
હાર્ડવેર (Hardware) : હાર્ડવેર એટલે કમ્પ્યુટરના એવા ભાગો જે આપણને ભૌતિક સ્વરૂપમાં જોવા મળે છે અને જેને આપણે ભૌતિક સ્વરૂપમાં પકડી શકીએ છીએ. ઉદાહરણ તરીકે સીપીયુ કેબિનેટ, મધરબોર્ડ, માઉસ, કીબોર્ડ, મોનીટર, સ્પીકર વગેરેને આપણે પકડી શકીએ છીએ. એક કમ્પ્યુટરમાં આવા અલગ-અલગ હાર્ડવેર ભાગો હોય છે અને આ અલગ-અલગ હાર્ડવેર ભાગો એક બીજા સાથે જ્યારે જોડાય છે ત્યારે એક કમ્પ્યુટર બરાબર રીતે ચાલુ થાય છે.
સોફ્ટવેર (Software) : સોફ્ટવેર એટલે કમ્પ્યુટરમાં એવા પ્રોગ્રામ અથવા સૂચનાઓનો સમૂહ જેમાં એક કમ્પ્યુટરને ક્યારે શું કરવું કે શું ન કરવું, જો યુઝર આ બટન દબાવે ત્યારે શું કરવું, જો યુઝરને વિડિયો જોવા છે તો તેને કેવી રીતે વિડિયો બતાવવા, જો યુઝરને યુટ્યુબ ખોલવું છે તો કેવી રીતે ઇન્ટરનેટ કનેક્શન કરવું એવા વગેરે Instruction સોફ્ટવેરમાં હોય છે. કમ્પ્યુટરને તમે ચાલુ કરો ત્યારથી કમ્પ્યુટરને બંધ કરતાં સુધીનું કામ કમ્પ્યુટરમાં આવેલા વિવિધ સોફ્ટવેર કરે છે.
હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચેનો તફાવત – Difference Between Hardware and Software
- હાર્ડવેર કમ્પ્યુટરના ભૌતિક અલગ-અલગ ભાગો હોય છે જેની મદદથી એક કમ્પ્યુટર ચાલુ થાય છે.
- સોફ્ટવેર કમ્પ્યુટરની અંદર આવેલા વિવિધ પ્રોગ્રામોનો સમૂહ હોય છે જે કમ્પ્યુટર ચાલુ થયા બાદ શું કરવું અને કેવી રીતે કરવું તેના માટે હોય છે.
- હાર્ડવેરને બનાવવા માટે ઇલેક્ટ્રોનિક્સ અથવા તેના જેવા અન્ય મટિરિયલનો ઉપયોગ કરવામાં આવે છે.
- સોફ્ટવેરને બનાવવા માટે વિવિધ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ ભાષાઓનો ઉપયોગ થાય છે જેમાં કોડિંગ કરીને સોફ્ટવેર બને છે.
- હાર્ડવેરને આપણે પકડી શકીએ છીએ અને પોતાની આંખો સામે જોઈ શકીએ છીએ.
- સોફ્ટવેરને આપણે પોતાની સ્ક્રીન પર જોઈ શકીએ છીએ પણ તેને આપણે પકડી નથી શકતા.
- કમ્પ્યુટરમાં જ્યારે કોઈ વાઇરસ આવે છે ત્યારે હાર્ડવેરને કોઈ અસર નથી થતી.
- કમ્પ્યુટરમાં વાઇરસ આવવાથી સોફ્ટવેરમાં ઘણી અસર જોવા મળે છે.
- હાર્ડવેર ફેક્ટરીમાં બનાવવામાં આવે છે.
- સોફ્ટવેરને કમ્પ્યુટરમાં જ બનાવવામાં આવે છે જેમાં પ્રોગ્રામિંગ ભાષા દ્વારા કોડ લખવાના હોય છે.
- હાર્ડવેર કોઈ પણ કામને સોફ્ટવેર વગર કરી નથી શકતું.
- સોફ્ટવેર પણ કોઈ કામ હાર્ડવેર વગર નથી કરી શકતું.
- હાર્ડવેરમાં સમય જેમ પસાર થાય તેમ તેમાં ખરાબીઓ જોવા મળે છે અને અંતે તે ખતમ થઈ જાય છે.
- સોફ્ટવેરમાં સમય જતાં કોઈ ખરાબી નથી આવતી પણ જો તેના કોડમાં અપડેટ ન કરવામાં આવે તો તે નવી ટેક્નોલોજીઓ સાથે બરાબર કામ નથી કરતું.
- હાર્ડવેરમાં મુખ્ય રીતે 4 કેટેગરીઓ હોય છે જેમાં ઈનપુટ-આઉટપુટ ડિવાઇસ, સ્ટોરેજ ડિવાઇસ અને અન્ય અંદરના કમ્પોનેંટ્સ.
- સોફ્ટવેર મુખ્ય રીતે બે ભાગમાં હોય છે જેમાં એક સિસ્ટમ સોફ્ટવેર અને બીજું એપ્લિકેશન સોફ્ટવેર.
- હાર્ડવેરને નેટવર્કમાં ઇલેક્ટ્રિકલી ટ્રાન્સફર નથી કરી શકાતું પણ તેને ભૌતિક સ્વરૂપમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકાય છે.
- સોફ્ટવેરને નેટવર્કમાં સરળતાથી ઇલેક્ટ્રિકલી ટ્રાન્સફર કરી શકાય છે.
- જો હાર્ડવેર ડેમેજ થાય તો તેને નવા હાર્ડવેર ભાગ દ્વારા બદલી શકાય છે.
- જો સોફ્ટવેર ડેમેજ થાય તો તેના કોડમાં અપડેટ કરીને અથવા તેની જૂની કોપી દ્વારા ખરાબી દૂર કરી શકાય છે.
- હાર્ડવેર નિષ્ફળ થાય એના ઘણા કારણ હોય છે જેમાં ધૂળ તેની અંદર આવી હશે, તે વધારે ગરમ થઈ ગયું હશે વગેરે.
- સોફ્ટવેર નિષ્ફળ થાય તો કદાચ તેના કોડમાં કોઈ વસ્તુ બાકી રહી ગઈ હશે અથવા વાઇરસ હુમલો થવાથી વગેરે.
- માઉસ, કીબોર્ડ, મોનીટર, મધરબોર્ડ, સ્પીકર વગેરે હાર્ડવેરની શ્રેણીમાં આવે છે.
- ફોટોશોપ, ક્રોમ, MS ઓફિસ, પેન્ટ વગેરે સોફ્ટવેરની શ્રેણીમાં આવે છે.
આ હતી હાર્ડવેર અને સોફ્ટવેર (Hardware and Software) વિશે માહિતી જેમાં તમને બંનેનો તફાવત પણ જાણવા મળ્યો છે.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: