
સ્નેપચેટને આપણે પોતાના સ્માર્ટફોનમાં ઉપયોગ કરીએ છીએ પણ હવે Snapchat ટૂંક સમયમાં વિન્ડોઝ યુઝર માટે પણ લોન્ચ થઈ રહ્યું છે.
જેમના કમ્પ્યુટર કે લેપટોપમાં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે તેઓ પણ સ્નેપચેટની એપ્લિકેશનને માઇક્રોસોફ્ટ સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને ઉપયોગ કરી શકશે.
સ્નેપચેટ વિન્ડોઝ યુઝર માટે પ્રોગ્રેસિવ વેબ એપ (PWA) તરીકે આવી રહ્યું છે જેનો અર્થ એ છે કે તે સ્નેપચેટની વિન્ડોઝ એપમાં સ્નેપચેટનું વેબ વર્ઝન જોવા મળશે.
જેમ તમે સ્નેપચેટને બ્રાઉઝરમાં ખોલી શકો છો તે જ રીતે તમે તેને એપ્લિકેશનના રૂપમાં ખોલી શકશો. આ એપ્લિકેશનની સાઇઝ 1MB જેટલી હશે. તમારી પાસે Windows 10 અને 11 હોવું જોઈએ જેના દ્વારા તમે આ એપને ઉપયોગ કરી શકશો.
અમારી અન્ય પોસ્ટ: