સફારી બ્રાઉઝર વિશે જાણવા જેવી વાતો

મિત્રો ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ અને માઇક્રોસોફ્ટ એજની જેમ સફારી પણ એક વેબ બ્રાઉઝર છે જેના દ્વારા તમે ઇન્ટરનેટની અલગ – અલગ વેબસાઇટને ખોલીને જોઈ શકો છો,

અહી રસપ્રદ વાત એ છે કે આ બ્રાઉઝર એપલ કંપનીનું છે, આજે તમને આ સફારી (Safari) વેબ બ્રાઉઝર વિશે જાણવા જેવી માહિતી જાણવા મળશે.

સફારી બ્રાઉઝર વિશે રસપ્રદ જાણકારી

સફારી બ્રાઉઝર વિશે રસપ્રદ જાણકારી

  • સફારી (Safari) એક વેબ બ્રાઉઝર છે જે ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ અને માઇક્રોસોફ્ટ એજની જેમ કામ કરે છે, પણ સફારી બ્રાઉઝર તમને આઇફોન, આઇપેડ અને મેક ઓપરેટિંગ સિસ્ટમમાં જોવા મળશે કારણ કે આ બ્રાઉઝર એપલ કંપની દ્વારા 2003માં બનાવવામાં આવ્યું હતું અને આ કારણે બ્રાઉઝર તમને એપલના ડિવાઇસમાં જોવા મળશે.
  • શું તમને ખબર છે કે સફારી બ્રાઉઝર પહેલા 2007 થી 2012 સુધી Windows ઓપરેટિંગ સિસ્ટમમાં પણ ઉપયોગ કરી શકાતું હતું.
  • સૌથી વધારે સફારી બ્રાઉઝર આઇપેડ અને આઇફોનમાં ઉપયોગમાં લેવાય છે અને પૂરા મોબાઇલ બ્રાઉઝરના વપરાશમાં 54% જેટલો માર્કેટશેર સફારી બ્રાઉઝરનો અમેરીકામાં છે.
  • શું તમે જાણો છો કે સફારી એવું પહેલું વેબ બ્રાઉઝર હતું જે HTML 5 સ્ટાન્ડર્ડને સપોર્ટ કરતું હતું,
  • સફારી બ્રાઉઝરમાં એક એવું પણ ફીચર છે જેના દ્વારા તમે પોતાના આઇફોન અથવા આઇપેડમાં જેટલા બ્રાઉઝર ટેબ ખોલ્યા હશે તેની લિસ્ટ તમને પોતાના મેકબૂકમાં પણ દેખાશે, આનાથી તમે પોતાના આઇફોનમાં જોયેલા વેબસાઇટને તરત મેકબૂકમાં જોઈ શકશો, આ ફીચર બંને ડિવાઇસમાં એક સરખા iCloud એકાઉન્ટને લીધે શક્ય બને છે.
  • શું તમને ખબર છે કે જેમ તમને ગૂગલ ક્રોમ કે ફાયરફોક્સ બ્રાઉઝરમાં કોઈ પણ ખોલેલી વેબસાઇટના ફેવિકોન આઈકન ટેબમાં જોવા મળે છે તેવી રીતે તમને આ આઇકન સફારી બ્રાઉઝરમાં જોવા નથી મળતા.
  • iOS અને Mac માં આ સફારી બ્રાઉઝર એક ડિફોલ્ટ બ્રાઉઝર તરીકે હોય છે.

મિત્રો આશા છે કે તમને આજે સફારી બ્રાઉઝર વિશે કઈક નવું જાણવા મળ્યું હશે, તમારા મિત્રોને પણ આ જાણકારી તમે મોકલી શકો છો,

તમારો ખૂબ આભાર, અમે મળીશું એક નવી પોસ્ટમાં, ત્યાં સુધી તમે અમારી અન્ય પોસ્ટ પણ નીચેથી વાંચો: