સાઇબર સિક્યોરિટી એટલે શું? – Cybersecurity વિશે માહિતી

દિન પ્રતિદિન ઈન્ટરનેટનો વપરાશ વધતો જાય છે. ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હોઈએ એટલે એમાં આપણી પ્રાઇવેટ જાણકારી લીક અથવા ચોરી ન થાય તેની આપણે ખાસ નોંધ લેતા હોઈએ છીએ. 

ડિજિટલ સાધનો જેમાં મોબાઇલ, કમ્પ્યુટર, સર્વર વગેરેને સુરક્ષિત રાખવા માટે સાઇબર સિક્યોરિટી ઘણું ઉપયોગી છે.

આજે આપણે સાઇબર સિક્યોરિટી (Cybersecurity) વિશે વાત કરીશું, સાઇબર સિક્યોરિટી શું છે તેના વિશે જાણીશું.

Cyber security વિશે માહિતી

સાઇબર સિક્યોરિટી એટલે શું

સાઇબર સિક્યોરિટી એટલે તમે જે પણ ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ કરો છો તેને સુરક્ષિત રાખવાની એક રીત, જેમ કે મોબાઇલ, કમ્પ્યુટર, નેટવર્ક, સર્વર વગેરેમાંથી કોઈ પણ ડેટા લીક અથવા ચોરી ન થાય તો તેના બચાવ માટે સાઇબર સિક્યોરિટીનો ઉપયોગ થાય છે.

સાઇબર સિક્યોરિટીમાં અલગ-અલગ Cybersecurity Experts હોય છે જેમની પાસે ડેટાને કઈ રીતે બચાવવું અથવા તેને કઈ રીતે સુરક્ષિત રાખવું તેની પૂરી માહિતી અને અનુભવ હોય છે.

ઇન્ટરનેટ પર તમે ઘણી બધી વેબસાઇટમાં રજીસ્ટર કરો છો અને તેમાં પોતાના આઈડી અને પાસવર્ડ પણ સબમિટ કરો છો, તે બધી વેબસાઇટમાં સાઇબર સિક્યોરિટીની મદદથી ડેટાને સુરક્ષિત રાખવામાં આવે છે.

જો તમારી પાસે સાઇબર સિક્યોરિટીનું થોડું ઘણું પણ નોલેજ છે તો તમે Cyber Attack (સાઇબર હુમલા) નો શિકાર થવાથી પણ બચી શકો છો.

સાઇબર હુમલામાં હેકર તમારા ડેટા ચોરી કરવાનો પ્રયાસ કરે છે પણ જો તમને સાઇબર સિક્યોરિટી વિશે ખબર હોય તો તમે બચી શકો છો.

સાઇબર સિક્યોરિટીનો મતલબ શું છે?

જ્યારે ઈન્ટરનેટ પર Cyber Attack થાય છે. ત્યારે તેને રોકવા માટે ઘણી બધી એન્ટી મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. ડેટાની સુરક્ષા એ જ સાઇબર સિક્યોરિટીનો મતલબ છે.

સાઇબર સિક્યોરિટીની જરૂર ક્યારે પડે?

ઈન્ટરનેટ દુનિયાનો ઉપયોગ વધી રહ્યો છે અને દિન પ્રતિદિન તેમાં નવી નવી ટેક્નોલોજી આવતી જાય છે. 

ઈન્ટરનેટ પરના કોઇ પણ પ્લેટફોર્મનો તમે ઉપયોગ કરો છો ત્યારે તે પ્લેટફોર્મ જેને બનાવ્યું છે તેની જવાબદારી હોય છે કે તેના પ્લેટફોર્મનો ઉપયોગ કરનારા લોકોની સુરક્ષા બનેલી રહે તો જે પ્રોડક્ટ અથવા તો પ્લેટફોર્મ છે તેને તમારા માટે સુરક્ષાની રીતો બધી સેટ કરીને રાખી હોય છે. 

જો તમે એવા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યાં છો જેમાં કોઇ પણ સુરક્ષા નથી રાખેલી ત્યારે તમારે સાઇબર સિક્યોરિટીની જરૂર પડે છે.

સાઇબર સિક્યોરિટીમાં થતા હુમલાના પ્રકાર વિશે જાણકારી

 • ફિશીંગ એટેક (Phishing Attack) : વેબસાઇટનું રજીસ્ટર એકાઉન્ટ વાળું વેબ પેજનું એક ફેક વેબ પેજ બનાવવામાં આવ્યુ હોય છે જેની લિંક તમને ઇમેલ અથવા સોશ્યલ મીડિયા મારફત મોકલવામાં આવે છે જેનાં પર એકાઉન્ટ બનાવતા જ તમારા આઇડી અને પાસવર્ડ લીક થઈ જાય છે.
 • માલવેર (Malware) : જ્યારે તમે તમારા સિસ્ટમની અંદર વેબસાઈટનો ઉપયોગ કરો છો ત્યારે તમારી સિસ્ટમની અંદર માલવેર ઈન્સ્ટોલ થઈ જાય છે જેની જાણ તમને રહેતી નથી અને ત્યારબાદ તે માલવેર તમારા સિસ્ટમને ખરાબ અથવા તો તેની અંદર રહેલા ડેટાને ડીલીટ કરી નાખે છે. (સોફ્ટવેર દ્વારા પણ માલવેર આવી શકે છે.
 • Denial-of-service attack (ડેનિયલ ઓફ સર્વિસ અટેક) : વેબસાઈટ હંમેશા વેબ સર્વરને લીધે ચાલતી હોય છે. જ્યારે હેકર આ વેબ સર્વર પર ઘણો બધો ટ્રાફિક મોકલી દે છે જેના લીધે સર્વર ડાઉન થઈ જાય છે અને વેબસાઈટ બંધ થવાનો ખતરો રહે છે અને નુકસાન પણ થાય છે.
 • બે માણસની વચ્ચે એક માણસ(Man in the middle) : આનો મતલબ એવો થાય છે કે કોઈપણ બે માણસની વાતચીત કોઈ ત્રીજો માણસ એટલે કે હેકર ટ્રેક કરી લે છે અને તેની વચ્ચેની માહિતીને લીક કરતો રહે છે.
 • SQL ઈન્જેકશન : કોઈપણ વેબસાઈટ હોય એની અંદર ડેટા સ્ટોરેજ એટલે કે ડેટાબેઝ હોય છે. SQL ઈન્જેકશનની મદદથી હેકર આ ડેટાબેઝની બધી માહિતી ચોરી કરી લે છે.

સાઇબર સિક્યોરિટીમાં એટેકથી બચવા માટેની જાણકારી

 • પબ્લિક વાળી જગ્યા જેમ કે ગાર્ડન, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, વગેરે જગ્યાએ ફ્રી વાઇફાઇની સુવિધા હોય છે તો આવી જગ્યાએ તમારે ફ્રી વાઈફાઈનો ઉપયોગ ના કરવો જોઈએ અથવા VPN દ્વારા ઉપયોગ કરવો જોઈએ.
 • ઘણી વાર તમને ઈન્ટરનેટ પર ઇમેલ આવશે કે તમને લોટરી લાગી છે, આ લિંક પર ક્લિક કરીને ફોર્મ ભરી આપો. આવા ઈમેલને દૂર કરી નાખો કારણ કે આ એક ફ્રોડ ઇમેલ હોય છે.
 • જો તમારે એવો ઇમેલ આવે છે જે તમારા માટે એકદમ અજાણ છે તો તમે આવા ઇમેલથી દુર રહેજો. (ઈમેલ આઈડી જરૂર તપાસજો.)
 • તમારો પાસવર્ડ કોઈ પણ જગ્યાએ એક સરખો ના રાખવો અને બ્રાઉઝર પર ઓટો સેવ કરીને પણ ના રાખવો જોઈએ.
 • તમારે થર્ડ પાર્ટી વેબસાઈટ કે સોફ્ટવેરનો ઉપયોગ ના કરવો જોઈએ.
 • પાસવર્ડ હંમેશા સ્ટ્રોંગ રાખવો જોઈએ.
 • ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ ઓનલાઈન સ્ટોર ના કરવું જોઈએ.
 • વોટ્સએપના ફેક મેસેજ અને ઓફરથી પણ બચીને રહેવું.

ભારત દેશની સાઇબર સિક્યોરિટી વિશે થોડીક માહિતી

આપણા દેશની વાત કરીએ તો ઘણા બધા એવા લોકો છે જેને ઈન્ટરનેટ અને સાઇબર સિક્યોરિટી વિશે માહિતી હોતી નથી જેના લીધે ઘણા લોકો લાલચનો શિકાર બની જતા હોય છે, 

ભારત દેશમાં સાઇબર સિક્યોરિટીને લઈને 2013ના વર્ષમાં નીતિ બનાવવામાં આવી હતી. ત્યારબાદ 2017માં ઘણા બધા રાજ્યમાં સાઇબર સિક્યોરિટી કેન્દ્રો અને સાઈબર પોલીસ સ્ટેશન પણ બનાવવામાં આવ્યા છે.

તો મિત્રો ઈન્ટરનેટ પર ચોરી કરવીએ કાનુની અપરાધ છે માટે ચોરી થતા રોકવા માટે આજે આ જાણકારી આપેલ છે.

આશા રાખીએ છીએ કે તમે Cyber Attack નો ભોગ ના બનો અને સાવધાની રાખો કારણ કે સાવધાની એ જ સતર્કતા છે.

આ જાણકારીને વધુ મિત્રો સુધી પહોચાડો જેથી બધા જ લોકો આ જાણકારી મેળવીને સુરક્ષિત રહી શકે.

આ પોસ્ટ પણ વાંચી શકો :