તમે હાલમાં સાંભળ્યુ હશે કે ટ્વિટરએ પોતાના પ્લૅટફૉર્મમાં “Twitter Blue” લોન્ચ કર્યું છે જેનાથી જો કોઈ યુઝરએ પોતાની પ્રોફાઇલ માટે વેરિફિકેશન ટિક માર્ક લેવું હોય તો તે Twitter Blue નું સબ્સ્ક્રિપ્શન ખરીદીને વેરિફિકેશન ટિક પ્રાપ્ત કરી શકે છે.
હવે આ ફોર્મુલા મેટાએ પણ અપનાવ્યો છે જેમાં તે પોતાના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં એવી સેવા લોન્ચ કરશે જેના દ્વારા લોકો પોતાની પ્રોફાઇલ માટે વેરિફિકેશન બેજ ખરીદી શકશે.
માત્ર તમારે 900 કે 1200 રૂપિયા ચૂકવવા પડશે અને તમને એક તમારી પ્રોફાઇલ માટે વેરિફિકેશન બેજ મળશે અને તમારી પ્રોફાઇલને સારી પહોચ (Reach) પણ મળશે અને તમારું કન્ટેન્ટ વધારે લોકો સુધી પહોચે એવી શક્યતા પણ વધી જશે.
હવે લોકોએ આ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મમાં વેરિફિકેશન ટિક માર્ક પ્રાપ્ત કરવા માટે સેલેબ્રિટી બનવાની જરૂર નહીં પડે કારણ કે બસ દર મહિને પૈસા ચૂકવીને આ કામ થઈ શકશે.

હવે આનું કારણ શું હશે? ચાલો જાણીએ.
પહેલા આ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ માત્ર પોતાના પ્લૅટફૉર્મમાં યુઝરને જાહેરાતો બતાવીને પૈસાની કમાણી કરતાં હતા. જો જાહેરાતકર્તાઓ તેમના પ્લૅટફૉર્મમાં જાહેરાત ચલાવે તો જ તેમની કમાણી થાય.
ઉદાહરણ તરીકે જ્યારે એલોન મસ્કએ ટ્વિટર ખરીદ્યું હતું ત્યારે ઘણા જાહેરાતકર્તાઓએ ટ્વિટર પર જાહેરાત ચલાવવાનું ઓછું કરી દીધું હતું એના કારણે ટ્વિટરને ઘણું નુકસાન થયું હતું.
આ કારણે આ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ તેમના યુઝરને અમુક વધારાની સુવિધાઓ આપીને ડાઇરેક્ટ જ એમના પાસેથી સબ્સ્ક્રિપ્શન દ્વારા પૈસા લે છે અને યુઝરને વધારાના ફીચર્સ મળે છે જેનાથી સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મની કમાણી વધારે થશે.
ઉદાહરણ તરીકે માનો કે 1000 રૂપિયા એક મહિનાના સબ્સ્ક્રિપ્શનની કિંમત છે. જો 10 લાખ લોકો 1000 રૂપિયા આ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મને વધારાના ફીચર્સ માટે આપે તો તેમની એક મહિનાની કમાણી 100 કરોડ જેટલી થઈ જશે.
હવે તમે જોઈ શકો છો કે સબ્સ્ક્રિપ્શન મોડેલમાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મને સારી કમાણી થશે.
હવે બીજી વાત કરીએ જે તમારે જાણવી જોઈએ…
હવે જ્યારે આ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મએ આ વેરિફિકેશન ટિક માર્ક પૈસા આપીને ખરીદો એવું કઈ લોન્ચ ન કર્યું હતું ત્યારે પણ ઘણા લોકો કઈકને કઈક જુગાડ કરીને આ સિસ્ટમને બાયપાસ કરતાં હતા.
જેમાં અમુક લોકો પૈસા પણ ખર્ચ કરતાં હતા જેનાથી તેમનું અકાઉંટ વેરિફાઈ થઈ જતું હતું અને આ વિશે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મને ખબર છે એના કારણે હવે એ લોકો સામેથી જ આ સેવા લોન્ચ કરી જેથી યુઝર ડાઇરેક્ટ પૈસા એ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મને આપે ના કે કોઈ અન્ય એજન્સી ને!
ઉદાહરણ તરીકે જ્યારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મમાં કોઈ વેરિફિકેશન બેજ માટે એપ્લાઈ કરે તો તે સોશિયલ મીડિયાની ટીમ ચેક કરે કે તે વ્યક્તિ કેટલા અલગ-અલગ આર્ટીકલ અને સમાચાર બ્લોગમાં આવ્યો છે, તે કેટલો લોકપ્રિય છે.
હવે અમુક લોકો જાણી જોઈને જુગાડ કરીને પોતાને અલગ-અલગ સમાચાર બ્લોગમાં ફીચર કરતાં અને તેના લીધે પણ તેમના અકાઉંટ વેરિફાય થઈ જતાં હતા.
હવે આ પ્લૅટફૉર્મ આ સુવિધા લોન્ચ કરશે બધા માટે તો લોકોએ આવા જુગાડ નહીં કરવા પડે!
પહેલા વેરિફિકેશનનો ધંધો છૂપી રીતે થતો હતો અને હવે આ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એ ધંધાને પ્રોફેશનલ રીતે કરશે જેનાથી એમને પણ ફાયદો થશે અને યુઝરને પણ.
ઘણા લોકો આ વેરિફિકેશન બેજને લઈને લોકો સાથે ફ્રોડ પણ કરતાં હતા તો હવે એમનો કિસ્સો પણ ખત્મ થઈ જશે.
આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થશે અને તમને કઈક નવું જાણવા મળ્યું હશે. તમારો આભાર.
અમારી અન્ય પોસ્ટ:
- સોશિયલ મીડિયામાં “સ્પામ અકાઉંટ” શું હોય છે?
- સોશિયલ મીડિયામાં “શેડો બેન (Shadow ban)” શું હોય છે?
- ભારતીય સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ શેરચેટ વિશે જાણવા જેવી માહિતી!
- સોશિયલ મીડિયા માર્કેટિંગ એટલે શું? જાણો બિઝનેસને પ્રોમોટ કરવાની રીત
- શું તમે સોશિયલ મીડિયા પર બ્લોક થઈ ગયા છો? શું બહાર નીકળવા માંગો છો? જાણો એક સચ્ચાઈ