હવે આ રીતે તમારા ક્રોમ બ્રાઉઝરમાં રમો શૂન્ય-ચેકડીની રમત..!!

મિત્રો જો તમે તમારા કમ્પ્યુટર કે લેપટોપમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરો છો તો હું તમારા માટે ખૂબ રસપ્રદ માહિતી લઈને આવ્યો છુ.

આપણે પોતાના બાળપણમાં જરૂર શૂન્ય-ચેકડીની રમત રમી હશે જેમાં 6 બોક્સ દોરવામાં આવે છે અને તેમાં આપણે ગોળ આકાર અને ક્રોસનું આકાર દોરવાનું હોય છે અને જે આકારની સીધી રેખા બની જાય તે પ્લેયર વિજેતા ગણાય છે.

હું તમને આજે જણાવીશ એક ગૂગલ ક્રોમનું એક્સટેન્શન જેનું નામ છે “Colorful Tic-Tac-Toe

Colorful Tic-Tac-Toe” આ એક ગૂગલ ક્રોમનું એક્સટેન્શન છે જેમાં તમે તમારા કમ્પ્યુટર કે લેપટોપમાં ઇન્સ્ટોલ કરેલા ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આ “Tick-Tac-Toe” ગેમ રમી શકો છો જેને આપણે શૂન્ય-ચેકડીની રમત પણ કહીએ છીએ.

રમો પોતાના ક્રોમ બ્રાઉઝરમાં શૂન્ય-ચેકડીની રમત

આ એક્સટેન્શનને ઇન્સ્ટોલ કઈ રીતે કરવું?

  • સૌપ્રથમ તમારા કમ્પ્યુટર કે લેપટોપમાં ક્રોમ બ્રાઉઝર ખોલો.

ગૂગલ ક્રોમમાં URL એડ્રેસ ઉમેરવું


ક્રોમ વેબ સ્ટોરમાં આ એક્સટેન્શનનું નામ સર્ચ કરો

  • હવે ક્રોમ વેબ સ્ટોર ખુલશે જેમાં ડાબી બાજુ સર્ચ બટનમાં “tic tac toe” સર્ચ કરો.



સર્ચ કરેલા એક્સટેન્શન પર ક્લિક કરો Add to chrome એક્સટેન્શન કરો
 એક્સટેન્શનને ક્રોમમાં ઉમેરો

  • હવે પરિણામમાં તમને “Colorful Tic-Tac-Toe” નામનું એક્સટેન્શન જોવા મળશે જેના પર ક્લિક કરો અને તેને ઇન્સ્ટોલ કરો.



ખૂણામાં મળશે ગૂગલ ક્રોમ એક્સટેન્શન

  • હવે જમણી બાજુ ઉપર ખૂણામાં તમને બ્રાઉઝરના એક્સટેન્શન જોવા મળશે, જેમાં આ એક્સટેન્શન પણ દેખાશે, આ એક્સટેન્શનના આઈકન પર ક્લિક કરશો એટલે આ ગેમ ખૂલી જશે.



શૂન્ય-ચેકડીની રમતના ચિત્રો

આ એક્સટેન્શનમાં તમે ગેમને 2 પ્લેયર વચ્ચે પણ રમી શકો છો અને જો તમે સિંગલ પ્લેયર છો તો તમે AI સાથે રમી શકો છો જેમાં 3 Mode છે, Low Medium અને High

આવી રીતે તમે આ એક્સટેન્શનનો ઉપયોગ કરીને શૂન્ય-ચેકડીની રમત રમી શકો છો. આશા છે કે તમને આ જાણકારી ઉપયોગી થશે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: