હવે વોટ્સએપમાં આવ્યું એક નવું ફીચર જેનાથી ભૂલમાં મેસેજ ડિલીટ થાય તો રિકવર કરી શકાશે!

WhatsApp Accidental Delete

ઘણી વખત આપણે વોટ્સએપ ગ્રુપમાં અથવા અન્ય લોકોને મેસેજો મોકલતા હોઈએ છીએ અને ત્યારે અમુક મેસેજ ભૂલમાં ડિલીટ થઈ જાય છે.

જેમ કે તમે વોટ્સએપમાં કોઈને મેસેજ મોકલો અને ભૂલમાં તે મેસેજ પર “Delete for Me” ક્લિક થઈ જાય તો તે મેસેજ સામેવાળો જોઈ શકે છે પણ ફક્ત તમારા માટે ડિલીટ થઈ જાય છે.

તો આવી પરિસ્થિતીમાં તે મેસેજને આપણાં માટે પાછું લાવવા માટે વોટ્સએપએ એક નવી સુવિધા રજૂ કરી છે.

હવે જો તમારાથી ભૂલમાં કોઈ મેસેજમાં “Delete for me” ક્લિક થઈ જાય તો તમને લગભગ 5 સેકન્ડ સુધી એક “Undo” બટન તમારા Android, iOS, Desktop વગેરેમાં મળશે અને તમે Undo પર ક્લિક કરીને તે તમારા માટે ડિલીટ થયેલા મેસેજને પાછું લાવી શકો છો.

આ ફીચર ઓગસ્ટમાં ટેસ્ટ થઈ રહ્યું હતું અને હાલ આ ફીચર બધા જ લોકોને મળવાનું શરૂ થઈ ચૂક્યું છે અને તમે પણ વોટ્સએપ અપડેટ કરીને જોઈ શકો છો કે તમને મળ્યું છે કે નહીં.

અમારી અન્ય પોસ્ટ: