આપણે સૌ એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ, એન્ડ્રોઇડ એટલે એક ઓપરેટિંગ સિસ્ટમ જે આપણાં મોબાઇલમાં સિસ્ટમ સોફ્ટવેર તરીકે કામ કરે છે.
તમે એન્ડ્રોઇડની સાથે સાથે સ્ટોક એન્ડ્રોઇડ (Stock Android) શબ્દ પણ જરૂર સાંભળ્યો હશે પણ શું તમને ખબર છે કે આ સ્ટોક એન્ડ્રોઇડ એટલે શું? તો આજે આપણે જાણીશું આ સ્ટોક એન્ડ્રોઇડ વિશે..!!
સ્ટોક એન્ડ્રોઇડ એટલે શું?
સૌપ્રથમ જાણો એન્ડ્રોઇડ વિશે કે એન્ડ્રોઇડ એક મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ છે જે ગૂગલ કંપનીનું એક પ્રોડક્ટ છે. ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યુટરમાં એક સિસ્ટમ સોફ્ટવેર હોય છે.
સ્ટોક એન્ડ્રોઇડ એટલે એન્ડ્રોઇડ OS નું શરૂઆતનું Original વર્ઝન જેમાં કોઈ પણ કસ્ટમાઇઝેશન નથી કરવામાં આવતું, જેવુ એન્ડ્રોઇડ વર્ઝન છે તેવું જ તેને રાખવામાં આવે છે.
તમે જોયું હશે કે Samsung, Xiomi, Vivo, Oppo વગેરે સ્માર્ટફોન કંપનીઓ ગૂગલ પાસેથી એન્ડ્રોઇડ OS ને પોતાના સ્માર્ટફોનમાં ઉપયોગ કરવા માટે લે છે પણ સ્ટોક એન્ડ્રોઇડ સિમ્પલ અને સરળ હોવાથી આ સ્માર્ટફોન કંપનીઓ એન્ડ્રોઇડ OS માં પોતાની રીતે બદલાવ કરે છે.
જેમ કે…
- પોતાની કંપનીની અલગ-અલગ એપ્સ ઇન્સ્ટોલ કરવી
- મેનૂની સ્ટાઇલ કે ડિઝાઇનમાં બદલાવ કરવા
- પોતાની રીતે સેટિંગ પેજના ઇન્ટરફેસમાં બદલાવ કરવો
- એપ્સના આઇકન થોડા અલગ દેખાવા
- અલગ-અલગ ફીચર્સ ઉમેરવા
આવા ઘણા બધા બદલાવ સ્માર્ટફોન કંપનીઓ કરે છે જેમાં તે પોતાનું યુઝર ઇન્ટરફેસ સ્માર્ટફોનમાં ઉમેરે છે જેનું ઉદાહરણ છે MIUI, One UI, OxygenOS વગેરે…
- Xiaomi કંપની પોતાના સ્માર્ટફોનમાં MIUI લાવે છે
- Samsung કંપની પોતાના સ્માર્ટફોનમાં OneUI લાવે છે.
- Oneplus કંપની પોતાના સ્માર્ટફોનમાં OxygenOS લાવે છે.
આ બધા એક પ્રકારના એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ જ છે પણ આ સ્માર્ટફોન કંપનીઓ સ્ટોક એન્ડ્રોઇડમાં બદલાવ કરીને તેને એક નવું OS તરીકે પ્રદર્શિત કરે છે.
સ્ટોક એન્ડ્રોઇડમાં કોઈ બદલાવ નથી કરવામાં આવતા, જેવુ ગૂગલ તરફથી આ OS ને ડેવલોપ કરવામાં આવ્યું છે તેવી જ રીતે સ્માર્ટફોનમાં આ OS ને ઉપયોગમાં લેવાય છે.
સ્ટોક એન્ડ્રોઇડ કેમ ઉપયોગ કરવું જોઈએ?
સ્ટોક એન્ડ્રોઇડ ઉપયોગ કરવાના ઘણા કારણો છે જેમ કે…
- જેમ કે તમને એન્ડ્રોઇડ OS માં કોઈ પણ થર્ડ પાર્ટી એપ્સ પ્રિ-ઇન્સ્ટોલ ન હોવી દેખાવી જોઈએ.
- સારી સ્પીડ અને પરફોર્મેન્સની જરૂર છે.
- એન્ડ્રોઇડમાં આવતા લેટેસ્ટ અપડેટ જલ્દી જોઈએ છે.
- સુરક્ષાને લગતા અપડેટ પણ જલ્દી જોઈએ છે.
- સિમ્પલ અને સરળ ડિઝાઇન જોઈએ છે.
- એક જેવા ઉપયોગ વાળી એપ્સ નહીં જોવા મળે.
આવા ઘણા કારણોને લીધે તમારે સ્ટોક એન્ડ્રોઇડનો ઉપયોગ કરવો જોઈએ.
આશા છે કે આ સ્ટોક એન્ડ્રોઇડ વિશે આ જાણકારી તમને ઉપયોગી થઈ હશે, તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: