સિમ (SIM)નું ફુલ ફોર્મ અને તેનો અર્થ | SIM Full Form & Meaning in Gujarati

સિમ (SIM)નું ફુલ ફોર્મ અને સિમ કાર્ડનો અર્થ

SIM નું ફુલ ફોર્મ શું છે? – SIM Full Form in Gujarati

ફુલ ફોર્મ:- SIMનું પૂરું નામ “Subscriber Identification Module કે Subscriber Identity Module” છે અને તેનું ગુજરાતીમાં ઉચ્ચારણ “સબસ્ક્રાઇબર આઇડેન્ટિફિકેશન મોડ્યુલ કે સબ્સક્રાઇબર આઇડેન્ટિટી મોડ્યુલ” થાય છે, તે “સિમ કાર્ડ” તરીકે ઓળખાય છે.

SIM નો અર્થ – SIM Meaning in Gujarati

આપણા મોબાઈલમાં પ્લાસ્ટિકનું એક નાનું કાર્ડ લગાવવામાં આવે છે તેને સિમ કાર્ડ કહેવાય છે. આ સિમ કાર્ડમાં એક ઇન્ટેગ્રટેડ સર્કિટ હોય છે. 

સિમ કાર્ડની સાઈઝ વિશે વાત કરીએ તો તે અત્યારે એકદમ નાની સાઈઝમાં આવે છે. આ સિમ કાર્ડની અંદર યુનિક માહિતી, ડેટા અને નંબર સેવ હોય છે. આ સિમ કાર્ડની અંદર આપણે 250 નંબર સેવ કરી શકીએ છે. આ સિમ કાર્ડની અંદર થોડીક મેમરી પણ હોય છે.

જો આપણે વાઈ-ફાઈ વગર પોતાના મોબાઇલ દ્વારા જ ઇન્ટરનેટ, કોલિંગ, વિડિયો કોલિંગ જેવી વગેરે સુવિધાનો લાભ લેવો હોય તો SIM કાર્ડ જરૂરી છે.

સિમ કાર્ડના 2 પ્રકાર હોય છે જેમાં GSM અને CDMA હોય છે. હવે GSM સિમ કાર્ડને તમે કોઈ પણ મોબાઈલમાં ચાલુ કરી શકો છો. CDMA સિમ કાર્ડને તમે બહાર ના કાઢી શકો કારણ કે જે કંપની CDMA સપોર્ટ કરે છે તે મોબાઈલ પણ તે જ કંપની હશે,

જેમ કે રીલાયન્સ કંપનીના મોબાઈલમાં CDMA સિમ કાર્ડ તેના જોડે જ આવે છે. જ્યાં સિમ કાર્ડનો સ્લોટ હશે ત્યાં લખેલું હશે કે કયું GSM અને CDMA છે, તો જે કાર્ડ હશે તે તેના સ્લોટમાં જ આવશે.

સૌથી પહેલા 1991ના વર્ષમાં સિમ કાર્ડ જોવા મળ્યા હતા અને ત્યાર પછી તો ઘણા બધા સિમ કાર્ડ આવી ગયા છે.

સિમ કાર્ડ અત્યારે ટોટલ 3 સાઈઝમાં આવે છે. પહેલાના વર્ષોમાં સિમ કાર્ડ એક જ સાઈઝમાં જોવા મળતા હતા પણ હવે તો અલગ અલગ જેમ કે સ્ટાન્ડર્ડ, નેનો, અને માઇક્રો આ 3 સાઈઝમાં જોવા મળે છે.

  • અમારી અન્ય પોસ્ટ:-

🔗 DPનું ફુલ ફોર્મ અને તેનો અર્થ

🔗 ઈ-કોમર્સનું ફુલ ફોર્મ અને તેનો અર્થ

🔗 AIનું ફુલ ફોર્મ અને તેનો અર્થ

🔗 પીસીનું ફુલ ફોર્મ અને તેનો અર્થ