આજથી 40-50 વર્ષ પહેલાના સમયમાં જ્યારે લોકો કમ્પ્યુટર શબ્દની કલ્પના કરતાં હતા ત્યારે તેમના દિમાગમાં એક મોટું મશીન આવતું જેમાં બટનો હોય પણ જો આપણે આજની વાત કરીએ તો એક આટલું મોટું કમ્પ્યુટર આપણી ઘડિયાળોમાં પણ આવી ગયું છે.
હું વાત કરી રહ્યો છુ સ્માર્ટવોચ (Smartwatch) વિશે, સ્માર્ટ ઘડિયાળ, એવી ઘડિયાળ જેના દ્વારા તમે તમારા કામોને વધુ સરળ બનાવી શકો છો.
તો ચાલો આજે આપણે જાણીશું કે આ સ્માર્ટવોચ શું હોય છે? તેના ઉપયોગ વિશે વાત કરીશું.
સ્માર્ટવોચ એટલે શું? – What is Smartwatch in Gujarati?
મિત્રો, સ્માર્ટવોચ (Smartwatch) એક એવી ઘડિયાળ હોય છે જેમાં તમે સમય તો જોઈ જ શકો છો પણ સાથે-સાથે કમ્પ્યુટર કે તમારા સ્માર્ટફોનમાં જે કામો થાય છે તેવા કામોને પણ તમે તમારા હાથમાં પહેરેલી ઘડિયાળ દ્વારા કરી શકો છો.
આ સ્માર્ટ ઘડિયાળ દ્વારા તમે કોઈ વ્યક્તિ સાથે વાત-ચિત કરી શકો, તમે વિડિયો કોલ કરી શકો, તમે ઈમેલ ચેક કરી શકો, તમે પોતાના સ્વાસ્થ્યને લગતી માહિતી મેળવી શકો, કેલ્યુલેટરનો ઉપયોગ કરી શકો, સ્માર્ટફોનમાં જે એપ્લિકેશન આવે છે તેવી ઘણી એપ્લિકેશનનો ઉપયોગ તમે આ સ્માર્ટવોચમાં કરી શકો છો.
સ્માર્ટવોચમાં શું-શું કરી શકાય છે?
- તમે ગીતો સાંભળી શકો છો.
- તમે ડિજિટલ વોલેટ અથવા પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી શકો છો.
- તમે મેસેંજિંગ, કોલિંગ જેવા ફીચર્સનો ઉપયોગ કરી શકો છો.
- તમારા સ્માર્ટફોનમાં આવતા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મના નોટિફિકેશનને તમે મેનેજ કરી શકો છો.
- તમે લોકેશન ફીચર દ્વારા મેપ, કંપાસ જેવા વગેરેનો ઉપયોગ કરી શકો છો.
- તમે GPS નો ઉપયોગ કરી શકો છો.
- તમે કેટલા પગલાં ચાલ્યા એ જાણવા માટે પેડોમીટર જેવા ફીચર્સનો ઉપયોગ કરી શકો છો.
- તમે તમારા સ્વાસ્થ્યને લગતી માહિતી મેળવી શકો છો જેમ કે હાર્ટ રેટ (હ્રદય દર), બ્લડ પ્રેશર, બ્લડ ઑક્સીજન લેવલ, તાપમાનને તપાસી શકો વગેરે.
- તમે તમારા સ્માર્ટવોચમાં ગેમ્સ પણ રમી શકો છો.
- તમે અલગ-અલગ કામો માટે અલગ-અલગ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો.
- આવા તમે અનેક કામો સ્માર્ટવોચમાં કરી શકો છો.
મિત્રો આ હતી સ્માર્ટવોચ વિશે થોડી ઘણી માહિતી, આશા છે કે તમને આજે કઈક નવું જાણવા મળ્યું હશે, તમારા મિત્રો સાથે પણ શેર કરજો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: