મિત્રો જો તમને કમ્પ્યુટરમાં રસ હોય તો તમારે પ્રોગ્રામિંગ ભાષાઓ પણ જરૂર શીખવી જોઈએ કારણ કે પ્રોગ્રામિંગ ભાષાઓ શીખવાથી તમને કમ્પ્યુટર સાથે કમ્યુનિકેટ કરતા આવડી જશે.
પ્રોગ્રામિંગ ભાષા દ્વારા તમે કમ્પ્યુટરમાં કોડિંગ કરીને વિવિધ કામો કરી શકો છો અને આ માટે અમે તમારા માટે સી (C) પ્રોગ્રામિંગ ભાષા વિશે જાણકારી લઈને આવ્યા છે. તો ચાલો જાણીએ સી પ્રોગ્રામિંગ ભાષા વિશે.
સી (C) પ્રોગ્રામિંગ શું છે?
C એક કમ્પ્યુટર પ્રોગ્રામિંગ ભાષા છે. પ્રોગ્રામિંગ ભાષા એક એવી ભાષા છે જેના દ્વારા માણસ કમ્પ્યુટર સાથે કમ્યુનિકેટ કરીને પોતાના કામો સરળ રીતે કરાવી શકે છે. C પ્રોગ્રામિંગ ભાષા “General Purpose” અને “Procedural” ભાષા છે.
“General Purpose” પ્રોગ્રામિંગ ભાષા એટલે એવી ભાષા જે બધા જ પ્રકારના પ્રોગ્રામ બનાવી શકે છે અને તેને બધા જ ક્ષેત્રોમાં અલગ-અલગ વિવિધ કામો માટે ઉપયોગમાં લઇ શકાય છે.
“Procedural” પ્રોગ્રામિંગ ભાષા એટલે એવી પ્રોગ્રામિંગ ભાષા જે પુરા પ્રોગ્રામને અલગ-અલગ પ્રોસેસમાં વહેંચીને તેને સ્ટેપ બાય સ્ટેપ પ્રોગ્રામને કમ્પાઈલ કરે અને તેનું પરિણામ લાવે.
સી પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ વિવિધ જગ્યાએ થાય છે જેમ કે ઓપરેટિંગ સિસ્ટમ બનાવવામાં, ડેટાબેઝમાં, વિવિધ ડેસ્કટોપ એપ્લિકેશનમાં વગેરે.
સી પ્રોગ્રામિંગ ભાષાની શરૂઆત
- સી ભાષાને 1972માં ડેનિશ રીચી (Dennis Ritchie) દ્વારા AT&T (American Telephone and Telegraph) ની બેલ લેબોરેટરીમાં ડેવલોપ કરવામાં આવી હતી.
- ડેનિશ રીચી સી પ્રોગ્રામિંગ ભાષાના શોધક તરીકે જાણીતા છે.
- સી ભાષા પહેલા પણ ઘણી પ્રોગ્રામિંગ ભાષા હતી જેમ કે B, BCPL વગેરે, આ ભાષામાં આવતી સમસ્યાઓને સુધારવા માટે સી ભાષાને બનાવવામાં આવી.
- શરૂઆતમાં સી ભાષાને Unix ઓપરેટિંગ સિસ્ટમને ડેવલોપ કરવામાં લેવામાં આવી હતી.
સી પ્રોગ્રામિંગના ઉપયોગો
- સી ભાષાનો ઉપયોગ મોટા ભાગે એમ્બેડેડ સિસ્ટમ (Embedded System) માં થાય છે.
- સી ભાષાનો ઉપયોગ ડેટાબેઝ બનાવવામાં થાય છે જેમાં MySQL નામનું ડેટાબેઝ સૌથી લોકપ્રિય છે અને તે સી ભાષા દ્વારા બનાવેલું છે.
- સી ભાષાનો ઉપયોગ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવામાં પણ થાય છે.
- કમ્પાઈલરની બનાવટમાં પણ સી ભાષાનો ઉપયોગ થાય છે.
- તેનો ઉપયોગ IoT એપ્લિકેશનમાં પણ થાય છે.
- ડેસ્કટોપ એપ્લિકેશન બનાવવામાં પણ સી ભાષાનો ઉપયોગ થાય છે.
સી ભાષાની વિશેષતાઓ
- સી પ્રોગ્રામિંગ ભાષા એક “Procedural Language” છે.
- સી ભાષા “General Purpose” ભાષા છે.
- આ એક “Structured Programming” ભાષા છે.
- આ ભાષા ઝડપી અને કાર્યક્ષમ છે.
- સી ભાષામાં “મોડ્યુલારિટી (Modularity)” જોવા મળે છે.
- આ ભાષા “Statically Type” છે.
- સી ભાષા “Middle Level Programming” ભાષા છે.
- સી ભાષા “મશીન સ્વતંત્ર (Machine Independent)” છે.
- સી ભાષા “પોર્ટેબલ (Portable)” છે.
- સી ભાષામાં ખૂબ વધારે ફંક્શન છે જેનાથી કોડ કરવું ઝડપી થઈ જાય છે.
- સી ભાષામાં આપણને “ડાઈનેમિક મેમરી અલોકેશન (Dynamic memory allocation)” ફીચર જોવા મળે છે.
- સી ભાષાના કોડને આપણે ચલાવીએ છીએ તો તે ઝડપી આઉટપુટ લાવે છે.
- સી ભાષામાં નવા ફીચર્સ સરળતાથી ઉમેરી શકાય છે એટલે તે “Extensible” છે.
મિત્રો આશા છે કે સી પ્રોગ્રામિંગ ભાષા વિશે આ જાણકારી તમને ઉપયોગી થઇ જશે, આ જાણકારી હજુ ઘણી ઓછી છે અને આ માટે અમે પ્રયાસ કરીશું કે અમે તમારા માટે આ માહિતીને અપડેટ કરીએ.