બધી અલગ-અલગ વિષયોની જાણકારી પર ચિંતન નથી કરી શકતા.

આપણે બસ સ્ક્રોલ જ કરતાં જઈએ છીએ અને નવું નવું જોઈએ છીએ અને પછી ફરી નવું જોઈએ છીએ તેના લીધા પાછળનું બધુ જોયેલું ભૂલી જઈએ છીએ.

આને એવી જાણકારી કહેવાય છે જે આપણને કામ નથી લાગતી. ઘણા લોકોને લાગે છે કે તેઓ કઈક શીખે છે પણ તેઓ આવી રીતે સમયને પસાર કરે છે.

લાંબા વિડિયો વિશે વિચારો

લાંબા વિડિયો વિશે વિચારો

હવે આપણે વિચારીએ કે જ્યારે આપણે લાંબા વિડિયો જોઈએ છીએ ત્યારે આપણને એમાં એક જ વિષય પર વિચારવા માટે વધારે સમય મળે છે. આ કારણે આપણું દિમાગ સારી રીતે તે જાણકારીને સમજી શકે છે અને તેના પર સારું એક્શન લઈ શકે છે.

તમને લાંબા વિડિયોમાં જે વ્યક્તિ બોલે છે તેના વિચારોની ઊંડાણમાં જવા મળે છે પણ ટૂંકા વિડિયોમાં તમે માત્ર ઉતાવળમાં જાણકારીને દિમાગમાં એકઠી કરો છો અને પછી તેને ભૂલી જાવ છો.

એકાગ્રતા પર મોટી અસર

એકાગ્રતા પર મોટી અસર

જ્યારથી આપણે મોબાઇલમાં આવા ટૂંકા વિડિયો જોવામાં સમય પસાર કરીએ છીએ ત્યારે તમે પોતાનામાં જોયું હશે કે તમે એક જ કામ પર લાંબા સમય માટે એકાગ્ર રહી નથી શકતા. એવું કહેવાય છે માણસનું મગજ જે વસ્તુ પર એકાગ્ર રહે છે ત્યારે તે વસ્તુ વધે છે મતલબ તેના વિશે વધારે જાણવા મળે છે.

આપણે હવે ધ્યાનથી વાંચી પણ નથી શકતા, કલ્પના પણ નથી કરી શકતા. વાંચનથી આપણી કલ્પનાશક્તિ વધે છે અને આપણાં દિમાગની કસરત થાય છે પણ આપણે બસ આવા વિડિયો જોયા રાખીએ છીએ તેના લીધે આપણે કઈક ઊંડું વિચારી જ નથી શકતા.

શું તમને લાગે છે કે આજે દુનિયામાં જે પ્રભાવશાળી લોકો છે તો તેઓ આવા ટૂંકા વિડિયો જોતાં હોય? ના, તેઓ વાંચન કરતાં હોય અને એક જ વસ્તુ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતાં હોય અને આ કારણે તેઓ જે કામ કરે એમાં આગળ વધે છે.

યાદ રાખવાની શક્તિ

યાદ રાખવાની શક્તિ

આવા વિડિયો વારંવાર જોવાને કારણે આપણી યાદ રાખવાની શક્તિ પણ ઓછી થવા માંડી છે કારણ કે આપણે એક સાથે ઘણું અલગ-અલગ વિષયોની સામગ્રી આવા શોર્ટ વિડિયોમાં જોઈ લઈએ છીએ તેના કારણે આપણું દિમાગ તે જાણકારી પર ધ્યાન ન લગાવી શકવાને કારણે લાંબા સમય સુધી તેને યાદ નથી રાખી શકતું.

ધૈર્ય રાખવાની શક્તિમાં ઘટાડો

ધૈર્ય રાખવાની શક્તિમાં ઘટાડો

જ્યારે આપણે આવા વિડિયો જોઈએ છીએ ત્યારે આપણને દર 1 મિનિટમાં કઈકને કઈક જોવાની આદત પડી જાય છે આનાથી આપણે શાંતિથી બેસી નથી શકતા અને ધૈર્ય નથી રાખી શકતા.

સમસ્યાનું નિરાકરણ

શોર્ટ્સ કે રિલ્સ વિડિયોની લતને કાબૂમાં કેવી રીતે કરવું?

તો હવે વિચારીએ આ સમસ્યાનું નિરાકરણ શું હશે?

તમે 2 કારણોને આવા વિડિયો જોતાં હશો, 1. થોડા મનોરંજન માટે અને 2. તમને ખબર નથી કે તમારે જીવનમાં શું કરવું છે.

  1. જો તમે આવા વિડિયો માત્ર થોડા સમય માટે અથવા તમે જે કામ કરો છો અને તે કામ કર્યા બાદ આવા વિડિયો થોડા મનોરંજન માટે જોતાં હોવ તો તેમાં કોઈ સમસ્યા નથી. કોઈ પણ વસ્તુને તમારે માપમાં જ કરવી જોઈએ જેથી તમારા કામ પર પણ અને તમારા જીવન પર કોઈ ખરાબ અસર ન પડે.
  1. તમારે એવું કામ શોધવું પડશે જેને તમને કરવું ગમે છે, એ કામથી તમને સાચી ખુશી મળે છે. એવું કામ જેનાથી તમે ખુશ છો અને તે કામને કારણે બીજા લોકોને પણ ફાયદો થાય છે. તમારે બીજા કામમાં ધ્યાન લગાવીને કામ કરવું પડશે નહિતર તમને આ વિડિયોની લત લાંબા ગાળે ઘણી નુકસાન કરશે.
  1. તમારે કોઈ પુસ્તક કે ઇન્ટરનેટ પર સારા-સારા આર્ટીકલ વાંચવાની આદત પાડવી પડશે જેનાથી તમે કોઈ એક જ વસ્તુ પર વધારે ફોકસ કરી શકો. આનાથી તમારું દિમાગ એકાગ્ર રહી શકશે.
  1. તમારે ઘણી વખત ડિજિટલ ઉપવાસ પણ રાખવા જોઈએ, અઠવાડિયામાં એક દિવસ એવો રાખવો જોઈએ જેમાં તમારી પાસે મોબાઇલ, લેપટોપ એવું કઈ જ ન હોય. ડિજિટલ ઉપવાસમાં તમે બહાર ફરી શકો, પુસ્તકો વાંચી શકો અને અન્ય ઘણી સારી એક્ટિવિટી કરી શકો જેમ કે તમે ચેસ કે મોનોપોલી જેવી બોર્ડ ગેમ્સ પણ રમી શકો.
  1. તમારે દરરોજ 5 કે 10 મિનિટ ધ્યાન પણ કરવું જોઈએ જેથી ધીમે-ધીમે તમારી આ લત પર તમે કાબૂ મેળવી શકો.

આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થશે અને આપણે ટેક્નોલૉજીથી દૂર નથી થવાનું, આપણે ટેક્નોલૉજીને સાથે લઈને જ આગળ વધવાનું છે. બસ આપણે ટેક્નોલોજીના ગુલામ નથી બનવાનું.

તમે ટેક્નોલોજીનો ઉપયોગ કરો, ના કે ટેક્નોલોજી તમારો ઉપયોગ કરે.

અન્ય પોસ્ટ: