સેફમોડ એટલે શું? એન્ડ્રોઇડ ફોનમાં આવતા Safe Mode વિશે જાણકારી

આજે આખી દુનિયામાં વધારે લોકો એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરે છે. હવે આપણે એન્ડ્રોઇડ મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ પણ તેના કાર્ય વિશે પણ જાણવું જરૂરી છે. જો આપણે તેના વિશે જાણતા હોય ત્યારે જ આપણે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ.

એન્ડ્રોઇડ મોબાઈલમાં સેફ મોડ (Safe Mode) નામનો એક મોડ આવે છે. ઘણી વાર એવું બને કે તમારો મોબાઈલ હેંગ, વાયરસને લીધે યોગ્ય રીતે કામ કરતો નથી, આવા સમયે તમારા મોબાઈલમાં કોઈ પણ એપ ખુલતી નથી અને મોબાઈલ ચોંટી જાય છે.

આવા સમયે આપણે સેફ મોડનો ઉપયોગ કરી શકીએ છીએ. તો ચાલો જાણી લઈએ કે સેફમોડ એટલે શું? એન્ડ્રોઇડ ફોનમાં આવતા Safe Mode વિશે જાણકારી જાણીએ.

સેફમોડ એટલે શું? એન્ડ્રોઇડ ફોનમાં આવતા Safe Mode વિશે જાણકારી

સેફમોડ એટલે શું? – What is Safe Mode in Gujarati?

સેફમોડ એટલે જો તમારા મોબાઈલની અંદર વાઇરસ આવી ગયો હોય, તમારા મોબાઈલની એન્ડ્રોઇડ એપ્લિકેશન ખોલતાની સાથે બંધ થઇ જતી હોય અથવા તેની જાતે ચાલુ-બંધ થતી હોય, 

તમારી એન્ડ્રોઇડ એપ ખોલતાની સાથે એરર અથવા ક્રેશ થતી હોય, કોઈ પણ થર્ડ પાર્ટી એપ ખોલવામાં મુશ્કેલી આવતી હોય, આ બધા કારણને લીધે તમારો મોબાઈલ સરખી રીતે કામ નથી કરતો.

આ સમયે Safe Mode કામ આવે છે. Safe Modeને ચાલુ કરવાથી તમારા મોબાઈલના બધા જ સેટિંગ ડિફોલ્ટ સેટિંગ તરીકે કામ કરવા લાગે છે. 

આ મોડની અંદર તમે તમારા મોબાઈલમાંથી વાયરસ કાઢી શકો છો. તમારો ફોન સેફ મોડમાં હોવાથી તમને મોબાઈલમાં કામ કરવામાં સરળતા રહેશે. 

તો ચાલો હવે આપણે સેફ મોડના ફાયદા જાણીએ.

🔗  ગૂગલ પર આ 8 વસ્તુઓ સર્ચ કરો અને પછી જોવો કમાલ

🔗  એપલ કંપની વિશે આ 10 વાતો તમારે જરૂર જાણવી જોઈએ

સેફ મોડના ફાયદા વિશે માહિતી

  • જો તમારો મોબાઈલ સેફ મોડમાં હોય તો તમારા મોબાઈલની બેટરી વધારે સમય સુધી ચાલે છે.
  • જો તમારા મોબાઈલમાં સેફ મોડ ચાલુ હોય તો મોબાઈલની અંદર રહેલી થર્ડ પાર્ટી એપ્લિકેશન બધી જ બંધ થઈ જાય છે.
  • જ્યાં સુધી તમારો મોબાઈલ સેફ મોડની અંદર ચાલુ હશે ત્યાં સુધી તમારો ફોન હેંગ અને ધીમો પણ નહીં થાય. જો ફોનમાં રેમ ઓછી હોય અથવા પ્રોસેસર પાવરફુલ ન હોય તો કદાચ તમારો ફોન હેંગ થઈ શકે છે.
  • જો તમે મોબાઈલને સેફ મોડમાં એક વાર લઈ જશો એટલે તમારા મોબાઈલના ડિફોલ્ટ સેટિંગ બધા ચાલુ થઈ જશે.
  • જ્યારે તમારા મોબાઈલનું ઓપરેટિંગ સિસ્ટમ ખરાબ થઈ જાય ત્યારે તમે ફોનને સેફ મોડમાં ચાલુ કરીને તમારા મોબાઇલને રીપેર કરી શકો છો.

એન્ડ્રોઇડ ફોનમાં સેફ મોડ કેવી રીતે ચાલુ કરવું?

અત્યારે આપણે જોવા જઈએ તો માર્કેટમાં આપણને ઘણી અલગ-અલગ કંપનીના એન્ડ્રોઇડ ફોન મળે છે અને તેના કારણે બધા કંપનીના એન્ડ્રોઇડ ફોનમાં સેફ મોડ ચાલુ કરવાની રીત અલગ-અલગ હોય શકે છે.

હું તમને 2 રીત જણાવું છુ જે તમારા એન્ડ્રોઇડ મોબાઇલમાં જરૂર કામ કરશે. જો તે રીત કામ ન કરે તો તેનું પણ સોલ્યુસન જોઈશું.

પહેલી રીત

  1. તમારા મોબાઇલમાં Power Button ને દબાવી રાખો.
  2. હવે Power off પર ક્લિક કરી રાખો.
  3. હવે Reboot to Safe Mode ઓપ્શન આવશે તો તેમાં OK બટન દબાવો.
  4. હવે તમારો ફોન તેની જાતે Safe Modeમાં બૂટ થશે.
  5. ફોન ચાલુ થશે એટલે તમને ડાબી બાજુ નીચે Safe Mode લખેલું જોવા મળી જશે.

 બીજી રીત

  1. ફોનને સ્વિચ ઓફ કરી દો,
  2. ફોન સ્વિચ ઓફ થઈ જાય એટલે જ્યાં સુધી ફોનમાં લોગો કે સ્ક્રીન ચાલુ ના થાય ત્યાં સુધી Power બટનને દબાવી રાખો.
  3. સ્ક્રીન ચાલુ થતાંમાં લોગો દેખાય એટલે હવે પાવર બટનને છોડીને Volume down બટન દબાવો.
  4. સ્ક્રીનમાં તમને ડાબી બાજુ નીચે Safe Mode ના દેખાય ત્યાં સુધી Volume downને દબાવી રાખો.
  5. જ્યારે સ્ક્રીનમાં નીચે ડાબી બાજુ Safe Mode દેખાય એટલે બટન છોડી દેવું.

આવી રીતે તમે ઉપર જણાવેલી 2 રીતને અનુસરીને પોતાના એન્ડ્રોઇડમાં ફોનમાં Safe Modeને ચાલુ કરી શકો છો.

જો તમને હજુ પણ પોતાના એન્ડ્રોઇડ ફોનમાં સેફ મોડ ચાલુ કરવામાં મુશ્કેલી આવતી હોય તો તમે ગૂગલમાં પોતાના મોડેલ નામ સાથે સર્ચ કરી શકો છો.

જેમ કે “How to enable safe mode in redmi 9a” આવી રીતે આ વાક્યને આખું કોપી કરીને જ્યાં અંડરલાઇન છે તેની જગ્યાએ પોતાનું મોડેલ નામ લખીને ગૂગલ પર સર્ચ કરી શકો છો જેનાથી તમારા મોડેલ નામના હિસાબથી તમને પરિણામ મળશે.

એન્ડ્રોઇડ ફોનમાં સેફ મોડ બંધ કેવી રીતે કરવું?

➤ તમે પોતાના ફોનને એક વખત સ્વિચ ઓફ કરીને ફરી ચાલુ કરશો એટલે તમારો ફોન નોર્મલ થઈ જશે.

➤ તમે તમારા ફોનમાં પાવર બટન દબાવીને ફોનને Restart અથવા Reboot કરશો તો પણ તમારો ફોન નોર્મલ થઈ જશે.

આશા છે કે તમને Safe Mode વિશેની આ માહિતી પસંદ આવી હશે અને તમારો કોઈ સવાલ હોય તો જરૂર કોમેન્ટમાં જણાવો, તમારા મિત્રો સાથે પણ આ પોસ્ટ શેર કરો જેથી તેઓ પણ સેફ મોડ વિશે જાણકારી મેળવી શકશે.

અમારી અન્ય પોસ્ટ:-

🔗 વેબ બ્રાઉઝર એટલે શું?

🔗 ઈ-કોમર્સનું ફુલ ફોર્મ અને તેનો અર્થ

🔗 OTPનું ફુલ ફોર્મ અને તેનો અર્થ

🔗 ગૂગલ ડ્રાઇવ કેવી રીતે કામ કરે છે?