સાઇક્લિક રીડન્ડન્સી ચેક શું છે? | CRC વિશે માહિતી!

સાઇક્લિક રીડન્ડન્સી ચેક શું છે?

સાઇક્લિક રીડન્ડન્સી ચેક શું છે? – What is Cyclic Redundancy Check?

સાઇક્લિક રીડન્ડન્સી ચેક (Cyclic Redundancy Check) જેને આપણે ટૂંકમાં CRC પણ કહીએ છીએ.

CRC ને ભૂલ શોધવા વાળો કોડ પણ કહેવામાં આવે છે.

આ એક એવી રીત છે જેના દ્વારા ડિજિટલ ડેટામાં ભૂલોને તપાસીને સુધારવામાં આવે છે. ડિજિટલ નેટવર્ક અને સ્ટોરેજ ડિવાઇસના ડેટામાં કોઈ સમસ્યાઓ આવતી હોય તો CRC કોડ દ્વારા તેને શોધી શકાય છે.

CRC ને અલગ-અલગ ટેક્નોલોજીમાં ઉપયોગ કરવામાં આવે છે.

જેમ કે…

ડિસ્ક ડ્રાઇવ: ડિસ્ક ડ્રાઇવમાં જે પણ ડેટા સ્ટોર છે તો તે ડેટા સ્ટોર કરતી વખતે અથવા ટ્રાન્સફર કરતી વખતે તે કરપ્ટ તો નથી થયોને તો તેની ખાતરી માટે CRC ઉપયોગી થાય છે.

નેટવર્ક પ્રોટોકોલ: ડેટા પેકેટ્સમાં ડેટાની ભૂલો તપાસવા માટે ઘણા નેટવર્ક પ્રોટોકોલમાં CRC ઉપયોગ થાય છે જેમ કે TCP/IP અને USB.

ડિજિટલ કમ્યુનિકેશન: સેલ્યુલર નેટવર્ક અને ઉપગ્રહ જેવા ડિજિટલ કમ્યુનિકેશન સિસ્ટમમાં પણ ડેટા ટ્રાન્સમિટ કરતી વખતે CRC ઉપયોગ થાય છે.

ફાઇલ ફૉર્મટ: ZIP અને RAR જેવા ફાઇલ ફૉર્મટમાં પણ CRC ડેટાની ભૂલો શોધવા માટે ઉપયોગી થાય છે.

એમ્બેડેડ સિસ્ટમ: કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક ડિવાઇસ અને ઓટોમોટિવ સિસ્ટમમાં પણ ડેટાની ભૂલો માટે CRC વપરાય છે.

મેમરી ટેસ્ટિંગ: RAM માં પણ જે ડેટા સ્ટોર છે તેની ભૂલો માટે CRC ઉપયોગી થાય છે.

આશા છે કે તમને આજની CRC વિશે આ જાણકારી ઉપયોગી થશે.

તમે આ પોસ્ટને લગતા તમારા સવાલો અમને 7600940342 વોટ્સએપ નંબર પર મોકલી શકો છો જેથી આ પોસ્ટને અમે અપડેટ કરી શકીએ.

અમારી અન્ય પોસ્ટ: