શું તમે સોશિયલ મીડિયા પર બ્લોક થઈ ગયા છો? શું બહાર નીકળવા માંગો છો? જાણો એક સચ્ચાઈ

શું તમે વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ જેવા પ્લૅટફૉર્મમાં બ્લોક થઈ ગયા છો? જાણી લો એક સચ્ચાઈ

આપણે વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે સ્નેપચેટ જેવા પ્લૅટફૉર્મનો ઉપયોગ સોશિયલ કનેક્ટિવિટી માટે કરીએ છીએ પણ ઘણી વખત અમુક કારણોને લીધે અમુક લોકો આપણને બ્લોક કરી દે છે.

જેમ કે તમારા મિત્રએ તમને વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામમાં બ્લોક કરી દીધો છે અને તમે હવે એમની સાથે કનેક્ટ નથી થઈ શકતા.

ઘણા મિત્રો પોતે બ્લોક થવાને કારણે આ ઘટનાને એક સમસ્યા સમજી બેસે છે પણ હું તમને જણાવી દઉં કે આ કોઈ સમસ્યા નથી, આ એક ફીચર છે અને તેના કારણે જ તમે બ્લોક થયા છો.

જેમ કે જો સામે વાળા વ્યક્તિએ તમને વોટ્સએપમાં બ્લોક કર્યા છે તો તેનું કારણ હશે, કદાચ તમે વગર કામના મેસેજો કરીને સામેવાળાને હેરાન કરતાં હોવ અથવા એ વ્યક્તિ ખુદ નથી ઇચ્છતા કે તમે એમને મેસેજ કરો.

તો વોટ્સએપએ બધા જ યુઝરને પ્રાઈવસી અને સિક્યોરિટી માટે ફીચર આપ્યું છે કે જો તમને કોઈ પ્લૅટફૉર્મ પર હેરાન કરે તો તમે એ એકાઉન્ટને બ્લોક કરી શકો છો.

હવે આમાં સમસ્યા એ છે કે ઘણા મિત્રો કોઈ કારણસર એમના મિત્રો દ્વારા બ્લોક થઈ જાય છે અને તેઓ ઇન્ટરનેટ પર સોલ્યુશન શોધે છે કે તેઓ તેમનો નંબર બ્લોકમાંથી કેવી રીતે કાઢી શકે અથવા તેઓ બ્લોકમાંથી કઈ રીતે નીકળી શકે.

હવે મારો સવાલ એ છે કે જો સામેવાળો ઇચ્છતો નથી કે તમે એમને મેસેજ કરો તો તમે કેમ તેમને મેસેજ કરવા ઈચ્છો છો? કેમ પોતાને બ્લોકમાંથી કાઢવાનો પ્રયત્ન કરો છો? એક વખત તમે બ્લોક થયા તો હવે સામેવાળાની ઈચ્છા છે કે ક્યારે તમે એમને મેસેજ કરો, ના કી તમારી ઈચ્છા કે તમે એમને મેસેજ કરીને ફરી હેરાન કરો.

આ કોઈ સમસ્યા નથી પણ ઘણા મિત્રો આ ફીચરને એક સમસ્યા માને છે પણ હું તમને જણાવી દઉં કે આ એક હક છે કે સોશિયલ મીડિયા પર કોઈ તમને વગર કામના મેસેજ કરે તો તેમને તમે બ્લોક કરો.

હવે આશા છે કે તમારા વિચારોમાં થોડો બદલાવ આવ્યો હશે, તો હવે આનું સોલ્યુશન શું થઈ શકે?

જો હું તમને સાચો રસ્તો જણાવું તો તમે જે કારણસર બ્લોક થયા હોવ એ કારણ શોધો અને તમે એ વ્યક્તિને રૂબરૂ મળીને પણ માફી માંગી શકો છો અથવા તેમનું ઈમેલ આઈડી તમને ખબર હોય તો તમે એમને એક સારો ઈમેલ લખીને માફી માંગો અને આમાં સંભાવના વધી જશે કે સામેવાળો ફરી તમને અનબ્લોક કરી દેશે.

પણ જો તમે જબરદસ્તી રીતે બ્લોકમાંથી નીકળવા જશો અને તેમને મેસેજ કરશો તો આ એક સારી રીત નથી.

ઇન્સ્ટાગ્રામની હું વાત કરું તો ઇન્સ્ટાગ્રામમાં કોઈ પણ વ્યક્તિને બ્લોક કરવા માટે ખૂબ જ મજબૂત ફીચર છે. તમે ઇન્સ્ટાગ્રામ કોઈને બ્લોક કરો તો એ વ્યક્તિ જો નવું એકાઉન્ટ બનાવશે તો પણ તમને મેસેજ નહીં કરી શકે અને એ બ્લોક કરવાવાળા પર આધારિત છે કે એ વ્યક્તિ કેવી રીતે તે એકાઉન્ટને બ્લોક કરે છે.

તો મિત્રો આ હતી એક સચ્ચાઈ કે જો તમે બ્લોક છો તો તમારે જાણવી જોઈએ. તમારે કામ વગરના મેસેજો કરીને બીજાને હેરાન ન કરવા જોઈએ અને જો તમે બ્લોક થઈ ગયા છો તો તમારે સ્વીકારવું જોઈએ કે તમારી કોઈ ભૂલ હશે તેના કારણે જ તમે બ્લોક થઈ ગયા છો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: