ટેલિગ્રામ વોટ્સએપ જેવુ એક મેસેંજિંગ પ્લૅટફૉર્મ છે જે વોટ્સએપને ધીમે-ધીમે ટક્કર આપી રહ્યું છે.
ટેલિગ્રામએ હવે ઘોષણા કરી છે કે તેઓ હવે પોતાના પ્લૅટફૉર્મ પર જાહેરાતો લાવી રહ્યા છે જે “Sponsored Message” છે.
આ ફીચર દ્વારા જાહેરાતકર્તા (Advertisers) અથવા કોઈ પણ યુઝર ટેલિગ્રામમાં પોતાના ચેનલ અને બોટનું પ્રમોશન કરી શકશે.
ટેલિગ્રામએ જણાવ્યુ છે કે આ એક એવો મેસેજ હશે જેમાં 160 અક્ષરની અંદર લખાણ હશે, જેમાં કોઈ ફોટો, વિડિયો કે કોઈ બહારની લિન્ક નહીં હોય, તમે જ્યારે તે મેસેજ પર ક્લિક કરશો ત્યારે કોઈ બોટ કે ચેનલ પર પહોચી જશો.
જે પબ્લિક ટેલિગ્રામ ચેનલોમાં 1000થી વધારે સભ્યો (1K+ Subscribers) હશે તેમના ચેનલમાં આવો તમને “Sponsored Message” જોવા મળશે. (નીચેનો વિડિયો પણ જોજો)
Telegram launched a “Sponsored Message” feature for advertisers to promote their Telegram channels & bots.
Video source:- https://t.co/bLSPsAtXfV pic.twitter.com/P7ztxrF00A
— Rushi Patel (@rushi_patel_123) November 19, 2021
દર એક ચેનલમાં એક જ તમને આવો મેસેજ જોવા મળશે, તમારા પ્રાઇવેટ ચેટ અથવા ગ્રુપમાં તમને કોઈ જાહેરાત નહીં દેખાય.
ટેલિગ્રામ જાહેરાતોને વધારે સારું બનાવવા યુઝરના ડેટાનો ઉપયોગ નહીં કરે, ટેલિગ્રામ ચેનલ જે વિષયનો હશે તેમાં તે જ વિષયને લગતો તમને Sponsored Message જોવા મળશે જે ટૂંકો હશે.
આ ફીચર હજુ ટેસ્ટિંગમાં છે અને બધા માટે ઉપલબ્ધ નથી, જ્યારે લોન્ચ થશે ત્યારે જેમને જાહેરાત ચલાવવી છે તેમની પાસેથી નાનો-મોટો ખર્ચો પણ લેવામાં આવશે.
ટેલિગ્રામનો વિચાર છે કે જે ચેનલમાં આ જાહેરાત ચાલશે તે ચેનલના માલિકને પણ થોડા પૈસા આપવામાં આવે.
ટેલિગ્રામએ જણાવ્યુ છે કે તેઓ જાહેરાતોને ટાર્ગેટ કરવા યુઝરના ડેટા ટ્રેક નહીં કરે અને તેને કોઈ જાહેરાતકર્તા સાથે પણ શેર નહીં કરે.
આશા છે કે આજના ટેક સમાચાર તમને પસંદ આવ્યા હશે, તમારા મિત્રોને પણ આ માહિતી પહોચાડજો. (સ્ત્રોત: promote.telegram.org)
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-
- ટેલિગ્રામમાં ચેટનો બૅકગ્રાઉન્ડ ફોટો કેવી રીતે બદલવો?
- ટેલિગ્રામ પર ફોટાને ફુલ ક્વોલિટીમાં કેવી રીતે મોકલવું?
- ટેલિગ્રામ એપમાં ટૂ સ્ટેપ વેરીફિકેશન કેવી રીતે ચાલુ કરવું?
- ટેલિગ્રામ એપમાં રિમાઈન્ડર કેવી રીતે લગાવવું? (6 પગલાં)
- ટેલિગ્રામ પર કોઈ પણ વ્યક્તિને બ્લોક કેવી રીતે કરવું? (6 પગલાં)
- ટેલિગ્રામમાં સાઈલેંટ મેસેજ શું છે? સાઈલેંટ મેસેજ કેવી રીતે મોકલવો?