હવે જલ્દી વોટ્સએપ ગ્રુપમાં પણ વોટિંગ થશે: Poll Feature

WhatsApp Poll Feature Image by WaBetaInfo

Source: wabetainfo.com

મિત્રો આપણે પોલ ફીચર ઘણા અલગ-અલગ પ્લૅટફૉર્મમાં જોતાં હોઈએ છીએ જેમ કે Youtube, Telegram કે Twitter વગેરેમાં પણ હવે વોટ્સએપમાં પણ આ Poll ફીચર આવી શકે છે.

પોલ ફીચર એટલે એવું ફીચર જેમાં એક વ્યક્તિ એક સવાલ પૂછે અને તેની સાથે અન્ય ઓપ્શન હોય છે જેમાં આપણે વોટ કરવાનો હોય છે.

હવે આ ફીચર વોટ્સએપ ગ્રુપમાં પણ જલ્દી જોવા મળી શકે છે કારણ કે હાલ ઘણા બીટા ટેસ્ટરને આ ફીચર મળવાનું ચાલુ થયું છે.

આમાં આપણે એક સવાલ જોડી શકીશું અને તેની સાથે 12 ઓપ્શન ઉમેરી શકીશું જેમાં યુઝર તે 12 ઓપ્શનને ઉપર નીચે પણ ખસેડી શકશે.

આશા છે કે આ ફીચર જલ્દી બધાને મળે અને બધા જ લોકો એક-બીજાના મંતવ્યો જાણી શકે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: