સોશિયલ મીડિયા માર્કેટિંગ એટલે શું? જાણો બિઝનેસને પ્રોમોટ કરવાની રીત

સોશિયલ મીડિયા માર્કેટિંગ શું છે?

સોશિયલ મીડિયા માર્કેટિંગ એટલે શું?

સોશિયલ મીડિયા માર્કેટિંગ (SMM) એક ડિજિટલ માર્કેટિંગનો ભાગ છે જેમાં અલગ-અલગ કંપનીઓ અથવા બ્રાન્ડ પોતાના પ્રોડક્ટ અથવા સર્વિસને વધારે લોકો સુધી પહોચાડવા માટે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મનો ઉપયોગ કરે છે જેમ કે Youtube, Facebook, Instagram, Twitter, Quora, LinkedIn, Pinterest, Dailyhunt, Sharechat વગેરે.

આજના સમયમાં લગભગ 4.5 અબજ જેટલા લોકો અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મનો ઉપયોગ કરે છે. કંપનીઓ અથવા બ્રાન્ડ સોશિયલ મીડિયા દ્વારા સરળતાથી ઓછા ખર્ચમાં પોતાની જાહેરાતો ચલાવી શકે છે. પોતાના ગ્રાહકો સુધી પહોચીને તેમની જરૂરિયાત સમજી શકે છે અને નવા ગ્રાહકો મેળવી શકે છે.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મમાં કંપનીઓ અથવા બ્રાન્ડ અલગ-અલગ રીતે પોતાના ગ્રાહકોને પોતાની સાથે જોડી રાખે છે અને જેટલું બને એટલું એ લોકો પોતાના ગ્રાહકો માટે અલગ-અલગ ઉપયોગી કન્ટેન્ટ બનાવે છે જેથી જૂના ગ્રાહક જોડાઈ રહે અને નવા ગ્રાહકોને પણ તેમના પ્રોડક્ટ અથવા સર્વિસ વિશે જાણવા મળે અને તેમનું  વેચાણ વધે.

સોશિયલ મીડિયા માર્કેટિંગનું ઉદેશ્ય પોતાના ગ્રાહકો સાથે જોડાઈ રહેવું, નવા ગ્રાહકો બનાવવા, પ્રોડક્ટ અથવા સર્વિસનું વેચાણ કરવું, ગ્રાહકોની જરૂરિયાતો જાણવી અને વેબસાઇટમાં લોકોને લઈ જવું છે.

સોશિયલ મીડિયા માર્કેટિંગ માત્ર કંપનીઓ અને બ્રાન્ડ સુધી સીમિત નથી પણ જે વ્યક્તિ પોતાનો બિઝનેસ જાતે જ એકલો ચલાવે છે અથવા જેમના બિઝનેસ હજુ નાના છે તો આવા બધા જ લોકો સોશિયલ મીડિયા માર્કેટિંગ કરી શકે છે.

સોશિયલ મીડિયા માર્કેટિંગ કામ કેવી રીતે કરે છે?

સોશિયલ મીડિયા માર્કેટિંગ કામ કેવી રીતે કરે છે?

 • સોશિયલ મીડિયા માર્કેટિંગ માટે સૌથી પહેલા તો પોતાના પ્રોડક્ટ અને સર્વિસને સમજીને રિસર્ચ કરવાનું હોય છે જેમાં તમારે શોધવું પડે છે કે એવું કયું સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ હશે જ્યાં હું મારૂ પ્રોડક્ટ અને સર્વિસ પ્રોમોટ કરીશ તો લોકો તેને ખરીદશે.
 • ત્યારબાદ તમારે પોતાની જાહેરાતો બનાવવી પડે છે અને અલગ-અલગ પ્લૅટફૉર્મ પર અલગ-અલગ રીતે થોડા-થોડા પૈસા ખર્ચ કરીને જાહેરાતો ચલાવવાની હોય છે. જે જાહેરાતો પર વધારે લીડ્સ અને સેલ થાય તો એ જાહેરાતને વધારે ચલાવવી અને બીજી જાહેરાતોને કાઢી નાખવી, આનાથી તમારી લીડ અને સેલ વધારે થાય છે અને પૈસા સરખી જગ્યાએ ઇન્વેસ્ટ થાય છે.
 • સોશિયલ મીડિયા માર્કેટિંગમાં પોતાના પ્રોડક્ટ અને સર્વિસને પ્રોમોટ કરવા માટે અલગ-અલગ સોશિયલ મીડિયા પેજ અને Influencers સાથે પણ સંપર્ક કરવામાં આવે છે જેનાથી લીડ જલ્દી બને અને વધારે સેલ કરી શકાય.
 • ત્યારબાદ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ દ્વારા ગ્રાહકોની જરૂરિયાતો સમજવામાં આવે છે જેમાં ગ્રાહકોને કેવા પ્રોડક્ટ અથવા સર્વિસ જોઈએ, તેમાં શું સુધારો જોઈએ છે તેવી માહિતીને એકત્રિત કરવામાં આવે છે.
 • સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મમાં અલગ-અલગ પોસ્ટમાં કેટલી લાઈક આવી, કેટલી કમેંટ, કેટલા શેર થયા, કઈ પોસ્ટ વધારે લોકો સુધી પહોચી, કેવું કન્ટેન્ટ બનાવવું જોઈએ આવા વગેરે ડેટાને પણ ભેગા કરીને તેના આધારે નિર્ણય લેવામાં આવે છે.
 • સોશિયલ મીડિયા માર્કેટિંગમાં ઘણા બધા ટેસ્ટિંગ કરવામાં આવે છે કારણ કે દરરોજ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મમાં નવા-નવા નાના-મોટા બદલાવો આવે છે અને લોકોનો ઉપયોગ કરવાનો અંદાજ પણ બદલાય છે આ કારણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મમાં ઓછા ખર્ચમાં કઈ રીતે પ્રોડક્ટ કે સર્વિસનું વેચાણ વધારે કરી શકાય એવી યોજનાઓ બનાવવામાં આવે છે.

સોશિયલ મીડિયા માર્કેટિંગ કેમ શક્તિશાળી છે?

સોશિયલ મીડિયા માર્કેટિંગ કેમ શક્તિશાળી છે?

સોશિયલ મીડિયા માર્કેટિંગ ઘણું શક્તિશાળી છે જેના ઘણા કારણ છે:

 • ઇન્ટરનેટના મોટા ભાગના બધા જ વપરાશકર્તા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મનો ઉપયોગ કરે છે.
 • પોતાનું પ્રોડક્ટ અથવા સર્વિસ જે કેટેગરીનું છે એવી જ કેટેગરીના લોકો સુધી પોતાની જાહેરાતો પહોચાડી શકાય છે.
 • સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર મફત રીતે અને પૈસા ખર્ચીને એમ બંને રીતે માર્કેટિંગ કરી શકાય છે.
 • સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર માર્કેટિંગ કરવા માટે અલગ-અલગ ફોર્મેટ મળે છે જેમ કે લાંબા વિડિયો, ટૂંકા વિડિયો, પોસ્ટર, એનિમેટેડ ફોટો વગેરે.
 • પોતાના ગ્રાહકોને ટ્રેક કરી શકાય છે.
 • ગ્રાહકો સાથે સારા સબંધો બનાવી શકાય છે.
 • ગ્રાહકો સાથે જોડાઈને એમની જરૂરિયાતો સમજી શકાય છે.
 • કયું પ્રોડક્ટ ચાલશે અને કયું નહીં ચાલે એ પણ સમજી શકાય છે.

સોશિયલ મીડિયા માર્કેટિંગના ફાયદા

 • બ્રાન્ડ જાગરૂકતા વધારી શકાય છે.
 • સર્ચ એંજિન રેંકિંગને પણ વધારી શકાય છે.
 • વધારે લીડ (Lead) અને સેલ (Sale) જનરેટ કરી શકાય છે.
 • ગ્રાહકોને ટ્રેક કરી શકાય છે.
 • ગ્રાહકોને શું ગમે છે અને શું નહીં એ જાણી શકાય છે.
 • પોતાના કન્ટેન્ટની પહોચ કેટલી છે એ જાણી શકાય છે.
 • ટાર્ગેટેડ (Targeted) લોકો સુધી પહોચી શકાય છે.
 • ગ્રાહકોની સંતુષ્ટિ વધારી શકાય છે.

સોશિયલ મીડિયા માર્કેટિંગના નુકસાન

 • વધારે સમય ફાળવવો પડે છે.
 • ગ્રાહકોને પોતાની સાથે હમેશા જોડી રાખવું મુશ્કેલ છે.
 • જલ્દી વધારે લોકો સુધી પહોચવું હોય તો જાહેરાતો પર આધાર રાખવો પડે છે.
 • દરરોજ લોકોનો સોશિયલ મીડિયા ઉપયોગ કરવાનો અંદાજ બદલાય છે.
 • સ્ટ્રેટજી જલ્દી-જલ્દી પણ બદલવી પડે છે.
 • સોશિયલ મીડિયા માર્કેટિંગ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ સુધી જ સીમિત છે.
 • હમેશા એક્ટિવ રહેવું પડે છે.
શું સોશિયલ મીડિયા માર્કેટિંગ માટે પૈસા ખર્ચ કરવા પડે છે?

હા અને ના, સોશિયલ મીડિયા માર્કેટિંગ તમે પૈસા ખર્ચ કર્યા વગર પણ કરી શકો છો અને જો તમારે એકદમ જલ્દી પરિણામ જોઈએ તો તમે પૈસા ખર્ચ કરીને જાહેરાતો પણ ચલાવી શકો છો.

કયા-કયા પ્લૅટફૉર્મ દ્વારા સોશિયલ મીડિયા માર્કેટિંગ કરી શકાય છે?

સોશિયલ મીડિયા માર્કેટિંગ માટે તમે Youtube, Facebook, Instagram, LinkedIn, Twitter, Quora, Sharechat, Dailyhunt જેવા ઘણા પ્લૅટફૉર્મનો ઉપયોગ કરી શકો છો. જો તમે વધારે રિસર્ચ કરશો તો તમને ઘણા બધા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ જોવા મળશે.

તો મિત્રો આશા છે કે સોશિયલ મીડિયા માર્કેટિંગ વિશે આ જાણકારી તમને ઉપયોગી થઈ હશે.

અમારી અન્ય પોસ્ટ: