સર્ચ એન્જિન (Search Engine) ને ગુજરાતી ભાષામાં “શોધ એન્જિન” પણ કહેવાય છે અને જો આ સર્ચ એન્જિન ન હોય તો કમ્પ્યુટર સિસ્ટમમાં કોઈ પણ વસ્તુ શોધવી મુશ્કેલ બની જાય છે. સર્ચ એન્જિનને કારણે આપણું જીવન ખૂબ જ સરળ થઈ ગયું છે.
આજે આપણે સર્ચ એન્જિન વિશે જાણીશું કે આ સર્ચ એન્જિન શું હોય છે? સર્ચ એન્જિનના પ્રકાર, તે કેટલું જરૂરી છે તેવી વગેરે જાણકારી જાણીશું.
સર્ચ એન્જિન એટલે શું?
સર્ચ એન્જિન એક પ્રકારનો એવો પ્રોગ્રામ છે જે તમને તમારી ઈનપુટ કરેલી માહિતીને લગતી વધારે માહિતી તમારા કે બીજાના કમ્પ્યુટર સિસ્ટમમાથી શોધીને આપે છે. સર્ચ એન્જિન એક પ્રકારનું એવું ટૂલ છે જેમાં તમે કોઈ પણ શબ્દ લખો તો તે તેના સિસ્ટમમાથી તે શબ્દને લગતી માહિતી અથવા અલગ-અલગ પ્રકારની સામગ્રી આપે છે.
અત્યારે સૌથી લોકપ્રિય સર્ચ એંજિનનું પ્રકાર વેબ સર્ચ એન્જિન છે જેનો ઉપયોગ આપણે ઇન્ટરનેટ દ્વારા કરીએ છીએ. સર્ચ એંજિનના ઘણા પ્રકાર છે અને તે પ્રકારમાથી વેબ સર્ચ એન્જિન પણ એક પ્રકાર છે.
વેબ સર્ચ એંજિનમાં વાત કરીએ તો સૌથી લોકપ્રિય સર્ચ એંજિનનું નામ “ગૂગલ” છે. ગૂગલ એક વેબ સર્ચ એન્જિન છે જે તમને WWW (વર્લ્ડ વાઈડ વેબ) પરથી સામગ્રી શોધીને આપે છે. વેબ સર્ચ એંજિનમાં માઇક્રોસોફ્ટનું બિંગ સર્ચ એન્જિન પણ આવે છે.
સર્ચ એન્જિન આપણાં કમ્પ્યુટર સિસ્ટમમાં પણ આવે છે જેને ડેસ્કટોપ સર્ચ એન્જિન કહેવાય છે. આ ડેસ્કટોપ સર્ચ એન્જિન આપણને આપણાં કમ્પ્યુટર સિસ્ટમમાથી અલગ-અલગ ફાઇલ, ફોલ્ડર, વિડિયો, મ્યુઝિક જેવી વગેરે વસ્તુઓ શોધીને આપે છે અને તે શોધવા માટે આપણે તે ફાઇલનું નામ લખવું પડે છે.
સર્ચ એંજિનનું મુખ્ય કામ આપણે જે પણ શબ્દ તેમાં લખીએ તો તે શબ્દને લગતી જે પણ સામગ્રી હોય તો તેના સિસ્ટમમાથી આપણને શોધીને આપે છે.
ઘણા સર્ચ એન્જિન એવા હોય છે જેમાં વસ્તુઓ શોધવા માટે આપણે તેનું ચોક્કસ નામ લખવું પડે છે અને ઘણા સર્ચ એન્જિન એવા હોય છે જેમાં આપણે કોઈ ખોટો શબ્દ લખીએ તો પણ તે આપણને જોઈતી સામગ્રી આપે છે.
સર્ચ એન્જિન કેવી રીતે કામ કરે છે?
એક ગૂગલ જેવા વેબ સર્ચ એંજિનની વાત કરીએ તો આ સર્ચ એન્જિન સૌપ્રથમ ઇન્ટરનેટ પર જેટલા પણ વેબસાઇટ કે વેબપેજ હોય તેને શોધે છે.
જો સર્ચ એંજિનને એક વેબપેજ મળી જાય અને જો તે વેબપેજ બીજા વેબપેજ સાથે 🔗 લિન્ક હોય તો સર્ચ એંજિનના “બોટ” તે બીજા વેબપેજને પણ ક્રોલ (Crawl) કરી લે છે.
Crawl એટલે શોધવું, સર્ચ એન્જિન આવી રીતે વેબપેજને શોધે છે, વેબપેજ એક-બીજા સાથે 🔗 લિન્ક હોય તો એક-પછી એક તેવી રીતે ખૂબ જ બધા વેબપેજ સર્ચ એંજિનને ક્રોલ કરવા મળી જાય છે.
ગૂગલ અને બિંગ જેવા સર્ચ એંજિનએ નવા વેબપેજને શોધવા માટે પોતાના ટૂલ પણ બનાવ્યા હોય છે જેને “ગૂગલ સર્ચ કન્સોલ” અને “બિંગ વેબમાસ્ટર ટૂલ” કહેવાય છે, જો કોઈ વ્યક્તિ પોતાની નવી વેબસાઇટ બનાવે તો તે વ્યક્તિ “ગૂગલ સર્ચ કન્સોલ” અને “બિંગ વેબમાસ્ટર ટૂલ” દ્વારા પોતાની વેબસાઇટ આ સર્ચ એંજિનમાં સબમિટ કરાવી શકે છે.
આનાથી તે સર્ચ એંજિનના બોટ તમારી વેબસાઇટ પર આવશે અને તેને Index કરી લેશે, એટલે કે તે સર્ચ એન્જિન બધા વેબપેજને ક્રોલ કરીને પોતાની સૂચિમાં ઉમેરી દેશે.
હવે સર્ચ એંજિનએ જેટલા પણ વેબપેજને ઇંડેક્સ કર્યા હશે તો હવે જ્યારે કોઈ યુઝર તે સર્ચ એંજિનમાં કોઈ પણ વસ્તુ સર્ચ કરશે તો તે સર્ચ એન્જિન યુઝરની જરૂરિયાત અને પોતાના માપદંડ મુજબ પરિણામ બતાવશે જેમાં જે વેબપેજ સારું હશે તેને ઉપર બતાવશે.
સર્ચ એંજિનમાં કયું પરિણામ ઉપર અને કયું પરિણામ નીચે દેખાય તે તેના માપદંડ ઉપર આધારિત હોય છે.
ટૂંકમાં વાત કરીએ તો સર્ચ એન્જિન 1) Crawl, 2) Index, 3) Rank આધારિત કામ કરતાં હોય છે.
- પહેલા વેબપેજને શોધે છે.
- પછી તે વેબપેજને પોતાની સૂચિમાં ઉમેરે છે.
- પછી યુઝરની જરૂરિયાત મુજબ અને જે-તે વેબપેજની ક્વોલિટી મુજબ તેને સર્ચ પરિણામમાં રેન્ક કરે છે.
આવી રીતે એક સર્ચ એન્જિનકામ કરે છે.
સર્ચ એંજિનના પ્રકાર
- Audio search engine
- Bibliographic database
- Desktop search
- Enterprise search
- Federated search
- Full text search
- Human search engine
- Incremental search
- Image search
- Instant answer
- Medical literature retrieval
- Metasearch engine
- Multisearch
- Search aggregator
- Semantic search
- Selection-based search
- Vertical search
- Voice search
- Video search engine
- Web seearch engine
સર્ચ એંજિનના નામ
- ગૂગલ સર્ચ (Google – www.google.com)
- માઇક્રોસોફ્ટ બિંગ (Bing – www.bing.com)
- યાહૂ (Yahoo – www.yahoo.com)
- બાઈડુ (Baidu – www.baidu.com)
- આસ્ક (Ask – www.ask.com)
- અમેરિકા ઓનલાઇન (AOL – search.aol.com)
- ડકડકગો (Duckduckgo – duckduckgo.com)
- વોલફ્રામઆલ્ફા (WolframAlpha – www.wolframalpha.com)
- યાંડેક્સ (Yandex – yandex.com)
- ડોગપાઇલ (Dogpile – www.dogpile.com)
આ પણ જોવો:- ટોપ 10 સર્ચ એન્જીન લિસ્ટ અને તેની બેઝિક જાણકારી
સર્ચ એંજિનના ઉપયોગ
- વેબપેજ શોધવા માટે
- મ્યુઝિક શોધવા માટે
- વિડિયો શોધવા માટે
- નકશા શોધવા માટે
- ફોટા શોધવા માટે
- ઓનલાઇન બિલ ભરવાની વેબસાઇટ શોધવા માટે
- પોતાની સમસ્યા દૂર કરવા માટે
- નોકરી શોધવા માટે
- પોતાની આજુબાજુની દુકાન વિશે જાણવા માટે
- ધંધા વિશે જાણવા માટે
- ઓનલાઇન શોપિંગ કરવા માટે
- કોઈ પ્રોડક્ટની જાણકારી લેવા માટે
- નવું કૌશલ્ય શીખવા માટે
- સમાચાર જાણવા માટે
આવી ઘણી બધુ વસ્તુઓ ઇન્ટરનેટ પર શોધવા માટે સર્ચ એંજિનનો ઉપયોગ થાય છે.
આજના સમયમાં સર્ચ એન્જિન કેમ જરૂરી છે?
સર્ચ એન્જિન ના હોત તો આપણે કોઈ વસ્તુ જાણવા માટે ડાઇરેક્ટ વેબસાઇટને જ યાદ કરવી પડતી હોત, ઘણા લોકો વેબસાઇટની લિસ્ટ પણ વેંચતા હોત.
આપણું જીવન ઇન્ટરનેટ પર ઘણું મુશ્કેલ હોત જો સર્ચ એન્જિનના હોત તો, તેના લીધે અત્યારના સમયમાં સર્ચ એન્જિન ખૂબ જ જરૂરી છે.
આશા છે કે તમને આ સર્ચ એન્જિન વિશેની પોસ્ટ પસંદ આવી હશે, તમારું મનપસંદ સર્ચ એન્જિન કયું છે? એ જરૂર નીચે કમેંટમાં જણાવજો અને તમારા મિત્રો સાથે પણ આ માહિતી શેર કરજો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-