સીસીટીવી કેમેરાની વિડિયો ક્વોલિટી કેમ ઓછી હોય છે?

મિત્રો, તમે સીસીટીવી કેમેરા તો જરૂર જોયા હશે. તમે સ્કૂલ, કોલેજ, ઓફિસ, બસ ડેપો, મોલ, રેલ્વે સ્ટેશન વગેરે જગ્યાએ અલગ-અલગ પ્રકારના સીસીટીવી (CCTV) કેમેરા જરૂર જોયા હશે. આ CCTV કેમેરા 24 કલાક જાહેર લોકોની નજર રાખે છે અને કોઈ ઘટના થાય તો તેમાં આ CCTV કેમેરા પોલીસને ખૂબ મદદ રૂપ થાય છે.

શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે સીસીટીવી કેમેરાની વિડિયો ક્વોલિટી કેમ ઓછી હોય છે? આજની પોસ્ટમાં આપણે આ CCTV કેમેરા વિશે જાણીશું કે તેની ક્વોલિટી કેમ ઓછી હોય છે.

સીસીટીવી કેમેરાની ક્વોલિટી કેમ ઓછી હોય છે?

ચાલો આપણે જાણીએ કે CCTV કેમેરાની વિડિયો ક્વોલિટી કેમ ઓછી હોય છે?

હું તમને સૌપ્રથમ જણાવી દઉં કે CCTV કેમેરા 24 કલાક ચાલુ જ રહે છે અને તેમાથી ઘણા CCTV કેમેરા ઇન્ટરનેટ દ્વારા ચાલે છે અને અમુક નજીકના CCTV રૂમ સાથે કનેકટેડ હોય છે.

તમે યૂટ્યૂબ અને ફેસબુક પર 1080Pની ક્વોલિટીમાં વિડિયો જોવો છો પણ તેટલી ક્વોલિટી CCTV કેમેરાની નથી હોતી. CCTV કેમેરા તમને બહારથી ઘણા મોટા દેખાશે પણ તેની ક્વોલિટી તમારા મોબાઇલના કેમેરાથી પણ ઓછી હોય છે.

જે CCTV કેમેરા CCTV કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા હોય છે ત્યાં ઘણી બધી હાર્ડ ડિસ્ક હોય છે અને તે હાર્ડ ડિસ્કમાં જ બધી CCTV વિડિયો સ્ટોર થાય છે.

હવે તમે વિચારો કે તમારા અત્યારના મોબાઇલમાં 10 મિનિટનો રેકોર્ડ કરેલો વિડિયો 1 GB સાઈઝનો થાય તો 24 CCTV કેમેરાના રેકોર્ડ કરેલા વિડિયોની સાઈઝ કેટલી થતી હશે?

તો આ 24 કલાક રેકોર્ડ કરેલા વિડિયોની સાઈઝ વધારે ન થાય તેને કારણે CCTV કેમેરાની ક્વોલિટી ઓછી રાખવામા આવે છે અને તેને કારણે હાર્ડ ડિસ્કમાં વધારે વિડિયો સ્ટોર થાય છે. આ CCTV કેમરાની ક્વોલિટી કામ ચલાઉ હોય છે અને તેને કારણે આમાં માણસો ઓળખાઈ જાય છે.

આજ કારણ હતું કે CCTV કેમેરાની ક્વોલિટી ઓછી હોય છે. મને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે અને તમારો કોઈ સવાલ હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો.