સ્ટોરેજ યુનિટ વિશે જાણકારી

મિત્રો કમ્પ્યુટરમાં ઘણા બધા યુનિટ હોય છે જેમ કે સેંટ્રલ પ્રોસેસિંગ યુનિટ, ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ વગેરે, આવી રીતે એક સ્ટોરેજ યુનિટ (Storage Unit) પણ હોય છે જેને તમે મેમરી યુનિટ પણ કહી શકો છો.

આજે આપણે આ સ્ટોરેજ યુનિટ (Storage Unit) વિશે જાણકારી જાણીશું, જેમાં તમને તેના વિશે જાણવા મળશે.

સ્ટોરેજ યુનિટ

સ્ટોરેજ યુનિટ એટલે શું?

સ્ટોરેજ યુનિટ એટલે કમ્પ્યુટરમાં એક એવો ભાગ અથવા એરિયા જ્યાં સ્ટોરેજને મેનેજ કરવામાં આવે છે. સ્ટોરેજ યુનિટની અંદર સ્ટોરેજ ડિવાઇસ આવે છે.

સ્ટોરેજ એટલે આપણે કમ્પ્યુટરમાં જે પણ જાણકારી કે માહિતી અથવા સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરીએ છીએ તો આ બધા કામ કમ્પ્યુટરમાં કરવા માટે જગ્યાની જરૂર હોય છે જેમ કે 500 GB, 600 GB, 1 TB વગેરે.

સ્ટોરેજ એટલે સ્ટોર કરવા માટે અને તેની અંદર સ્ટોરેજ ડિવાઇસ આવે છે જેમ કે RAM, ROM, HDD, SSD વગેરે, આ બધા ડિવાઇસની સ્ટોરેજ કેપેસિટી પ્રમાણે આપણે તેમાં ડેટા સ્ટોર કરી શકીએ છીએ.

સ્ટોરેજ ડિવાઇસની કેપેસિટી અલગ – અલગ હોય શકે છે જેમ કે 350 GB, 500 GB, 1 TB વગેરે.

જો આપણે “યુનિટ”નો અર્થ જાણીએ તો તે કોઈ પણ વસ્તુને માપવા માટેનો એકમ હોય છે પણ બીજી બાજુ એક એવો ભાગ જે પોતાનામાં જ પૂર્ણ છે.

યુનિટનો બીજો અર્થ એવો થાય છે કે એવો ભાગ જે પોતાનામાં જ પૂર્ણ રીતે કામ કરે છે, તે કોઈ સ્પેસિફિક કામ કરે છે, જેમ કે સેંટ્રલ પ્રોસેસિંગ યુનિટ, આ યુનિટ માત્ર કમ્પ્યુટરમાં ટાસ્ક પ્રોસેસ કરવાનું કામ કરે છે.

જો ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટની વાત કરીએ તો આ યુનિટ માત્ર કમ્પ્યુટરના ગ્રાફિક્સને સંભાળવાનું કામ કરે છે.

આવી રીતે કમ્પ્યુટરમાં સ્ટોરેજ યુનિટ પણ સ્ટોરેજને લગતા કામ સંભાળે છે.

સ્ટોરેજ યુનિટ વગર કમ્પ્યુટરને ચલાવવું અશક્ય છે કારણે કે જો કમ્પ્યુટર ચાલુ થાય છે, તેમાં OS ચાલે છે, તેમાં હાર્ડવેર સોફ્ટવેર સાથે કમ્યુનિકેટ કરે છે તો આમાં સ્ટોરેજ યુનિટ પણ એક ખૂબ મોટો જવાબદાર ભાગ છે.

સ્ટોરેજ યુનિટને લગતા અથવા તેની આજુબાજુના જ વિષય પર અમે બીજી પણ પોસ્ટ લખી છે, તમે આ પોસ્ટ વાંચશો તો તમને વધારે આઇડિયા આવશે..આભાર.