સેન્સર એટલે શું? મોબાઈલમાં આવતા અલગ-અલગ સેન્સર વિશે જાણકારી

મિત્રો તમે મોબાઈલમાં અલગ અલગ ફીચર્સનો ઉપયોગ કરવા માટે સેન્સરનો ઉપયોગ જરૂર કર્યો હશે પણ આ સેન્સર તમારા મોબાઈલની અંદર ક્યાં છે અને તે કઈ રીતે કામ કરે છે તેની માહિતી તમારી પાસે હોતી નથી. 

તમે જ્યારે મોબાઈલની ખરીદી કરવા જાવો છો ત્યારે તમને એ નથી ખબર હોતી કે તમે જે મોડેલ ખરીદો છો તેમાં કયા કયા સેન્સર આવેલા છે તો આજે હું તમને સેન્સર એટલે શું? અને મોબાઈલમાં આવતા અલગ અલગ સેન્સર વિશે બેઝિક જાણકારી આપવાનો છુ..!

સેન્સર એટલે શું? મોબાઈલમાં આવતા અલગ-અલગ સેન્સર વિશે જાણકારી

સેન્સર એટલે શું?

સેન્સર એક એવું ઉપકરણ છે જેને અલગ-અલગ ઈલેક્ટ્રોનિક સાધનોમાં લગાવવામાં આવે છે અને સેન્સરનું કામ તેની આજુ-બાજુમાં થતાં ફેરફારને અનુભવ કરવાનું હોય છે અને તેની માહિતીને આગળ મોકલવાનું હોય છે. સેન્સર જુદા-જુદા ફેરફારને સેન્સ કરે છે જેથી તે ઈલેક્ટ્રોનિક સાધન તેના પર પ્રતિક્રિયા આપી શકે છે.

ઉદાહરણ તરીકે તમે તમારા મોબાઇલમાં એક યૂટ્યૂબ વિડિયો ચાલુ કર્યો અને જેમ તમે તમારો મોબાઇલને આડો કરશો તો તે યૂટ્યૂબ વિડિયો પણ મોબાઇલની જેમ આડો થઈ જશે. આવી રીતે મોબાઇલના સેન્સરએ અનુભવ્યું કે તમે તે મોબાઇલને આડો કર્યો અને સેન્સરએ તેની માહિતી આગળ મોકલી અને તેમાથી પરત એક પ્રતિક્રિયા મળી અને વિડિયો આડો થઈ ગયો.

આપણાં માનવ શરીરમાં પણ અલગ-અલગ સેન્સર (Senses) હોય છે જેમ કે જીભ ટેસ્ટને સેન્સ કરે છે, કાન અવાજને સેન્સ કરે છે વગેરે. તો હવે તમને સેન્સર વિશે થોડી ઘણી ખબર પડી ગઈ હશે.

મોબાઈલમાં આવતા અલગ અલગ સેન્સર વિશેની બેઝિક જાણકારી

એક્સેલેરોમીટર (Accelerometer)

◆ તમે સ્માર્ટફોનની અંદર સ્ક્રીનને રોટેટ (Rotate) થતા જોઈ હશે. 

◆ તમે સ્માર્ટફોનની અંદર ફોટો, વીડિયો અને કોઈ પણ ડોક્યુમેન્ટને ઉભું અને આડું કરીને જોયું હશે. 

◆ મોબાઈલમાં સ્ક્રીન ઉભી અને આડી ઑટોમેટિક થઈ જાય છે તો એની પાછળ આ Accelerometer Sensor કામ કરે છે. 

◆ એક્સેલેરોમીટર સેન્સર તમારી પ્રતિક્રિયા પ્રમાણે સેન્સ કરીને મોબાઈલની સ્ક્રીન આડી કે ઉભી ઑટોમેટિક કરી નાખે છે. 

◆ લગભગ બધી કંપનીના સ્માર્ટફોનમાં આ સેન્સર આપવામાં આવે છે.

અમારી આ પોસ્ટ પણ વાંચો:- મોબાઇલમાં આવતી બેઝિક સેટિંગ અને તેના ઉપયોગ શું છે? જાણો

જીરોસ્કોપ (Gyroscope)

◆ જીરોસ્કોપ સેન્સર 360 ડિગ્રીના એરિયામાં કામ કરે છે.

◆ આ સેન્સર તમે જ્યારે પેનોરામા મોડમાં ફોટો અથવા વીડિયો શૂટ કરો છો ત્યારે કામ કરે છે.

◆ જ્યારે તમે રેસિંગ ગેમ રમો છો ત્યારે તમે મોબાઈલને ડાબી અને જમણી બાજુ મોબાઇલને નમાવીને કારને મુવ કરો છો ત્યારે તેની પાછળ પણ આ સેન્સર કામ કરે છે.

◆ આ સેન્સર એક્સેલેરોમીટર સેન્સરનું અપડેટ વર્ઝન છે.

◆ તમે ઘણી વાર 3D ફોટો અથવા વીડિયો મોબાઈલની અંદર જોવો છો તે પણ આ સેન્સરના લીધે થાય છે.

◆ તમે જાણતા હશો કે મોબાઈલમાં શોર્ટ વીડિયો શૂટ કરવા માટે એક ડીવાઈસ આવે છે જેનું નામ ગિમ્બલ છે જે 360 ડિગ્રી સુધી રોટેટ થાય છે, આ જીરો સ્કોપનું કામ પણ આ ગિમ્બલ જેવું જ છે.

પ્રોક્સિમિટી સેન્સર (Proximity Sensor)

◆ પ્રોક્સિમિટી સેન્સર એટલે નજીકના એરિયાને મહેસુસ કરીને ડિટેકટ કરવું.

◆ પ્રોક્સિમિટી સેન્સરના ચાર ભાગ હોય છે જેમ કે કોઈલ, ઓસિલેટર, આઉટપુટ સર્કિટ, ડિટેકશન સર્કિટ.

◆ Proximity Sensor દ્વારા એક ચુંબકીય શક્તિ પેદા થાય છે જે કોઇલ અને ઓસિલેટરની મદદથી થાય છે.

◆ પ્રોક્સિમિટી સેન્સરમાં ડિટેકશન સર્કિટ હોવાથી તેના એરિયાની અંદર જો કોઈ વસ્તુ આવે છે તો ચુંબકીય શક્તિમાં બદલાવ થાય છે અને આ ડિટેકશન સર્કિટ તે વસ્તુને ડિટેકટ કરી લે છે.

◆ પ્રોક્સિમિટી સેન્સરના અલગ અલગ પ્રકાર છે જેમ કે IR સેન્સર, Inductive સેન્સર, Capacitive સેન્સર, અલ્ટ્રા સોનિક સેન્સર વગેરે.

◆ Proximity Sensor નું ઉદાહરણ સમજીએ તો જ્યારે તમે કોઈને કોલ (Call) કરો છો અને મોબાઈલને વાત કરવા માટે તમારા કાન સુધી લઈ જાવ છો ત્યારે તેની સ્ક્રીન ઓટોમેટિક બંધ થાય છે અને જ્યારે મોબાઇલ કાનથી દુર કરો છો ત્યારે સ્ક્રીન ઑટોમેટિક ચાલુ થઈ જાય છે.

એમ્બિયન્ટ લાઇટ સેન્સર (Ambient Light Sensor)

તમે મોબાઇલમાં બ્રાઇટનેસને જરૂર ઓછી-વધારે કરતાં હશો અને દિવસમાં તમારે મોબાઇલમાં અજવાળું વધારે જોઈએ અને રાત્રે અજવાળું ઓછું જોઈએ છે તો તે બ્રાઇટનેસને દિવસ અને રાત પ્રમાણે ઓટોમેટિક વધારે-ઓછું કરવા માટે આ એમ્બિયન્ટ લાઇટ સેન્સરનો ઉપયોગ કરવામાં આવે છે.

◆ ઓટો બ્રાઇટનેસનું ફિચર આ એમ્બિયન્ટ લાઇટ સેન્સરના લીધે કામ કરે છે. આ સેન્સર તમારા મોબાઈલ સ્ક્રીનની બ્રાઇટનેસને પુરી રીતે કંટ્રોલ કરે છે.

કંપાસ / મેગ્નેટોમીટર (Compass / Magnetometer)

◆ આ Magnetometer સેન્સરને ખાસ કરીને દિશા જાણવા માટે બનાવામાં આવ્યું છે.

◆ આ સેન્સરની મદદથી આપણે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશાને જાણી શકીએ છીએ.

◆ જ્યારે તમે જંગલમાં જાવ છો અથવા તો કોઈ રણમાં જાવ છો ત્યારે તમે કઈ દિશામાં જઈ રહ્યા છો તેની તમને ખબર હોતી નથી એટલે તમે આ સેન્સરની મદદથી દિશા શોધી શકો છો

◆ આ સેન્સર ચુંબકીય શક્તિ પર કામ કરે છે.

◆ તમે બધાએ ગૂગલ મેપ્સનો ઉપયોગ કર્યો હશે તેમાં તમારી દિશા બતાવી દેવામાં આવે છે જે આ સેન્સર દ્વારા થાય છે.

◆ તમારી આજુ બાજુ મેગ્નેટિક ફિલ્ડ કેટલા પ્રમાણમાં છે તે આ સેન્સરની મદદથી જાણી શકાય છે.

ફિંગર પ્રિન્ટ સેન્સર (Fingerprint Sensor) 

◆ આ સેન્સર વિશે તમે જાણતા જ હશો અને તમે આનો ઉપયોગ કરતા જ હશો.

◆ અત્યારે જે લેટેસ્ટ મોબાઈલ આવે છે તેમાં આ પ્રકારનું સેન્સર આવે છે.

◆ આ પ્રકારના સેન્સરનો ઉપયોગ ફોનની સિક્યુરિટી વધારવા માટે થાય છે.

◆ તમારા મોબાઈલને અનલોક કરવો છે તો તમે તમારી આંગળીના ટચથી કરી શકો છો. પહેલા કેવું હતું કે તમારે મોબાઇલ અનલોક કરવા માટે સ્વીચ દબાવી પડતી હતી પણ અત્યારે સેન્સરને ખાલી ટચ કરવાથી ફોન અનલોક થાય છે.

◆ આ સેન્સરને મોબાઈલની પાછળ ગોળ આકારમાં કેમેરાની નીચે આપવામાં આવતું હતું. ત્યારબાદ આની જગ્યામાં ફેરફાર કરવામાં આવ્યા અને તમારા મોબાઈલમાં જ્યાં પાવર બટન આવે છે જ્યાંથી તમે ફોન અનલોક કરતા ત્યાં જ આ સેન્સરને ગોઠવવામાં આવ્યું છે. હવે 2021ના વર્ષના સ્માર્ટફોનમાં આ સેન્સર સ્ક્રીનમાં જ નીચે આપવામાં આવ્યું છે જેના પર ટચ કરવાથી ફોન અનલોક થઈ જાય છે.

બેરોમિટર (Barometer Sensor)

◆ આ પ્રકારનું સેન્સર અમુક ફોનમાં જ જોવા મળે છે. 

◆ Barometer સેન્સર તમે હેલ્થને લગતી જેટલી એન્ડ્રોઇડ એપ્લિકેશન આવે છે તેમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

◆ તમે પહાડ ચડવા જાવ છો તો નીચેથી લઈને ઠેક ઉપર ટોચની સપાટી સુધીનું અંતર કેટલું છે તે આ સેન્સરની મદદથી જાણી શકાય છે.

◆ દરિયામાં નીચે જમીનથી લઈને ઉપર પાણીની સપાટી સુધીનું અંતર જાણી શકો છો.

થર્મોમીટર સેન્સર (Thermometer)

થર્મોમીટર સેન્સરનું બીજું નામ છે ટેમ્પરેચર સેન્સર.

◆ આ સેન્સરની મદદથી તમે તમારા આજુ બાજુના વાતાવરણનું તાપમાન જાણી શકો છો.

◆ તમારા સ્માર્ટફોનનું કેટલું તાપમાન છે તે આ સેન્સરની મદદથી જાણી શકો છો અને સ્માર્ટફોનમાં આ સેન્સરની મદદથી બહારનું તાપમાન કેટલું છે તે પણ જાણી શકો છો.

◆ આ સેન્સરને સૌથી મોંઘા સ્માર્ટફોનની અંદર આપવામાં આવે છે.

પેડોમીટર સેન્સર(Pedometer Sensor)

◆ આ સેન્સરનો ઉપયોગ ઓછો હોવાથી તે અમુક સ્માર્ટફોનની અંદર જ જોવા મળે છે. 

◆ પેડોમીટરના નામ પરથી જ ખ્યાલ આવી જાય કે પેડો એટલે પગ અથવા સ્ટેપ અને મીટર એટલે એક માપ અથવા અંતર.

◆ આ સેન્સરની મદદથી તમે કેટલા ડગલા ચાલો છો તે જાણી શકાય છે. 

◆ જો તમને ચાલવાનો શોખ છે અને તમારે દરરોજનું તમે કેટલું ચાલો છો તે જાણવું હોય તો આ સેન્સરની મદદથી તમે જાણી શકો છો.

◆ આ સેન્સરનો ઉપયોગ ખાસ કરીને ફિટનેસ એપના ઉપયોગ માટે થાય છે.

એર હયુમિડિટી સેન્સર (Air Humidity Sensor)

આ સેન્સરની મદદથી તમે બહારનું મોસમ એટલે કે વાતાવરણ કેવું છે તે જાણી શકો છો.

◆ એર એટલે હવા અને હુમીડિટી એટલે પાણી મતલબ કે હવા ની અંદર પાણી કેટલી માત્રમાં છે તે જાણી શકાય છે.

◆ આ સેન્સર બહુ ઓછા સ્માર્ટફોનની અંદર જોવા મળે છે.

ઇન્ફ્રારેડ સેન્સર (Infrared Sensor)

ઇન્ફ્રારેડ સેન્સરને IR બ્લાસ્ટ અથવા તો રિમોટ સેન્સર પણ કહી શકાય છે.

◆ આજના લેટેસ્ટ ફોનમાં રિમોટની સુવિધા પણ આપી છે જેમ કે તમારા ટીવીનું રિમોટ ખરાબ થઈ જાય છે તો તમારા સ્માર્ટફોનની અંદર એપ ઇન્સ્ટોલ કરીને તમે આ ઇન્ફ્રારેડ સેન્સરની મદદથી ટીવી અને સ્માર્ટફોનની વચ્ચે કનેક્ટિવિટી કરીને પણ તમે ફોન દ્વારા ટીવીને ચલાવી શકો છો એટલે હવે રિમોટનું કામ સ્માર્ટફોન કરશે.

◆ આ સેન્સરની મદદથી તમે ટીવી, એસી, કાર ઓડિયો, ડીવીડી પ્લેયર, સેટટોપ બોક્સને સરળતાથી મોબાઈલને રિમોટ બનાવીને ચલાવી શકો છો.

આજે આપણે સેન્સર વિશે જાણકારી લીધી આશા રાખું છું કે મોબાઈલની અંદર આવતા તમામ સેન્સર વિશે તમે જાણી ગયા છો. ઘણા બધા લોકો મોંઘા સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે પણ તેની અંદર સુવિધા કઈ કઇ છે તેની ખબર હોતી નથી જેના લીધે તે સુવિધાનો લોકો ફાયદો ઉઠાવી શકતા નથી. 

આજે આ જાણકારી તમને રસપ્રદ લાગી હોય તો બીજા લોકો સુધી શેયર કરજો જેથી કરીને બીજા લોકોનું નોલેજ વધે. તમને આ સેન્સર વિશે કોઈ પણ સવાલ હોય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-