હવે એપલના iPod નો આવી ગયો છે અંત

 

Apple iPod

આઈપોડ (iPod) એક એપલ કંપનીનું પ્રોડક્ટ છે, જેવી રીતે એપલના લેપટોપ, મોબાઇલ, કમ્પ્યુટર હોય છે તેવી રીતે આઈપોડ પણ એક એપલનું પ્રોડક્ટ છે.

આઈપોડ એક પોર્ટેબલ મ્યુઝિક પ્લેયર છે જેના દ્વારા તમે મ્યુઝિક સાંભળી શકો છો. એપલ કંપનીએ પોતાનો સૌથી પહેલો આઈપોડ 2001માં લોન્ચ કર્યો હતો જેમાં 1000 મ્યુઝિક ઉમેરી શકતા હતા અને તેની બેટરી 10 કલાક સુધી ચાલતી હતી.

આઈપોડ વ્યક્તિના ખિસ્સામાં આવી જાય તેટલો નાનો હતો, આવા આધુનિક ફીચર્સને કારણે એપલએ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં કઈક નવું લાવ્યું હતું.

પણ 20 વર્ષ પછી એપલ હવે આઈપોડનો અંત લાવવા જઈ રહ્યું છે, એપલ હવે આઈપોડને બંધ કરી રહ્યું છે, તેનું પ્રોડકશન પણ બંધ કરવામાં આવી રહ્યું છે.