કોઈ દિવસ તમે ઓનલાઇન કામ માટે સરકારી ઓફિસમાં ગયા હોવ અને ત્યાં ખૂબ મોટી લાઇન લાગેલી હોય, જ્યારે તમારો નંબર આવે ત્યારે તમને એવું કહેવામા આવે કે સર્વર ડાઉન થઈ ગયું છે તો તમને કેવું લાગશે?
સર્વર (Server in Gujarati) નામ સાંભળીને તમારા મગજમાં કઈક કમ્પ્યુટર (Computer) જેવુ ચિત્ર આવતું હશે. તમારી વાત સાચી છે કે સર્વર એક પ્રકારનું કમ્પ્યુટર જ છે. આજે આપણે સર્વર વિશે વાત કરવાના છીએ. આજની પોસ્ટમાં આપણે જાણીશું કે સર્વર એટલે શું હોય છે?(What is Server in Gujarati?)
સર્વર એટલે શું? – What is Server in Gujarati?
સર્વર એક પ્રકારનું કમ્પ્યુટર પ્રોગ્રામ છે જેમાં એક કમ્પ્યુટર સાથે બીજા ઘણા કમ્પ્યુટર જોડાયેલા હોય છે અને એક કમ્પ્યુટર બીજા જોડાયેલા કમ્પ્યુટરને ડેટા શેર કરવાનું કામ કરે છે. જે મેન કમ્પ્યુટર હોય છે તેને સર્વર કહેવાય છે અને બીજા તે સર્વર સાથે જોડાયેલા કમ્પ્યુટરને ક્લાઈન્ટ કમ્પ્યુટર કહેવાય છે.
સર્વર એક પ્રકારનું કમ્પ્યુટર પ્રોગ્રામ જ હોય છે. જેમાં એક થી વધારે કમ્પ્યુટર જોડાયેલા હોય છે. સર્વરનું કામ બીજા કમ્પ્યુટર અને બીજા ડિવાઇસ સાથે ડેટા શેર કરવાનું હોય છે. સર્વરની પોતાની લિમિટ હોય છે અને તે લિમિટ પ્રમાણે જ એક સર્વર સાથે અન્ય કમ્પ્યુટર કે અન્ય ડિવાઇસ જોડાઈ શકે છે.
તમારા ઘરમાં એક કમ્પ્યુટર છે અને તેને તમે એક સર્વર કમ્પ્યુટર બનાવી દીધું છે. હવે તમારા ઘરમાં જેટલા પણ અન્ય ડિવાઇસ છે જેમ કે મોબાઇલ, કમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ. તમે આ બધા જ ડિવાઇસને તમારા ઘરના સર્વર કમ્પ્યુટર સાથે કનેક્ટ કરી દો તો તમે સર્વર કમ્પ્યુટરમાં રહેલા જેટલા પણ ડેટા છે તેને તમે Access કરી શકશો.
સર્વર એક પ્રકારનું કમ્પ્યુટર છે જે બીજા કમ્પ્યુટરને જોડવાનું કામ કરે છે. ઇન્ટરનેટ પર તમે જેટલી પણ વેબસાઇટ કે એપ્લિકેશન જોવો છો, તે એક સર્વર સાથે જોડાયેલા હોય છે.
તમે ગૂગલ, વ્હોટસેપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવી અનેક એપ વાપરતા હશો. આ બધી જ એપ એક પોતાના અલગ-અલગ સર્વર સાથે જોડાયેલ હોય છે.
આ પણ વાંચો:- ડેકસ્ટોપ સાઇટ એટલે શું? જાણવા માટે વાંચો
ઉદાહરણ 1:-
તમને બધાને ખબર છે કે સર્વર એક-બીજા કમ્પ્યુટરને જોડે છે. હવે આપણે વ્હોટસેપના ઉદાહરણથી સમજીએ.
આજે તમે વ્હોટસેપ દ્વારા એક બીજા સાથે જોડાયેલા હશો. તમે થોડા બટન દબાવતા જ વ્હોટસેપની મદદથી બીજાને મેસેજ કરી શકો છો.
તમારું વ્હોટસેપ તે પોતાના સર્વર સાથે કનેક્ટ છે. તમે બધા જ વ્હોટસેપના સર્વર સાથે જોડાયેલા છો.
જ્યારે તમે કોઈને મેસેજ કરો ત્યારે તે મેસેજ વ્હોટસેપના સર્વરમાથી પસાર થઈને બીજા વ્યક્તિ સાથે પહોચે છે.
હવે વ્હોટસેપ એક માધ્યમ થઈ ગયું જે તમને પોતાના સર્વરથી જોડે છે. વ્હોટસેપના સર્વર દ્વારા જ તમે એક-બીજા સાથે જોડાયેલા છો અને તમારો મોબાઇલ પણ એક પ્રકારનું કમ્પ્યુટર છે. આવી રીતે સર્વર તમને એક-બીજા સાથે વાત-ચિત કરવામાં મદદ કરે છે.
આ પણ વાંચો:- સોફ્ટવેર એટલે શું? – સોફ્ટવેરના પ્રકાર
ઉદાહરણ 2:-
હવે આપણે યૂટ્યૂબના ઉદાહરણ દ્વારા સમજીએ.
બધી એપ્લિકેશન પોતાના સર્વર સાથે જોડાયેલ હોય છે અને તે એપના બધા જ ડેટા તે સર્વરમાં સ્ટોર હોય છે.
યૂટ્યૂબ પણ પોતાના સર્વર સાથે જોડાયેલુ છે અને તેના બધા જ વિડિયો તેના સર્વરમાં સ્ટોર કરેલા હોય છે.
જ્યારે આપણે યૂટ્યૂબની એપ ખોલીએ છે અને કઈક વિડિયો શોધીએ છે ત્યારે આપણું મોબાઇલ યૂટ્યૂબના સર્વરને વિનંતી કરે છે કે મને આ વિડિયો આપો.
તમે યૂટ્યૂબના સર્ચ બટનમાં વિડિયોનું નામ લખ્યું હશે અને તેવી રીતે તમને યૂટ્યૂબ તે નામના આધારે વિડિયોની લિસ્ટ તેના સર્વરમાથી કાઢીને આપશે. હવે તમે તેના સર્વર દ્વારા તે વિડિયો પોતાના કમ્પ્યુટર કે મોબાઇલમાં જોઈ શકો છો.
આવી રીતે સર્વર કામ કરતું હોય છે.
મને આશા છે કે તમને સર્વર એટલે શું?(Server in Gujarati) એના વિશે થોડી માહિતી મળી હશે. તમને સર્વર વિશે જરૂર ખબર પડી હશે.
તમારો કોઈ સવાલ હોય તો નીચે જરૂર જણાવજો જેથી અમે તમારી મદદ કરી શકીએ.
અમારી અન્ય પોસ્ટ જરૂર વાંચો:-