સ્ટોરી મૂકનાર ઇન્સ્ટાગ્રામ યુઝરને ખબર ના પડે તેવી રીતે તેની સ્ટોરી કેવી રીતે જોવી?

મિત્રો અત્યારે ઇન્સ્ટાગ્રામમાં ‘પોસ્ટ’ કરતાં ‘સ્ટોરી’ ફીચર ખૂબ જ લોકપ્રિય ફીચર છે જેના દ્વારા આપણે તે વ્યક્તિઓના હાલ-ચાલ જાણી શકીએ છીએ. ઘણી વખત તમારે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી તો જોવી હોય છે પણ સામેવાળાને ખબર પણ ન પડવી જોઈએ તેવી રીતની તમારે જરૂર હોય છે.

તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે આપણે આવી જ એક રીત જાણવાના છીએ કે જેના દ્વારા તમે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જોઈ શકશો અને તે સ્ટોરી મૂકનાર યુઝરને ખબર પણ નહીં પડે કે તમે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જોઈ લીધી છે.

ઇન્સ્ટાગ્રામ યુઝરને ખબર ના પડે તેવી રીતે તેની સ્ટોરી જોવાની રીત

ઇન્સ્ટાગ્રામમાં કોઈને ખબર પાડ્યા વગર સ્ટોરી જોવાની સરળ રીત

ઇન્સ્ટાગ્રામની એપમાં આવું કોઈ ડાઇરેક્ટ ફીચર નથી કે જેના દ્વારા તમે કોઈની સ્ટોરી તે વ્યક્તિને ખબર પાડ્યા વગર જોઈ શકો પણ ઇન્ટરનેટ પર ઘણી થર્ડ પાર્ટી વેબસાઇટ હોય છે જેના દ્વારા તમે તે સ્ટોરી યુઝરનેમ ઉમેરતા જ જોઈ શકો છો.

આ રીતનો ઉપયોગ જાણતા પહેલા તમારે થોડા સૂચનોને ધ્યાનમાં રાખવા જરૂરી છે જે નીચે પ્રમાણે છે:

  • આ સર્વિસ એકદમ ફ્રી છે.
  • સ્ટોરી 24 કલાકની જ દેખાશે.
  • જો સ્ટોરી પબ્લિક હશે તો જ તમે જોઈ શકશો. 
  • આમાં તમારે કોઈ એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી.
  • આ વેબસાઇટમાં તમારે અકાઉંટ બનાવવાની જરૂર નથી.
  • તમારી પાસે પોતાનું ઇન્સ્ટાગ્રામ અકાઉંટ ન પણ હોય તો પણ ચાલશે.
  • આપણે જે વેબસાઇટનો ઉપયોગ કરવાના છીએ તેમાં તમને જાહેરાત પણ જોવા મળી શકે છે.

તો ચાલો આપણે હવે રીત જાણીએ.

આ રીત તમારા મોબાઇલ કે અન્ય કોઈ પણ કમ્પ્યુટર ડિવાઇસમાં કામ કરશે.

સૌપ્રથમ તમારે તમારા મોબાઇલમાં કોઈ પણ વેબ બ્રાઉઝર ખોલવાની જરૂર છે અને જેમાં તમે ગૂગલ ક્રોમ, ફાયર ફોક્સ કે અન્ય બ્રાઉઝરનો ઉપયોગ કરી શકો છો.

વેબ બ્રાઉઝર ખોલો અને એડ્રેસ બારમાં લખો

તમે બ્રાઉઝરના એડ્રેસ બારમાંinsta-stories.online” લખીને આગળ વધો એટલે તેની વેબસાઇટ ખૂલી જશે.


બોક્સમાં યુઝરનેમ લખો અને સર્ચ કરો

હવે અહી બોક્સમાં તે ઇન્સ્ટાગ્રામ યુઝરનું યુઝરનેમ ઉમેરો જેની તમારે સ્ટોરી જોવાની છે, પછી સર્ચ બટન દબાવો.


સ્ટોરી જોવા પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરો.

હવે અહીથી તમે પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરો એટલે તેની સ્ટોરી ખૂલી જશે. તમે સ્ટોરીને આજુ બાજુ ખસેડીને બદલી પણ શકો છો. આવી રીતે તમે કોઈ પણ વ્યક્તિની સ્ટોરી તેના ઇન્સ્ટાગ્રામ યુઝરનેમ દ્વારા જોઈ શકો છો અને તેને ખબર પણ નહીં પડે.


તો આશા છે કે તમને આ પોસ્ટમાં મજા આવી હશે. તમારા મિત્રો સાથે પણ આ પોસ્ટ શેર કરજો જેથી તે લોકો તમારી સ્ટોરી જોશે 😅 તો તમને ખબર નહીં પડે કે તેમને તમારી સ્ટોરી જોઈ લીધી છે. તમે આ પોસ્ટને સેવ પણ કરી શકો છો જેથી તમને આગળ કામ લાગે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: