હવે આ રીતે ઇન્સ્ટાગ્રામ પર ખરાબ કમેંટ અને DM મેસેજથી બચી શકાશે

ઇન્સ્ટાગ્રામનું નવું Limits ફીચર

ઇન્સ્ટાગ્રામનું નવું Limits ફીચર

  • મિત્રો ઇન્સ્ટાગ્રામ એક ઘણું મોટું સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ છે અને આ પ્લૅટફૉર્મમાં ખૂબ જ લોકપ્રિય લોકોના અકાઉંટ હોય છે.
  • આટલા લોકપ્રિય અકાઉંટ પાસે દરરોજના ઘણા કમેંટ્સ અને DM મેસેજ આવતા હોય છે, તેમાં અજાણ્યા લોકો વધારે હોય છે જે તે લોકપ્રિય અકાઉંટને ફોલો કરતાં હોતા નથી.
  • ઘણી વખત અજાણ્યા લોકોના મેસેજ સામાન્ય ઇન્સ્ટાગ્રામ યુઝરને પણ આવતા હોય છે અને તેમાં અજાણ્યા લોકો ઘણી વખત ખરાબ કમેંટ કે ખરાબ DM મેસેજ કરીને હેરાન કરતાં હોય છે.
  • હવે ઇન્સ્ટાગ્રામએ નવું Limits ફીચર રજૂ કર્યું છે જેના દ્વારા તમે હવે અજાણ્યા લોકોના કમેંટ્સ અને DM મેસેજ પર રોક લગાવી શકશો.
  • Limits ફીચરને ચાલુ કરવાથી જે પણ લોકો તમને ફોલો કરતાં નથી અને જે લોકોએ હમણાં જ તાજેતરમાં તમને ફોલો કર્યા છે તો તે લોકો તમને કમેંટ્સ અને DM મેસેજ મોકલશે તો તે કમેંટ્સ અને DM મેસેજ છુપાઈ જશે.
  • જ્યાં સુધી તમે તે કમેંટ્સ કે DM મેસેજને મંજૂરી નહીં આપો ત્યાં સુધી તે તમારાથી છુપાયેલા રહેશે.
  • ઘણા ઇન્સ્ટાગ્રામ યુઝર કમેંટ્સ અને DM મેસેજ પર સંપૂર્ણ રોક નથી લગાવવા માંગતા તેને કારણે આ ફીચર તેમના માટે ઘણું ઉપયોગી સાબિત થશે જેના દ્વારા તેઓ અજાણ્યા લોકોના કમેંટ્સ અને DM મેસેજ પર રોક લગાવી શકશે.
  • આ ફીચર તમને ઇન્સ્ટાગ્રામ અકાઉંટના Privacy ઓપ્શનમાં જોવા મળશે.

New tools from Instagram: 1) Limits (which I think is innovative) – designed to prevent spikes of abusive comments and DM requests 2) Stronger deterrent messaging for potentially offensive comments and 3) Hidden Words to help filter out potential abuse. https://t.co/cSFvjJBksZ pic.twitter.com/Fis8CEdb9t

— Sameer Hinduja (@hinduja) August 11, 2021

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-

સ્ત્રોત
https://about.fb.com/news/2021/08/protecting-our-community-from-abuse-on-instagram/