સોશિયલ મીડિયામાં “શેડો બેન (Shadow ban)” શું હોય છે?

Shadow Ban એટલે શું?

શેડો બેન શબ્દ આપણને મોટા ભાગે સોશિયલ મીડિયાની દુનિયામાં વધારે સાંભળવા મળે છે. જે લોકો સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર કન્ટેન્ટ પોસ્ટ કરે છે અથવા માર્કેટિંગ કરે છે તેઓએ ક્યારેને ક્યારે આ શબ્દ સાંભળ્યો હોય છે.

શેડો બેન એક પ્રકારનો પ્રતિબંધ હોય છે જે એક સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ દ્વારા કોઈ યુઝરની પ્રોફાઇલ ઉપર લગાવવામાં આવે છે.

જ્યારે કોઈ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઉદાહરણ તરીકે ઇન્સ્ટાગ્રામ પોતાના યુઝરની પ્રોફાઇલને શેડો બેન કરે છે તો તે પ્રોફાઇલની પોસ્ટ અથવા વિડિયો તેના ફોલોવર્સને પોતાની ફીડમાં દેખાતી ઓછી થઈ જાય છે.

શેડો બેન થયા પછી તે પ્રોફાઇલમાં લાઈક, કમેંટ અથવા વ્યુઝ ઓછા આવે છે કારણે તેનું કન્ટેન્ટ તેના ફોલોવર્સ સુધી પહોચતું નથી હોતું.

જો કોઈ પ્રોફાઇલને શેડો બેન કરવામાં આવે તો તેને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ દ્વારા પણ જાણ નથી કરવામાં આવતી કે અમે તમારું અકાઉંટ શેડો બેન કર્યું છે.

ઘણા સોશિયલ મીડિયા પ્રોફાઇલ ખરાબ કન્ટેન્ટ અપલોડ કરતાં હોય છે જે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મના નિયમોને નથી અનુસરતા હોતા.

આ કારણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મનું અલ્ગોરિધમ છુપાઈને તે પ્રોફાઇલને શેડોબેન કરે છે.

આ શેડો બેનનો કોન્સેપ્ટ પણ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મએ જાતે નથી જણાવ્યુ, શેડો બેન વિશે પ્લૅટફૉર્મના યુઝર જ વધારે વાત કરતાં હોય છે કારણ કે અચાનક તેમનું કન્ટેન્ટ તેમના ફોલોવર્સ સુધી પહોચતું ઓછું થઈ ગયું હોય છે.

આશા છે આ જાણકારી તમને ઉપયોગી થશે. તમારો ખૂબ આભાર.

તમે અમારી ટેકનોલોજી મેગેઝિન પણ ફ્રીમાં ડાઉનલોડ કરીને વાંચી શકો છો.

અમારી અન્ય પોસ્ટ: