શું 24 કલાક મોબાઇલમાં ઇન્ટરનેટ ચાલુ રાખવાથી મોબાઇલને કોઈ અસર થશે?

મિત્રો ઇન્ટરનેટ ડેટા વગર આપણો મોબાઇલ હવે અધૂરો છે કારણ કે જો આપણાં મોબાઇલમાં ઇન્ટરનેટ ડેટા અથવા ઇન્ટરનેટ કનેક્શન નહીં હોય તો આપણને મોબાઇલનો ઉપયોગ કરવાનો પણ કંટાળો આવે છે તેને કારણે હવે મોટા ભાગના મોબાઇલમાં ઇન્ટરનેટ કનેક્શન જોવા મળે છે.

મોબાઇલમાં ઇન્ટરનેટ ડેટા ચાલુ કરવા બધાનું ઉદેશ્ય અલગ-અલગ હોય છે જેમ કે કોઈ વિધ્યાર્થી હોય તો તેનું ઉદેશ્ય ઇન્ટરનેટના માધ્યમથી કઈક નવું શીખવાનું કે ભણવાનું હોય છે. કોઈ બીજું વ્યક્તિ હોય તો તેનું ઉદેશ્ય મનોરંજન કે કોઈ અલગ પણ કામ હોય શકે છે.

શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે જો આપણે પોતાના મોબાઇલમાં 24 કલાક ઇન્ટરનેટ ડેટા ચાલુ રાખીએ તો આપણાં મોબાઇલને શું અસર થશે? તો ચાલો આજે આપણે આ વિષય પર જ વાત કરીશું.

શું 24 કલાક મોબાઇલમાં ઇન્ટરનેટ ચાલુ રાખવાથી મોબાઇલને કોઈ અસર થશે?

જો મોબાઇલમાં 24 કલાક ઇન્ટરનેટ ચાલુ રાખીએ તો શું અસર થશે?

જો મિત્રો તમે મોબાઇલમાં ઇન્ટરનેટ ડેટા 24 કલાક માટે ચાલુ રાખો છો તો સૌથી વધારે પ્રોબ્લેમ તે વ્યક્તિને થાય છે જેની પાસે ઓછું ઇન્ટરનેટ કનેક્શન છે કારણ કે જો કોઈ વ્યક્તિને દિવસનું 1 GB કે 1.5 GB ઇન્ટરનેટ ડેટા મળતું હોય તો દિવસના અંતે તેનો આ ડેટા પૂરો થઈ જાય છે.

જ્યારે ઇન્ટરનેટ ડેટાને આપણે ચાલુ રાખીએ છીએ તો જે એપ બૅકગ્રાઉન્ડમાં ચાલતી હોય છે તે પણ તમારા ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરવા માંડે છે તેને લીધે તે એપ ધીમે-ધીમે તમારા ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરે છે અને તેને લીધે તમારું ઇન્ટરનેટ ડેટા ઓછું હોવાથી દિવસના અંતે તે જલ્દી પૂરું થઈ જાય છે.

બીજી રીતે વિચારીએ તો જેની પાસે ઇન્ટરનેટ ડેટા તો વધારે છે પણ જો તેના મોબાઇલમાં ઇન્ટરનેટ ડેટા 24 કલાક ચાલુ રહે તો તેમાં બેટરી જલ્દી ખતમ થઈ જવાની શક્યતા રહે છે કારણ કે જે એપ બૅકગ્રાઉંડમાં કામ કરે છે તે કામ કરવા માટે ઘણા રિસોર્સનો ઉપયોગ કરે છે અને તેને લીધે બેટરી જલ્દી પૂરી થવા માંડે છે.

જો તમને ફોનની નોટિફિકેશન નથી ગમતી તો ઇન્ટરનેટ ચાલુ રાખવું તમારા માટે ઘણી સમસ્યા ઊભી કરી શકે છે કારણ કે જ્યારે તમે ઇન્ટરનેટ ડેટા 24 કલાક ચાલુ રાખશો તો તમારા ફોનમાં વોટ્સએપ, ફેસબુક, યૂટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ જેવી વગેરે એપ્લિકેશનની નોટિફિકેશન ઘડીએ ઘડીએ આવવા માંડશે તેને લીધે તમને ઘડીએ-ઘડીએ મોબાઇલ ચેક કરવાની આદત પડી જાય છે.

જ્યારે તમે ઘડીએ-ઘડીએ મોબાઇલ ચેક કરો છો તો તમારી એકાગ્રતા શક્તિ પણ ઓછી થાય છે, આવી રીતે ઇન્ટરનેટ ડેટા કાયમ ચાલુ રાખવાથી નોટિફિકેશન તમને હેરાન કરે છે.

જ્યારે આપણે મોબાઇલને ચાર્જિંગમાં મૂકીએ અને ત્યારે પણ ઇન્ટરનેટ ડેટા ચાલુ હોય તો મોબાઇલ ચાર્જ ધીમો થવા માંડે છે કારણ કે એક બાજુ તમે મોબાઇલની બેટરીને પાવર આપો છો અને બીજી બાજુ તમારા ફોનમાં ઇન્ટરનેટ ડેટા ચાલુ હોવાથી તે પાવરનો વપરાશ ચાલુ રહે છે તેને લીધે ચાર્જર પર લોડ પડવા માંડે છે.

આ કારણને લીધે મોબાઇલમાં ચાર્જિંગ ધીમું પણ થવા માંડે છે તેને લીધે તમે મોબાઇલ ચાર્જિંગ કરવા માટે એરોપ્લેન મોડનો જરૂર ઉપયોગ કરો અને મોબાઇલ સ્વિચ ઓફ પણ કરી શકો છો.

હવે માનસિક રીતે પણ આ નુકસાન કરે છે. તમને તો ખબર જ હશે કે મોબાઇલ રેડીએશન કેવી રીતે તમને નુકસાન કરતું રહે છે અને જ્યારે તમે કાયમ પૂરા સમય માટે ઇન્ટરનેટ ડેટા ચાલુ રાખો તો મોબાઇલ રેડીએશન વધવાથી તમને ઘણી તકલીફ થવા માંડે છે.

ઇન્ટરનેટ ડેટા ચાલુ હોવાથી રેડિયો ફ્રીક્વેંસી વધતી હોય છે તેને લીધે આપણાં સ્વાસ્થ્ય પર પણ અસર પડતી હોય છે.

હવે આપણે ટૂંકમાં વાત કરીએ તો તમારી મોબાઇલની બેટરી જલ્દી ખતમ થાય છે, નોટિફિકેશનથી તમે હેરાન થઈ જાવ છો પણ તમે નોટિફિકેશનને બંધ પણ કરી શકો છો, ઇન્ટરનેટ ડેટા જલ્દી પૂરો થાય છે, મોબાઇલ રેડીએશનને લીધે આપણાં સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે.

આવા ઘણા કારણોને લીધે તમારે પોતાનું ઇન્ટરનેટ ડેટા જરૂર સમયએ જ ચાલુ રાખવું જોઈએ. મને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે અને આ માહિતી તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો જેથી તેઓ પણ આના વિશે વધારે જાણી શકે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-