સોશિયલ મીડિયાની દુનિયામાં “વોચ ટાઇમ (Watch Time)” શું હોય છે?

Watch Time એટલે શું?

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મમાં વોચ ટાઇમનું મહત્વ ખૂબ વધારે હોય છે.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મમાં વોચ ટાઇમને વિડિયો માટે ઉપયોગ કરવામાં આવે છે. કોઈ એક યુઝરએ એક વિડિયોને કેટલા મિનિટ અથવા કેટલા સેકન્ડ સુધી જોયો તેની ગણતરી માટે વોચ ટાઇમ નોંધવામાં આવે છે.

જે વિડિયોને સૌથી વધારે વોચ ટાઇમ મળ્યો હોય એટલે કે જો યુઝરએ સૌથી વધારે મિનિટ એ વિડિયોને જોયો હોય તો તે વિડિયોનો વોચ ટાઇમ વધારે હશે અને તે વિડિયોને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ દ્વારા બીજા વધારે યુઝર સુધી પણ મોકલવામાં આવશે.

વોચ ટાઇમને કોઈ પણ વિડિયો કેટલો સારો છે, કેટલો ઉપયોગી છે અથવા કેટલો રસપ્રદ છે તે જાણવા માટે નોંધવામાં આવે છે.

અત્યારના સમયમાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ વિડિયો ઉપર વધારે કેટલા ક્લિક થયાને બદલે તે વિડિયો કેટલો સારો છે એ જાણવા માટે વોચ ટાઇમનો સહારો લે છે.

એક માર્કેટર અથવા કન્ટેન્ટ ક્રિએટર માટે વોચ ટાઇમ ખૂબ જરૂરી માપદંડ હોય છે જેથી તેઓ વધારે સારા વિડિયો પણ બનાવી શકે છે.

આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થશે, તમારો ખૂબ આભાર.

અમારી અન્ય પોસ્ટ: