હવે કોઈ પણ પ્રોડક્ટની કિંમત ઘટશે તો ગૂગલ ક્રોમ તમને જણાવશે!

Google Chrome

આપણે ગૂગલ ક્રોમમાં ઘણી અલગ-અલગ પ્રકારની શોપિંગ વેબસાઇટ ઓનલાઇન શોપિંગ કરવા માટે ખોલતા હોઈએ છીએ.

ઘણી વખત તે પ્રોડક્ટની કિંમત ઓછી થઈ છે કે નહીં એ ચેક કરવા માટે આપણે વારંવાર તે પ્રોડક્ટની વેબસાઇટ ખોલતા હોઈએ છીએ અને ઘણા લોકો તે પ્રોડક્ટના ભાવને ટ્રેક કરવા માટે થર્ડ પાર્ટી એક્સટેન્શનનો પણ ઉપયોગ કરતાં હતા.

Google Chrome Price Drop Alert Feature
Source: Google Blog

હવે ગૂગલએ પોતાના ક્રોમ બ્રાઉઝરમાં એક નવું ફીચર રજૂ કર્યું છે જેની મદદથી જ્યારે તમે ગૂગલ ક્રોમમાં કોઈ શોપિંગ પેજ ખોલશો તો ગૂગલ ક્રોમ તમને એડ્રેસ બારમાં તે પ્રોડક્ટની કિંમતને ટ્રેક કરવા માટે “Track Price” નામનો ઓપ્શન આપશે.

જો તમે આ ઓપ્શન દબાવશો તો જ્યારે તે પ્રોડક્ટની કિંમત ઘટશે તો ગૂગલ ક્રોમ તમને ઈમેલ અથવા નોટિફિકેશન દ્વારા જાણ કરશે કે આ પ્રોડક્ટની કિંમતમાં ઘટાડો થયો છે.

આનાથી તમે કોઈ પણ પ્રોડક્ટને સસ્તા દરમાં ખરીદી શકો છો અને તમારે તે પ્રોડક્ટની કિંમત ટ્રેક કરવા માટે થર્ડ પાર્ટી ટૂલ ઉપર નિર્ભર નહીં રહેવું પડે.

આ ફીચર તમને Android અને Desktop બંનેમાં મળશે અને હાલમાં આ ફીચર અમેરીકામાં જ ઉપલબ્ધ છે પણ ધીમે-ધીમે તેને બીજા દેશોમાં પણ લોન્ચ કરવામાં આવશે.

અમારી અન્ય પોસ્ટ: